બ્રેકિંગ ન્યુઝ
VTV / pm narendra modi all party meeting on 19 june delhi
Kavan
Last Updated: 02:47 PM, 17 June 2020
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે, પ્રધાનમંત્રી કાર્યાલય દ્વારા બુધવારે કરવામાં આવેલ એક ટ્વીટમાં આ અંગે જાણકારી આપવામાં આવી હતી. ભારત-સીમા ક્ષેત્રમાં સ્થિતિ પર ચર્ચા કરવા માટે પ્રધાનમંત્રી મોદીએ આગામી 19 જૂનના રોજ દેશની તમામ રાજકીય પાર્ટીઓની બેઠક બોલાવી છે. જેમાં વિવિધ પક્ષના વડાઓ સામેલ થશે.
In order to discuss the situation in the India-China border areas, Prime Minister @narendramodi has called for an all-party meeting at 5 PM on 19th June. Presidents of various political parties would take part in this virtual meeting.
— PMO India (@PMOIndia) June 17, 2020
ADVERTISEMENT
રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને પ્રધાનમંત્રી પર કર્યા પ્રહાર
ચીન સરહદ વિવાદમાં 20 ભારતીય જવાનોની શહાદતથી આખો દેશ ગુસ્સે છે અને વિપક્ષ સવાલો ઉભા કરી રહ્યા છે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું કે ચીને આપણા દેશની જમીન છીનવી લીધી છે, આપણી જમીન પડાવી લીધી છે. પ્રધાનમંત્રી, તમે કેમ મૌન છો? તમે ક્યાં છુપાયેલ છે, તમે બહાર આવો! આખો દેશ, અમે બધા તમારી સાથે ઉભા છીએ.
Why is the PM silent?
— Rahul Gandhi (@RahulGandhi) June 17, 2020
Why is he hiding?
Enough is enough. We need to know what has happened.
How dare China kill our soldiers?
How dare they take our land?
જવાનોની શહાદત દેશ નહીં ભૂલે : રાજનાથ સિંહ
ભારત અને ચીનની સરહદ પર ગલવાન ઘાટીમાં શહીદ થયેલા ભારતના 20 જવાનોને રક્ષામંત્રી રાજનાથસિંહે શ્રદ્ધાંજલી આપી છે. રક્ષામંત્રી રાજનાથસિંહે પોતાના ટ્વિટ પરથી નિવેદન જારી કર્યું છે. રાજનાથસિંહે લખ્યું કે ગલવાન ઘાટીમાં સેનાના જવાનોએ પોતાની ફરજ નિભાવતાં પોતાનો જીવ આપ્યો છે, દેશ તેમના બલિદાનને ક્યારેય ભુલી નહીં શકે.
રાજનાથસિંહે ટ્વિટ કરી લખ્યું છે કે ગલવાન ઘાટીમાં સૈનિકોને ગુમાવવા દર્દનાક છે. આપણા સૈનિકોએ પોતાની ફરજ નિભાવતા દેશ માટે જીવ આપ્યો છે. દેશ તેમના બલિદાનને ક્યારેય ભૂલી શકશે નહીં.
વિપક્ષનો મોદી સરકારને સવાલ
ભારત અને ચીન વચ્ચે લદ્દાખમાં સતત વધી રહેલા તણાવને લઇને કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને વાયનાડના સાંસદ રાહુલ ગાંધીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર નિશાન તાક્યું છે. રાહુલ ગાંધીએ ટ્વિટ કરી જણાવ્યું છે કે બસ, હવે ઘણું થયું, દેશ જાણવા માગે છે કે આખરે થયું શું?, PM મોદી કેમ મૌન છે? બીજી બાજુ કોંગ્રેસના દિગ્ગજ નેતા ચિદમ્બરમે પણ ચીનની સેના સાથે થયેલી અથડામણમાં ભારતીય જવાનોની શહીદી બાદ ટ્વિટર પર કેન્દ્ર સરકારને ઘેરી હતી. ચિદમ્બરમે કહ્યું કે દેશ રક્ષા મંત્રાલય અથવા સેના મુખ્યાલયની તરફથી કોઇ નિવેદનને લઇને રાહ જોઇ રહી છે.
સોમવારે રાતે થયેલી હિંસક અથડામણમાં ભારતના 20 જવાન શહીદ
LAC પર સોમવારે ચીન સાથે થયેલી હિંસક અથડામણમાં ભારતના 20 જવાનો શહીદ થયા છે તેવું સરકારી સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું ત્યાર બાદ ભારતીય સેનાએ પણ આ વાતની પુષ્ટિ કરી હતી. અગાઉ મંગળવારે બપોરે સત્તાવાર રીતે એક ઓફિસર અને 2 જવાનો શહીદ થયા હોવાની ખબર સામે આવી હતી ત્યારે હવે સત્તાવાર રીતે પ્રાપ્ત થયેલી જાણકારી મુજબ આ હિંસક અથડામણમાં 20 જવાનો શહીદ થયા છે. સોમવાર રાત્રે બંને દેશો વચ્ચે સેનાઓની વચ્ચે હિંસક અથડામણ દરમ્યાન આ ઘટના બની હતી. આ ઘટના ત્યારે બની જ્યારે સોમવારે રાતે ગલવાન ઘાટી પાસે બંને દેશો વચ્ચે વાતચીત બાદ સ્થિતિ સામાન્ય થવા તરફ વધી રહી હતી.
ચીનના સૈનિકોના મોત પરંતુ ડ્રેગન સ્વીકારવા તૈયાર નહીં
પૂર્વ લદ્દાખની ગલવાન ઘાટીમાં ચીન સાથે થયેલી હિંસક અથડામણમાં ભારતના ઓછામાં ઓછા 20 જવાન શહીદ થયા છે. જ્યારે આ અથડામણમાં ચીનને પણ ભારે નુકસાન પહોંચ્યું છે. જેમાં ચીનના પણ 43 સૈનિકો ઇજાગ્રસ્ત કે મૃત્યુ પામ્યા છે તેવા સૂત્રો દ્વારા સમાચાર મળ્યાં છે. આ વચ્ચે LACની બીજી તરફ ચીનના હેલિકોપ્ટર જોવા મળ્યાં છે. સૂત્રોને મળતી જાણકારી મુજબ આ હેલિકોપ્ટરમાં મૃત અને ઘાયલ સૈનિકોને એરલિફ્ટ કરવામાં આવી રહ્યાં છે. જો કે ચીની મીડિયામાં તેમના સૈનિકોના મોતને લઈને કોઈ ખબર છપાઈ ન હતી અને માત્ર અથડામણ થઈ હતી તેવું કવરેજ કરાયું હતું.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.