બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / રાજકોટ / Police arrested 2 accused who attacked petrol pump employee

કાયદાનું ભાન / રાજકોટમાં પોલીસ બની સિંઘમ! પેટ્રોલપંપ દાદાગીરી કરનારાઓને કલાકોમાં જ સીધા કર્યા, કાન પકડીને મંગાવી માફી

Malay

Last Updated: 11:49 AM, 4 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Rajkot News: કુવાડવા રોડ પર આવેલા પેટ્રોલપંપના કર્મચારી પર જીવલેણ હુમલો કરનારા બંને આરોપીઓને પોલીસે ઝડપી પાડી કાયદાનું ભાન કરાવ્યું.

 

  • પેટ્રોલપંપમાં આતંક મચાવનારાની ધરપકડ
  • પોલીસે 2 આરોપીઓની કરી ધરપકડ
  • ધરપકડ થયા બાદ કાયદાનો પાઠ ભણાવ્યો

રાજકોટના કુવાડવા રોડ પર આવેલા પેટ્રોલપંપના કર્મચારી પર હુમલો કરનારાઓને પોલીસે ગણતરીની કલાકોમાં જ ઝડપી પાડ્યા હતા. બી-ડિવિઝન પોલીસે ગણતરીની કલાકમાં 2 આરોપીને દબોચી લઈને જાહેરમાં કાયદાનો પાઠ ભણાવ્યો હતો. પોલીસે બંને આરોપીઓ પાસે જાહેરમાં માફી પણ મંગાવડાવી હતી. 

પેટ્રોલપંપના કર્મચારી પર કર્યો હતો જીવલેણ હુમલો
મળતી માહિતી અનુસાર, શહેરના કુવાડવા રોડ પર આવેલા સેલ પેટ્રોલ પંપ પર પેટ્રોલ ભરાવા બાબતે કર્મચારી સાથે બોલાચાલી થયા બાદ બે શખ્સોએ કર્મચારી પર છરી વડે હુમલો કર્યો હતો. જેમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા વિનોદભાઇ ગરેજા (ઉં.વ 28) નામના કર્મચારીએ શહેરના બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. 

પોલીસે ગણતરીની કલાકોમાં જ બંનેને દબોચી લીધા
વિનોદભાઈની ફરિયાદના આધારે પોલીસે સીસીટીવી કેમેરાની ફૂટેજની મદદથી આરોપીઓની શોધખોળ હાથ ધરી હતી. પોલીસે આરોપીઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા. જે બાદ બી ડિવિઝન પોલીસની ટીમે આફતાબ ઠેબા અને ફૈઝલ બ્લોચ નામના બે આરોપીઓને ગણતરીની કલાકોમાં જ દબોચી લીધા હતા. 
 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ