બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Rain forecast today in these districts of Ahmedabad, Gandhinagar and Saurashtra

હવામાન / અષાઢી માહોલ જામ્યો: અમદાવાદ, ગાંધીનગર અને સૌરાષ્ટ્રના આટલા જિલ્લાઓમાં આજે વરસાદની આગાહી

Malay

Last Updated: 09:09 AM, 25 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Rain Forecast in Gujarat: ગુજરાતમાં ચોમાસાના આગમનની આતુરતાથી રાહ જોવાઈ રહી છે, આ વચ્ચે હવે ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે આજે દક્ષિણ, મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. સૌરાષ્ટ્રમાં પણ આજે ભારે વરસાદ થઇ શકે છે.

 

  • રાજ્યમાં વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી
  • રાજ્યના આ વિસ્તારમાં ભારે વરસાદની આગાહી
  • છલકાઈ જશે સાબરમતી અને નર્મદાઃ અંબાલાલ

ગુજરાતમાં 5 દિવસ સુધી હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 111 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ ગોધરા અને માતરમાં નોંધાયો છે. આજે પણ હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે હવામાન વિભાગ દ્વારા અમદાવાદ, ગાંધીનગર, ખેડા, સુરેન્દ્રનગર, રાજકોટ, જૂનાગઢ, પંચમહાલ સહિતના જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. 

આજે નર્મદા, ભરૂચ સહિતના જિલ્લામાં વરસાદની આગાહી
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે અમદાવાદ, આણંદ, અરવલ્લી, દાહોદ, ગાંધીનગર, ખેડામાં વરસાદ થઈ શકે છે. આ ઉપરાંત મહીસાગર, પંચમહાલ, દીવ, અમરેલી, ભાવનગર, બોટાદ, ગીર સોમનાથ, જામનગર, જૂનાગઢ, પોરબંદર, સુરેન્દ્રનગર, રાજકોટ, નવસારી, વલસાડ, સુરત, ડાંગ, તાપી, નર્મદા, ભરૂચ અને છોટાઉદેપુરમાં વરસાદ વરસી શકે છે. 

આગામી 4, 5 અને 6 તારીખે વરસાદની આગાહી: ગુજરાતનાં આ જિલ્લાઓમાં લોકોએ ભરઉનાળે  છત્રી કાઢવી પડશે! I Gujarat weather alert: possibility of rain during 4t 5  6th march 2023 in Madhya ...

આવતીકાલે અહીં ખાબકી શકે છે ભારે વરસાદ
તો આવતીકાલે અમદાવાદ, આણંદ, અરવલ્લી, દાહોદ, ગાંધીનગર, ખેડા, મહીસાગર, પંચમહાલ, અમરેલી, ભાવનગર, બોટાદ, ગીર સોમનાથ, જામનગર, જૂનાગઢ, પોરબંદરમાં વરસાદની આગાહી છે. સાથે જ રાજકોટ, સુરેન્દ્રનગર, નવસારી, વલસાડ, સુરત, ડાંગ, તાપી, નર્મદા, ભરૂચ અને છોટાઉદેપુરમાં વરસાદની સંભાવના છે. 

27 જૂને પણ વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
27 જૂને મેઘરાજા નવસારી, વલસાડ, સુરત, ડાંગ, તાપી, નર્મદા, ભરૂચ અને છોટાઉદેપુરમાં ભારે વરસાદ તૂટી પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આ ઉપરાંત હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદને લઈને મોટી આગાહી કરી છે. 

ગુજરાતમાં વરસાદની આગાહી: રાજકોટ,અમરેલી, દીવથી લઈને બનાસકાંઠા સુધી જુઓ ક્યાં  ક્યાં પડશે વરસાદ | Rain forecast in Gujarat rain from Rajkot Amreli Diu to  Banaskantha

અંબાલાલ પટેલે પણ કરી છે આગાહી
અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે, બંગાળના ઉપસાગરમાં ઉભું થતું વરસાદી વહનના કારણે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થશે. 25થી 30 જૂનમાં રાજ્યના ભાગો ભારેથી અતિભારે વરસાદની શક્યતા રહેશે. મધ્ય ગુજરાત, ઉત્તર-મધ્ય, પૂર્વ ગુજરાતના ભાગોમાં વરસાદની શક્યતા છે. આહવા, ડાંગ અને વલસાડના ભાગોમાં વરસાદ વરસાદ વરસી શકે છે. જુલાઈ 5 સુધીમાં સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં પણ વરસાદની શક્યતા રહેશે. જે ચોમાસાનો વિધિવત વરસાદ હશે. 

સૌરાષ્ટ્રમાં પૂર તો દ.ગુજરાતમાં અતિભારે વરસાદ: જાણો અંબાલાલ પટેલે શું કરી  આગાહી | Floods in Saurashtra, heavy rains in South Gujarat: Find out what Ambalal  Patel predicted

નદીમાં થશે પાણીની આવકઃ અંબાલાલ
તેમણે જણાવ્યું હતું કે, આ વખતે ગુજરાતમાં ચોમાસું મોડું આવશે પરંતુ તેની એન્ટ્રી જોરદાર હશે. આ દરમિયાન ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થશે. ભારે વરસાદના કારણે નર્મદા અને તાપી નદીના જળ સ્તરમાં વધારો થશે. સાથે જ 10 જુલાઈ સુધીમાં સાબરમતી નદીમાં પાણીની આવક થવાની શક્યતા છે. વરસાદને લઈ જળાશયો, તળાવો, બંધોમાં પાણીની આવક વધશે. જૂનના અંતમાં અને જુલાઈ મહિનાની શરૂઆતમાં જે વરસાદ પડશે તે ગુજરાતમાં પાણીની સમસ્યા હલ કરવા માટે સહાય રૂપ રહેશે. 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ