rajkot ankur road localities to be gone in road construction recidents cry while protest
રાજકોટ /
છોકરાઓ રડે છે,30 વર્ષ મહેનત કરી ઘર બનાવ્યું, હવે કહે છે પાડી દઇશું, 115 ઘરની કપાતની રજૂઆત કરતા મહિલાઓ રડી પડી
Team VTV02:22 PM, 30 Nov 21
| Updated: 02:37 PM, 30 Nov 21
રાજકોટમાં રાતોરાત રહીશો ને બેધર કરવાનો કારસો રચાયો હોવાનું બહાર આવ્યું છે. વોર્ડ 12 માં અંકુર રોડ પર સ્થાનિકો વિરોધ માટે એકઠા થયા હતા. આ દરમિયાન કરુણ દ્રશ્યો જોવા મળ્યા હતા.
રાજકોટમાં રાતોરાત રહીશો ને બેધર કરવાનો કારસો
મેયરના વોર્ડ નંબર 12 અંકુર રોડ ખાતે લોકો એકઠા થયા
રાજકીય હાથ હોવાની સ્થાનિકોને શંકા
રાજકોટમાં રાતોરાત રહીશો ને બેધર કરવાનો કારસો રચાયો હોવાનું બહાર આવ્યું છે. મેયરના વોર્ડ નંબર 12 અંકુર રોડ ખાતે લોકો એકઠા થયા હતા અને વિરોધ નોંધાવ્યો હતો. આ સમગ્ર ઘટનામાં રાજકીય હાથ હોવાની શંકા સ્થાનિકોને જાગી હતી.
200 થી વધુ મહિલાઓ અને પુરુષો એકઠા થયા
રાજકોટના મેયરના વોર્ડ નંબર 12 અંકુર રોડ પર સ્થાનિકો એકઠા થતાં ભારે રોષ જોવા મળ્યો હતો. 200 થી વધુ મહિલાઓ અને પુરુષો એકઠા થયા હતા અને 5થી વધુ મહિલાઓ તો કલ્પાંત સાથે અસ્વસ્થ થઇ ગઈ હતી. અસ્વસ્થ મહિલાઓને એમ્બ્યુલન્સ બોલાવીને હોસ્પિટલ ખસેડવાની ફરજ પડી હતી.
સમગ્ર ઘટનામાં TP રોડ નીકળતા 115 ઘર કપાતમાં જવાની નોટિસ આવતા રહીશો પર આફત આવી પડી હતી. સ્થાનિકો આ સમાચારના કારણે રસ્તા પર વિરોધ નોંધાવવા ઉતર્યા હતા.
મહિલાઓનું હૈયાફાટ રુદન
આ નોટિસના પગલે મહિલાઓ ધ્રુસકે ધ્રુસકે રડી હતી. એક સ્થાનિકે VTV સાથેની વાતચીત દરમિયાન કહ્યું હતું કે અમારી દીકરીઓ રડી રહી છે. આ અમારી મહેંતનનું ઘર છે. અમારા છોકરા રખડી જશે. તેમણે કહ્યું હતું કે ગમે તે થાય પણ અમે અમારા ઘર છોડવાના નથી.
કોઈ સાંભળે છે?
VTV સાથેની વાતચીતમાં એક રહીશે કહ્યું હતું કે ત્રણ ત્રણ દિવસથી કોઈએ ખાધું નથી. સરકાર નીતિથી ચાલે તેવી અપેક્ષા અમને છે. ઘરેણાં મૂકીને ઘર બનાવ્યું છે અને હજુ હપ્તા ભરી રહ્યા છે. અમે પૈસા વાળા લોકો નથી. અમારે આ સ્થિતિમાં ક્યાં જવું? એક વૃદ્ધાએ તો કહ્યું હતું કે મારે આ મકાનમાં 35 વર્ષ થઈ ગયા. હવે અમને ખાધા પીધા વગરના મારી તો ન નખાય ને. ઘરમાં બેઠી બેઠી સ્ત્રીઓ રડી રહી છે કોઈને જમવું પણ નથી ગમતું. ભાડા ભરવાની અમારી શક્તિ નથી હવે અમે ક્યાં જઈશું? કલ્પાંત કરતી મહિલાઓના આ સવાલોના જવાબ તો તંત્ર જ આપી શકે એમ છે.
RK ગ્રૂપની બિલ્ડિંગ બચાવવા માટે થયું હોવાનો આરોપ
સ્થાનિકોનું કહેવું છે કે આ બધુ આર કે ગ્રૂપના કારણે થઈ રહ્યું છે. તેમની બિલ્ડિંગ નજીકમાં જ આવેલી છે અને આ રસ્તો બનાવવા પાછળ તેઓનો હાથ છે. એક રહીશે કહ્યું હતું કે આ તેઓની શોભા વધારવા માટેનો પ્લાન છે. પણ અમે ત્રીસ ત્રીસ વર્ષથી અહીં રહીએ છીએ. હવે અમે ક્યાં જઈએ?
તાજેતરમાં જ RK ગ્રુપ પર દરોડા પદયા હતા. ત્યારથી જ આ ગ્રુપ વિવાદોમાં છે અને હવે વધુ એક વિવાદમાં આ ગ્રૂપનું નામ સંડોવાયું છે.
ગાંધીનગરમાં પણ પડશે પડઘા?
આર કે બિલ્ડર સાથે રાજકીય ઓથ સાથે આ કપાત નકશો બદલાયા નો રહીશો આક્ષેપ બાદ હવે રહીશો નું ઘર કપાત ના નામે છીનવી લેવા નો પડધો ગાંધીનગર માં પડે તેવી શક્યતા.
ગુજરાત માં સતા પરિવર્તન પૂર્વે આ મિલ્કતો કપાત માં જાય તેનો લાભ બિલ્ડર ને મળે તેવી કોર્પોરેશન માં રાજકીય ચાલ ચાલી હોવાનો રહીશો નો આક્ષેપ હોવાથી આ ઘટના વિપક્ષનું ધ્યાન ખેંચે અને વિરોધનું કારણ બને તેવી શક્યતા છે.
નોંધનીય છે કે, શહેરના અંકુર રોડ પર TP રોડ નીકળતા 115 ઘર કપાતમાં આવતા હોવાથી લોકો એકઠા થયા હતા. તમામ નાગરિકોને બેઘર કરવાનો કારસો કે રાજકીય ઓથ હેઠળ ઘડવામાં આવી રહ્યો હોવાનો આક્ષેપ કરીને હોબાળો મચાવ્યો હતો. સાથે જ અચાનક નકશો બદલીને મોટા માથાઓને બચાવવા માટે નાના માણસોના ઘર તોડવામાં આવી રહ્યા હોવાની પણ વાત ઉચ્ચારી હતી.