prime minister narendra modi will give keynote address in sydney dialogue today will talk on technology development and revolution
BIG NEWS /
PM મોદી આજે ‘સિડની સંવાદ’માં આપશે મુખ્ય ભાષણ, ‘ટેક્નોલોજી ડેવલપમેન્ટ એન્ડ રિવોલ્યૂશન’ પર કરશે વાત
Team VTV08:34 AM, 18 Nov 21
| Updated: 08:46 AM, 18 Nov 21
PM નરેન્દ્ર મોદી આજે ભારતીય સમય અનુસાર સવારે 9 વાગે સિડની સંવાદમાં મુખ્ય ભાષણ આપશે.
સિડની સંવાદ 17થી 19 નવેમ્બર સુધી આયોજિત કરવામાં આવ્યો છે
પીએમ મોદી આજે સિડનીમાં દેશના પ્રોદ્યોગિકી વિકાસ અન ક્રાંતિના વિષય પર વાત કરશે
નરેન્દ્ર મોદીએ ક્વાર્ડ શિખર સંમેલનની પહેલા સ્કોટ મોરિસનથી મુલાકાત કરી હતી
સિડની સંવાદ 17થી 19 નવેમ્બર સુધી આયોજિત કરવામાં આવ્યો છે
પીએમ નરેન્દ્ર મોદી આજે સિડનીમાં દેશના પ્રોદ્યોગિકી વિકાસ અન ક્રાંતિના વિષય પર વિચાર વ્યક્ત કરશે. મળતી જાણકારી મુજબ પીએમ મોદીના ભાષણ પહેલા ઓસ્ટ્રેલિયાના પીએમ આરંભિક ભાષણ આપશે. ઉલ્લેખનીય છે કે સિડની સંવાદ 17થી 19 નવેમ્બર સુધી આયોજિત કરવામાં આવ્યો છે. આ ઓસ્ટ્રેલિયાની સામરિક નીતિ સંસ્થાનની એક પહેલ છે.
પીએમ મોદી આજે સિડનીમાં દેશના પ્રોદ્યોગિકી વિકાસ અન ક્રાંતિના વિષય પર વાત કરશે
હકીકતમાં કાર્યક્રમના મુખ્ય ઉદ્દેશ્ય રાજનેતાઓ, ઉદ્યોગ હસ્તિઓ સહિત સરકારી પ્રમુખોની વ્યાપક ચર્ચા, નવા વિચાર રજુ કરવાનો છે. સાથે મહત્વપૂર્ણ ટેક્નોલોજીથી ઉત્પન્ન પ્રસંગો તથા પડકારોન સામાન્ય સમજ વિકસિત કરવાની દિશામાં કામ કરવા માટે એક મંચ પર તમામને લઈને આવશે. ત્યાકે આ કાર્યક્રમમાં ઓસ્ટ્રેલિયાના પીએમ સ્કોટ મોરિસન સહિત જાપાનના પૂર્વ પ્રધાનમંત્રી શિજો આબેનું પણ સંબોધન થશે.
નરેન્દ્ર મોદીએ ક્વાર્ડ શિખર સંમેલનની પહેલા સ્કોટ મોરિસનથી મુલાકાત કરી હતી
ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ક્વાર્ડ શિખર સંમેલનની પહેલા સ્કોટ મોરિસનથી મુલાકાત કરી હતી. આ મુલાકાતમાં તેમણે હિંદુ- પ્રશાંત સહિત દ્વિપક્ષીપ, ક્ષેત્રીય અને વૈશ્વિક મહત્વના મુદ્દા પર ચર્ચા કરી હતી. ત્યારે બેઠક પહેલા બન્નેએ ફોન પર વાતચીત કરી હતી અને આ દરમિયાન ભારત- ઓસ્ટ્રેલિયા વ્યાપક રણનીતિક પર વાતચીત થઈ હતી.