બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / રાજકોટ / Rajkot's Herasar Airport 90 percent ready, longest runway capable of landing Boeing 747

સુવિધા / રાજકોટનું હીરાસર એરપોર્ટ 90 ટકા તૈયાર, બોઈંગ 747 ઉતરી શકે તેવી ક્ષમતાનો સૌથી લાંબો રનવે

Vishal Khamar

Last Updated: 03:28 PM, 10 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટ ખાતે નવીન બની રહેલ હિરાસર ઈન્ટરનેશનલ એરપોર્ટની કામગીરીની વહીવટી તંત્ર દ્વારા મુલાકાત લેવામાં આવી હતી. જેમાં એરપોર્ટની 90 ટકા કામગીરી પૂર્ણ થઈ ગઈ છે.

  • હિરાસર એરપોર્ટનું કામ પૂરજોશમાં
  • એરપોર્ટની 90 ટકા કામગીરી પૂર્ણ
  • 2થી 3 મહિનાની અંદર એરપોર્ટ થશે શરૂ

 રાજકોટ ખાતે નવીન બની રહેલ હિરાસર ઈન્ટરનેશનલ એરપોર્ટની કામગીરીની આજે વહીવટી તંત્ર દ્વારા મુલાકાત લેવામાં આવી હતી. જેમાં એરપોર્ટની 90 ટકા કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. હિરાસર એરપોર્ટ પર કેટ લાઈટ્સનું ટેસ્ટિંગ કરાયું હતું. આ બાબતે માહિતી આપતા કલેક્ટરે જણાવ્યું હતું કે ગુજરાતનો સૌથી મોટો રનવે હિરાસર એરપોર્ટને છે. હિરાસર એરપોર્ટ પર એક સાથે 747  માલવાહક બોઈંગ વિમાન ઉતરી શકે તેવી ક્ષમતાનો 3 કિલોમીટર લાંબો રનવે તૈયાર થઈ ગયો છે. 10 દિવસની અંદર ટેસ્ટિંગ ફ્લાઈટ લેન્ડ કરવામાં આવશે. 2 થી 3 મહિનાની અંદર એરપોર્ટ શરૂ કરાવવાનો પ્રયાસ કરવામાં આવશે તેમ કલેક્ટર દ્વારા જણાવ્યું હતું.

પાર્કિગ, ફાયર સ્ટેશન સહિતની કામગીરીની કલેક્ટરે સમીક્ષા કરી
કલેક્ટર તેમજ પ્રાંત અધિકારી સંદીપ વર્મા દ્વારા હિરાસર એરપોર્ટ પર ચાલતી કામગીરીની સમીક્ષા કરી હતી.  તેમજ એરપોર્ટ ઓર્થોરીટીના જનરલ મેનેજર તેમજ ડેપ્યુટી જનરલ મેનેજર સાથે ચર્ચા કરી હતી. ત્યારે એરપોર્ટ પર પાર્કિંગ, કમ્યુનિકેશન બિલ્ડીંગ સહિતની કામગીરીની કલેક્ટર દ્વારા સમીક્ષા કરવામાં આવી હતી. ત્યારે જમીન સમથળ કરવાની કામગીરી, ફાયર સ્ટેશનની કામગીરી સહિતની કામગીરી જાન્યુઆરી માસના અંત સુધીમાં પૂર્ણ થઈ જશે. 

તેનાથી ખૂબ મોટી સંખ્યામાં લોકોને રોજગાર મળવાની અપેક્ષા
જણાવી દઈએ કે, રાજકોટ એ ગુજરાતનું ચોથું સૌથી મોટું શહેર છે તેમજ સૌરાષ્ટ્રની કોમર્શિયલ રાજધાની પણ છે. આ નવા એરપોર્ટથી સૌરાષ્ટ્રનાં કુલ 12 જિલ્લાઓને ફાયદો થશે. કારણ કે રાજકોટ અને તેની આસપાસના વિસ્તારો મેન્યુફેક્ચરિંગનું હબ છે કે જે એર કનેક્ટિવિટી પર નિર્ભર છે. તેમજ આ આંતરરાષ્ટ્રીય એરપોર્ટના નિર્માણથી મોટી સંખ્યામાં નોકરીઓ તેમજ નિકાસને વેગ મળવાની અપેક્ષા છે.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ