radish leaves for diabetes know the surest way to consume radish leave to control blood sugar naturally
અવનવુ /
બ્લડ શુગર માટે બેસ્ટ છે મૂળાના પત્તા, આ રીતે સેવન કરવાથી થશે ઢગલાબંધ ફાયદા
Team VTV04:05 PM, 17 Nov 21
| Updated: 04:05 PM, 17 Nov 21
મૂળાના પત્તા પૌષ્ટિક તત્વોથી ભરપૂર હોય છે જે બ્લડ શુગરને કંટ્રોલ કરવામાં મદદ કરે છે.
મૂળાના પત્તા પૌષ્ટિક તત્વોથી ભરપૂર
મૂળાના પત્તાનું સેવન કરશો તો તમારું બ્લડ શુગર કંટ્રોલમાં રહેશે
ડાયાબિટીસના દર્દીઓે આ રીતે મૂળાના પત્તાનું સેવન કરી શકે
ડાયાબિટીસના દર્દી કઈ રીતે મૂળાના પત્તાનું સેવન કરી શકે?
મૂળાનુ સેવન સૂપ, સલાડ અને શાકભાજીના રૂપમાં કરવામાં આવે છે. પરંતુ શું તમે ક્યારેય મૂળાના પત્તાનું સેવન કર્યું છે? જો નહીં તો આજથી જ શરૂ કરી દો. કારણ કે તે તમારૂ બ્લડ શુગર કંટ્રોલમાં રાખવાની સાથે સાથે ઘણી બીમારીઓથી બચવામાં મદદ કરશે. મૂળાના પત્તા પૌષ્ટિક તત્વોથી ભરપૂર હોય છે, જે બ્લડ શુગરને કંટ્રોલ કરે છે. જાણો ડાયાબિટીસના દર્દી કઈ રીતે મૂળાના પત્તાનું સેવન કરી શકે.
બ્લડ શુગરમાં કારગર છે મૂળાના પત્તા
મૂળાના પાનમાં આયર્ન, કેલ્શિયમ, ફોલિક એસિડ, વિટામિન સી, ફોસ્ફરસ હોય છે, જે શરીરમાં શ્વેત કોષોને વધારે છે અને ઘણી બીમારીઓ સામે રક્ષણ આપે છે. આ સાથે મૂળામાં ગ્લાયકેમિક ઇન્ડેક્સ ઓછો હોય છે, જેના કારણે તેને ખાવાથી લોહીમાં શુગરના સ્તર પર અસર થતી નથી. તેઓ લોહીમાં શુગરના શોષણને નિયંત્રિત કરવામાં પણ મદદ કરે છે.
બ્લડ શુગરના દર્દીઓ આ રીતે કરો મૂળાના પત્તાનું સેવન
મૂળાના પાનનું સેવન તમે સલાડના રૂપમાં કરી શકો છો.
મૂળાના પત્તાને પાલકની જેમ જ થોડું ઉકાળીને થોડુ સિંધાલૂણ, લીંબૂ વગેરે નાખીને ખાઈ શકો છો.
સવારે ખાલી પેટે મૂળાના પત્તાના રસને પી શકાય છે.
મૂળાના પત્તાના શાકનું સેવન કરી શકાય છે.
પત્તા ઉપરાંત મૂળાનું સેવન પણ સલાડના રૂપમાં કરી શકાય છે.
જો તમે બ્લડ શુગરના દર્દી છો તો તમારી ડાયેટમાં અડધો કપ મૂળાને શામેલ કરી શકો છો.
તેનું સેવન મૂળાના સૂપ, ખીરા-મૂળાના સલાડ અથવા જ્યૂસના રૂપમાં કરી શકાય છે. તેનાથી બ્લડ શુગર કંટ્રોલમાં રહે છે.