બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / રાજકોટ / Rajkot Sarveswar Chowk Tragedy: RMC sold this land in Wonkla to Shiv Builder

ઘટસ્ફોટ / રાજકોટ સર્વેશ્વર ચોક દુર્ઘટના: RMCએ વોંકળાની આ જમીન શિવ બિલ્ડરને વેચી હતી, સામે આવ્યાં ભાગીદારોના નામ, અગાઉ વિરોધ પણ થયેલો

Malay

Last Updated: 12:38 PM, 25 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Rajkot News: રાજકોટમાં સર્વેશ્વર ચોક દુર્ઘટના અંગે કોંગ્રેસ નેતા મહેશ રાજપૂતે RMCને ઠેરવી જવાબદાર, તેઓએ કહ્યું કે 'પાણીના વહેણને યથાવત રાખી બાંધકામને અપાઇ હતી મંજૂરી'

  • રાજકોટ-સર્વેશ્વર ચોકમાં બિલ્ડિંગને લઇને મોટા સમાચાર
  • શિવ બિલ્ડર દ્વારા તૈયાર કરાઈ હતી બિલ્ડિંગ 
  • વર્ષ 1992માં RMCએ આપ્યું હતું કમ્પ્લીસન સર્ટિફિકેટ

Rajkot News: રાજકોટમાં સર્વેશ્વર ચોક દુર્ઘટનાને લઇ કોંગ્રેસ નેતાએ ગંભીર આક્ષેપ લગાવ્યો છે. કોંગ્રેસ નેતા મહેશ રાજપૂતે દુર્ઘટના અંગે રાજકોટ મહાનગરપાલિકાને જવાબદાર ઠેરવી છે. તેઓએ જણાવ્યું કે, પાણીના વહેણને યથાવત રાખી બાંધકામને મંજૂરી અપાઈ હતી. શિવ બિલ્ડર દ્વારા આ બિલ્ડિંગ તૈયાર કરવામાં આવી છે. વર્ષ 1990માં RMC દ્વારા પ્લાન મંજૂર કરવા મુકાયો હતો. મહત્વનું છે કે, રાજકોટના સર્વેશ્વર ચોકમાં રવિવારે મોટી દુર્ઘટના હતી. વોકળાનો સ્લેબ ધરાશાયી થતાં 1 મહિલાનું મોત થયું હતું, જ્યારે 10 લોકો ઈજાગ્રસ્ત થયા હતા.

શિવ ડેવલોપર્સ દ્વારા બનાવાઈ છે બિલ્ડિંગ
કોંગ્રેસ નેતા મહેશ રાજપૂતે જણાવ્યું કે, વર્ષ 1990માં બાંધકામની મંજૂરી આવી હતી,  ત્યારબાદ વર્ષ 1991માં RMC સમક્ષ રિવાઇઝ પ્લાન મૂકાયો હતો અને વર્ષ 1992માં RMCએ કમ્પ્લીસન સર્ટિફિકેટ આપ્યું હતું. આ બિલ્ડિંગ શિવ ડેવલોપર્સ નામની પેઢીએ બનાવેલી છે.  શિવ ડેવલોપર્સના કિરીટ કુમાર ધનજીભાઈ, જગદીશભાઈ તારાચંદ, હર્ષાબેન દિલસુખભાઈ, ભૂપતરાય રણજીભાઈ, ધનરાજભાઈ જેઠાણી, શીતલ કુમાર ચુનીલાલ, વ્રજલાલ ગોકળદાસ ભાગીદારો છે. RMCએ વોંકળાની જમીન બિલ્ડરને વેંચી હતી.

મહેશ રાજપૂત (કોંગ્રેસ નેતા)

સર્ટિફિકેટ ખોટું હોય એવું મને લાગે છેઃ મહેશ રાજપૂત
તેઓએ કહ્યું કે, 31 અને 32 વર્ષે દુર્ઘટના સર્જાઈ.  વોકળાનો સ્લેબ ધરાશાયી થયો છે.  હજુ આ બિલ્ડિંગનો મેજોરિટી પાર્ટ વોકળા ઉપર ઉભેલો છે. અંદરના બીમની સાઈઝ અને લોખંડને જોઈને એવું લાગી રહ્યું છે કે જે તે ટાઉન પ્લાનર અને એન્જિનયરોએ સર્ટિફિકેટ આપી દીધું છે, તે ક્યાંકને ક્યાંક ખોટો હોય એવું મને લાગી રહ્યું છે. 

વોકળા પર બાંધકામ કેમ થયું તેની મને ખબર નથીઃ સિટી ઈજનેર હેમેન્દ્ર કોટક
આ મામલે સિટી ઈજનેર હેમેન્દ્ર કોટકે જણાવ્યું કે, ગઈકાલની ઘટનામાં 10થી 11 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. વોકળામાંથી JCB મશીન દ્વારા કાટમાળ દૂર કરાઈ રહ્યો છે. વોકળા પર બાંધકામ કેમ થયું તેની મને ખબર નથી. અમે હતા એ પહેલા કાર્યવાહી થઈ હતી. હવે વોકળા પર થયેલા બાંધકામની તપાસ કરવામાં આવશે.

શું બન્યો હતો બનાવ?
રાજકોટના સર્વેશ્વર ચોકમાં આવેલા ફૂડ બજારમાં ગઈકાલે એક મોટી દુર્ઘટના ઘટી હતી. ફૂડ બજારમાં આવેલા વોકળા ઉપરનો સ્લેબ અચાનક ધરાશાયી થયો હતો. અચાનક સ્લેબ તૂટવાથી લોકોમાં નાસભાગ મચી જવા પામી હતી, તો કેટલાક લોકો સ્લેબ તૂટવાથી નીચે ખાબક્યા હતા. આ દુર્ઘટનાની જાણ થતા જ પોલીસ અને ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમે સ્થાનિક લોકોની સાથે બચાવ કામગીરી હાથ ધરી હતી. 
 
સ્થાનિક નેતાઓ પહોંચ્યા હતા ઘટનાસ્થળે
ઘટનાને પગલે સ્થાનિક નેતાઓ તાબડતોબ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. સાસંદ રામ મોકરિયા, ધારાસભ્ય દર્શિતા શાહ, ધારાસભ્ય ઉદય કાનગડ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. દુર્ઘટનાને પગલે સીએમ ભૂપેન્દ્ર પટેલે પણ શહેર ભાજપના અગ્રણીઓ સાથે ટેલિફોનિક વાતચીત કરીને સમગ્ર ઘટનાનો તાગ મેળવ્યો હતો. 

એક મહિલાનું મોત અને 10થી વધુ ઈજાગ્રસ્ત
સમગ્ર દુર્ઘટનામાં એક ભાવનાબેન ઠક્કર નામની મહિલાનું મોત થયું હતું, જ્યારે 10થી વધુ લોકો ગંભીર ઇજાગ્રસ્ત થયા હતા. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ