બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Rain will fall in Gujarat after this date: Ambalal Patel predicts

હવામાન / ગુજરાતમાં આ તારીખ પછી પડશે વરસાદ: અંબાલાલ પટેલે કરી આગાહી, સપ્ટેમ્બરમાં પડશે ઉનાળા જેવી ગરમી

Malay

Last Updated: 12:41 PM, 26 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Meteorologist Ambalal Patel's forecast: રાજ્યમાં વરસાદને લઈને આગાહી કરતા અંબાલાલ પટેલે કહ્યું કે, 27થી 30 ઓગસ્ટ દરમિયાન દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં હળવા ઝાપટાં પડશે.

  • હવામાન નિષ્ણાંત અંબાલાલે કરી વરસાદની આગાહી
  • 28 ઓગસ્ટથી દેશમાં ગરમી વધવાની શક્યતાઃ અંબાલાલ
  • સપ્ટેમ્બરના બીજા સપ્તાહમાં સારા વરસાદની શક્યતાઃ અંબાલાલ

ગુજરાતમાં ચોથા રાઉન્ડના વરસાદની રાહ જોતા ખેડૂતો માટે નિરાશાજનક સમાચાર છે. હજુ સુધી રાજ્યમાં વરસાદી સિસ્ટમ ઉદ્દભવી ન હોવાથી આગામી દિવસોમાં પણ મેઘરાજા આરામના મૂડમાં જ રહેવાના છે. રાજ્યમાં વરસાદી ઝાપટા જેવો છૂટોછવાયો વરસાદ પડી શકે છે. આ સિવાય હજુ પણ ક્યાંય ભારે વરસાદની આગાહી સ્થાનિક હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી નથી. હવામાન નિષ્ણાંતો દ્વારા પણ રાજ્યમાં હળવા વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે. 

ગુજરાતમાં ફરી વરસાદની આગાહી: અમદાવાદ-ગાંધીનગરથી લઈને જુઓ કયા વિસ્તારોમાં  થશે મેઘમહેર | <a class='blogTagLink' href='https://www.vtvgujarati.com/topic/rain-forecast' title='Rain forecast'>Rain forecast</a> again in Gujarat: From Ahmedabad-Gandhinagar,  see which areas will receive rain
ફાઈલ ફોટો

વરસાદને અંગે અંબાલાલ પટેલની આગાહી 
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું કે, હાલ રાજ્યમાં સારા વરસાદની શક્યતા નહીવત છે.  27થી 30 ઓગસ્ટ દરમિયાન દક્ષિણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્રમાં હળવા ઝાપટાં પડશે. પિયત વ્યવસ્થાપન હોય તો ખેડૂતોએ પીયત કરવું જોઈએ. ગરમીની આગાહી કરતા તેઓએ જણાવ્યું છે કે,  28 ઓગસ્ટથી દેશમાં ગરમી વધવાની શક્યતા છે. 

સપ્ટેમ્બરના બીજા સપ્તાહમાં વરસાદની શક્યતાઃ અંબાલાલ પટેલ
અંબાલાલ પટેલે જણાવ્યું કે, ચીનના હોંગકોંગ તથા પૂર્વી ભાગમાં ચક્રવાત બની રહ્યું છે. અરબ સાગર અને બંગાળના ઉપસાગરનો ભેજ ચક્રવાત તરફ ખેંચાશે. અલનીનોની અસરખથી હિંદ મહાસાગરનું હવામાન સાનુકુળ હોવા છતાં વરસાદ થતો નથી. પૂર્વીય દેશોના ચક્રવાતની ગતિવિધિ મંદ પડ્યા બાદ વેલમાર્ક લૉ પ્રેશર બનશે. તેઓએ કહ્યું કે, સપ્ટેમ્બરના બીજા સપ્તાહમાં ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં સારા વરસાદની શક્યતા છે. 13 સપ્ટોમ્બરે ઉનાળાનો અહેસાસ થાય તેવી ગરમી પડશે. 25 ઓક્ટોબર સુધી ગરમી રહેવાની શક્યતા છે. 

Ambalal Patel said that there will be a change in the weather again in Gujarat

ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા સાવ નહીંવત
હવામાન નિષ્ણાંતો કહી રહ્યા છે કે ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા સાવ નહીંવત છે, કારણ કે 31 ઓગસ્ટની આસપાસ હોંગકોંગ તરફનો ચક્રવાત બંગાળના ઉપસાગરનો ભેજ ખેંચી લેશે. આનાથી ભારતનું ચોમાસું નબળું પડશે. આ સાથે 3થી 4 સપ્ટેમ્બર બંગાળની ખાડીમાં ચક્રાવાત સર્જાઈને લો પ્રેશર સિસ્ટમ ઉદભવશે. 

જૂન અને જુલાઈમાં પડ્યો હતો શ્રીકાર વરસાદ
ગુજરાતમાં જૂન અને જુલાઈ મહિનામાં શ્રીકાર વરસાદ વરસ્યો હતો. આ બે મહિનામાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં તો મેઘરાજાને ખમૈયા કહેવું પડે એવો તોફાની વરસાદ જોવા મળ્યો હતો. જોકે, ઓગસ્ટ મહિનામાં મેઘરાજા મૂડમાં જ ન હોય એ રીતે ખાસ વરસાદ વરસ્યો નથી. વરસાદનો ચોથો રાઉન્ડ ક્યારે શરૂ થશે એ હવે તર્ક-વિતર્કનો વિષય બન્યો છે, કેમ કે ઓગસ્ટ મહિનામાં શ્રાવણના સરવડાં જ પડી રહ્યો છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Ambalal Patel Heavy Rain Rain rain in gujarat અંબાલાલ પટેલ ગુજરાતમાં વરસાદ ગુજરાતી ન્યૂઝ વરસાદની આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ હવામાન વિભાગ Meteorologist Ambalal Patel's forecast
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ