બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Rain started in Ahmedabad from last night, know what the weather department forecast says
Malay
Last Updated: 08:04 AM, 17 September 2023
ADVERTISEMENT
Rain In Ahmedabad: ગુજરાતમાં મેઘરાજા ફરી એક વખત ધબધબાટી બોલાવી દેશે તેવી હવામાન વિભાગની ચેતવણીની વચ્ચે રાજ્યમાં ફરી વરસાદી માહોલ જામ્યો છે. ગઈકાલ રાતથી રાજ્યના અનેક વિસ્તારોમાં ભારેથી મધ્યમ વરસાદ જોવા મળી રહ્યો છે. અમદાવાદ સહિત રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.
ADVERTISEMENT
શહેરના તમામ વિસ્તારોમાં વરસાદ
અમદાવાદમાં રાતથી અવિરત વરસાદ વરસી રહ્યો છે. શહેરના તમામ વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. શહેરના સેટેલાઈટ, ચાંદલોડિયા, ઘાટલોડિયા, ગોતા, બોપલ, પાલડી, મેમનગર, શ્યામલ, જીવરાજ પાર્ક, પરિમલ ગાર્ડન, પ્રહલાદનગર, નરોડા, નારોલ, નિકોલ, શાહીબાગ, એસ.પી રિંગરોડ, એસ.જી હાઈવે, ચાંદખેડા, એરપોર્ટ, ખોખરા, હાટકેશ્વર, ઇસનપુરમાં પણ વરસાદ વરસી રહ્યો છે.
ચાંદલોડિયામાં દોઢ ઈંચ વરસાદ નોંધાયો
અમદાવાદ શહેર આજે પડેલા વરસાદ વિશે વાત કરીએ તો શહેરના ઓઢવમાં 1 ઈંચ, વિરાટનગરમાં 1 ઈંચ, નિકોલમાં 1 ઈંચ, રામોલમાં 1 ઈંચ, ઉસ્માનપુરામાં સવા ઈંચ, રાણીપમાં સવા ઈંચ, બોડકદેવમાં 1 ઈંચ, સાયન્સ સીટી વિસ્તારમાં સવા ઈંચ, ગોતામાં પોણો ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે ચાંદલોડિયામાં દોઢ ઈંચ વરસાદ, જોધપુરમાં 1 ઈંચ, બોપલમાં 1 ઈંચ, દૂધેશ્વરમાં સવા ઈંચ, કોતરપુર વિસ્તારમાં 1 ઈંચ, મેમકોમાં 1 ઈંચ, નરોડામાં પોણો ઈંચ, મણીનગરમાં 1 ઈંચ, વટવામાં 1 ઈંચ વરસાદ નોંધાયો છે.
રસ્તાઓ સૂમસામ જોવા મળ્યા
શહેરમાં અવિરત વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. છેલ્લા 2 દિવસથી ગરમીની તીવ્રતામાં ખાસ્સો વધારો નોંધાયો હતો. શહેરમાં ગઈકાલે 31 ડિગ્રી સેલ્સિયસથી વધુ તાપમાન નોંધાયું હતું. જેથી હવે વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરતા શહેરીજનોએ હાશકારો અનુભવ્યો છે. આજે રવિવારની રજા હોવાથી વરસાદના કારણે રસ્તાઓ પણ સૂમસામ જોવા મળી રહ્યા છે. મોડી રાતથી અવિરત વરસાદ વરસી રહ્યો હોવાથી શહેરના રસ્તાઓ પર વરસાદી પાણી ફરી વળ્યા છે.
આજે અને આવતીકાલે પડશે ભારે વરસાદ
સ્થાનિક હવામાન વિભાગની આગાહી એમ કહે છે કે રવિવારની રજાના દિવસે એટલે કે આજે અમદાવાદમાં ભારે વરસાદ તૂટી પડશે. જ્યારે અઠવાડિયાના પહેલા દિવસે એટલે કે સોમવારે પણ ભારે વરસાદ ખાબકશે. રવિવારે અને સોમવારે ભારે વરસાદ પડશે. જ્યારે મંગળવારે મધ્યમ પ્રકારનો વરસાદ થશે અને 21 સપ્ટેમ્બર ગુરુવારે પણ વરસાદ પડવાની આગાહી છે. એટલે કે ગણપતિ બાપ્પાના તહેવારોમાં વરસાદી માહોલ જામશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.