આગાહી /
અમદાવાદમાં વાદળ છાયા વાતાવરણ વચ્ચે ખાબક્યો વરસાદ, હવામાન વિભાગની આ આગાહી જાણી લો
Team VTV02:53 PM, 08 Oct 21
| Updated: 02:58 PM, 08 Oct 21
વરસાદને લઇ હવામાન વિભાગની આગાહી ખેલૈયાઓને નિરાશ કરી શકે છે. નવરાત્રીમાં વરસાદ વિઘ્ન બને તેવી શક્યતા છે.
હવામાન વિભાગની આગાહી
નવરાત્રીમાં વરસાદ બની શકે છે વિઘ્ન
કેટલાક વિસ્તારમાં વરસાદની શક્યતા
હવામાન વિભાગની આગાહી મુજબ કેટલાક વિસ્તારમાં પવન સાથે વરસાદ પડવાની શક્યતા છે. રાજ્યમાં ચોમાસુ પૂર્ણ થવા તરફ આગળ વધી રહ્યું છે. કચ્છ અને ઉત્તર ગુજરાતમાંથી ચોમાસુ પૂર્ણ થયું છે. જો કે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં હજુ આંશિક અસર યથાવત છે.
સામાન્યથી છૂટા છવાયા વરસાદની વકી
હવામાન વિભાગની આગાહી મુજબ કેટલાક વિસ્તારોમાં સામાન્ય છૂટો છવાયો વરસાદ આવી શકે છે. હાલ કોઇ વિશેષ સિસ્ટમ અસ્તિત્વમાં નથી. ત્યારે ભેજવાળા વાતાવરણના લીધે વરસાદ આવી શકે છે. અને હજુ પણ વાતાવરણમાં ભેજનું પ્રમાણ હોવાથી વાદળો બંધાઈ રહ્યા છે. આગામી 2 દિવસમાં ચોમાસુ પૂર્ણ થવા તરફ વધુ આગળ વધશે.
અમદાવાદમાં ભર બપોરે ધોધમાર
ચોમાસુ વિદાય લેવાની તૈયારીમાં છે ત્યારે અમદાવાદ શહેરના સેટેલાઈટ, બોડકદેવ, નવા રાણીપ, ગોતા સહિતના અનેક વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે ધોધમાર વરસાદ વરસ્યો હતો, વરસાદને લીધે વાતાવરણમાં બફારો પણ વધ્યો હતો અને વાહનચાલકો પરેશાન થયા હતા.
અંબાલાલ પટેલે પણ કરી છે આગાહી
હવામાન વિભાગના નિષ્ણાંક અંબાલાલ પટેલે વરસાદને લઈને મોટી આગાહી કરી છે, સાથે ગુજરાતના દરિયા કાંઠા આ તારીકે ભારે પવન ફુંકાશે તેવું પણ જણાવ્યું છે, હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે 8 થી 12 ઓક્ટોબર સુધીમાં સૌરાષ્ટ્ર-મધ્ય ગુજરાતમાં વરસાદ પડી શકે છે, જ્યારે 12 ઓક્ટોબર સુધીમાં ગુજરાતના દરિયા કાઠે ભારે પવન ફૂંકાશે, હવે ચોમાસું પુરુ થવાને આરે છે ત્યારે અંબાલાલ પટેલે પણ વરસાદની સંભાવાઓ વ્યક્ત કરી છે જેથી ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે.