બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / pm modi will launch vande bharat train with metro phase 2 in ahmedabad

ગુજરાત પ્રવાસ / વતનમાં PM: વંદે ભારત એક્સપ્રેસ અને મેટ્રો ટ્રેનને આપશે લીલીઝંડી, બનાસકાંઠામાં પણ આપશે વિકાસ કાર્યોની ભેટ, જાણો વિગત

Dhruv

Last Updated: 08:53 AM, 30 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

PM નરેન્દ્ર મોદી બે દિવસના ગુજરાત પ્રવાસે છે. ત્યારે આજે તેમના પ્રવાસનો બીજો દિવસ છે. તેઓ આજે પણ ગુજરાતને અનેક વિકાસકાર્યોની ભેટ આપશે.

 • PM મોદીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ
 • PM વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન રાષ્ટ્રને કરશે સમર્પિત
 • PM મોદી મેટ્રો ટ્રેનના 2 રૂટની શરૂઆત કરાવશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે 'વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન' રાષ્ટ્રને સમર્પિત કરશે. PM મોદી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને ફ્લેગ ઓફ કરાવશે. ગાંધીનગરથી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને ફ્લેગ ઓફ કરાવશે. PM મોદી આજે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનમાં મુસાફરી કરશે. ત્યાર બાદ ગાંધીનગરથી મુંબઈ વચ્ચે સેમી હાઇસ્પીડ ટ્રેન દોડશે.

ગાંધીનગરથી મુંબઈ વચ્ચે દોડશે હાઇસ્પીડ ટ્રેન

નોંધનીય છે કે, વંદે ભારત ટ્રેન ગાંધીનગરથી મુંબઈ વચ્ચે દોડતી હાઇસ્પીડ ટ્રેન હશે. આ ઉપરાંત વંદે ભારત ટ્રેન દેશમાં જ બનાવવામાં આવેલી ‘KAVACH’ ટેક્નિકથી સજ્જ પહેલી વંદે ભારત ટ્રેન છે. આ ટ્રેન માત્ર 52 સેકન્ડમાં જ 0થી 100 કિલોમીટર સુધીની ઝડપ પ્રાપ્ત કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વંદે ભારત ટ્રેનમાં બેસીને ગાંધીનગરથી અમદાવાદ આવશે અને ત્યારબાદ મેટ્રો ફેઝ-1નું લોકાર્પણ કરશે.

વંદે ભારત ટ્રેનમાં પેસેન્જરને આપવામાં આવતી સુવિધા

 • GSM અથવા GPRS
 • ટચ-ફ્રી સ્લાઇડિંગ ડોર
 • સીસીટીવી કેમેરા
 • પેસેન્જર ઇન્ફોર્મેશન સેન્ટર
 • વેક્યૂમ બાયોટોયલેટ્સ
 • સ્મોકિંગ ડિટેક્શન એલાર્મ
 • 180 ડિગ્રી રિવોલ્વિંગ ચેર
 • વાઇફાઈની સુવિધા
 • દિવ્યાંગ માટે વિશેષ ટોયલેટ્સ

અમદાવાદમાં મેટ્રો ટ્રેનના 2 રૂટની કરાવશે શરૂઆત

અમદાવાદને પણ આજે PM મોદી મોટી ભેટ આપશે. જેના લીધે અમદાવાદમાં ટ્રાન્સપોર્ટેશન વધુ સરળ બનશે. PM મોદી આજે અમદાવાદમાં મેટ્રો ટ્રેનના 2 રૂટની શરૂઆત કરાવશે. શહેરના કાલુપુર-થલતેજ અને ગ્યાસપુર-મોટેરા રૂટની શરૂઆત કરાવશે. PM મોદી કાલપુરથી મેટ્રો ટ્રેનમાં થલતેજ સુધી મુસાફરી કરશે. AES ગ્રાઉન્ડ પર PM મોદી સભાને સંબોધન કરશે. ત્યાર બાદ આજે PM મોદી અંબાજીની પણ મુલાકાત લેશે. PM મોદી આજે અંબાજી મંદિરમાં દર્શન કરશે. PM મોદી અંબાજી મંદિરે માના દર્શન કરી ગબ્બરે પણ જ્યોતના દર્શન કરશે.

PM મોદી અંબાજીથી અનેક વિકાસ કાર્યોના કરશે ખાતમુહૂર્ત-લોકાર્પણ

PM મોદી અંબાજીથી અનેક વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત-લોકાર્પણ કરશે. બનાસકાંઠામાં રૂ. 7908 કરોડના વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે. 61,805 આવાસોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવશે. રૂ.1967 કરોડના ખર્ચે આવાસનું પણ ખાતમુહૂર્ત કરશે. રૂ.124 કરોડના ખર્ચે તૈયાર થનારા અંબાજી બાયપાસ રોડનું ખાતમુહૂર્ત કરશે. બનાસકાંઠાના મીઠા-થરાદ-ડીસા-લાખણી રોડનું પણ PM મોદી લોકાર્પણ કરશે. આ સિવાય તારંગા હિલથી આબુ રોડ બ્રોડગેજ રેલવે લાઇનનું PM મોદી ભૂમિપૂજન કરશે. રૂ.2798 કરોડના ખર્ચે બ્રોડગેજ લાઇનનું નિર્માણ કરવામાં આવશે. ડીસા એરફોર્સ સ્ટેશનમાં રનવે ઇન્ફ્રાન્ટ્રક્ચર સંબંધિત કામનું ભૂમિપૂજન કરશે. PM મોદી અંબાજીમાં આજે જાહેરસભાને પણ સંબોધશે. ત્યાર બાદ સાંજના 7 વાગ્યે PM મોદી અંબાજીમાં પૂજા કરશે. PM મોદી ગબ્બર ખાતે મહાઆરતીમાં પણ ભાગ લેશે. PM મોદી ગૌવંશોના નિભાવ ખર્ચ માટેની યોજનાની પણ શરૂઆત કરાવશે. આ સાથે મુખ્યમંત્રી ગૌ માતા પોષણ યોજનાનો પ્રારંભ કરાવશે. PM મોદી અંબાજીથી આ યોજનાનો પ્રારંભ કરાવશે. ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકારે વર્ષ 2022-23ના બજેટમાં આ અંગે જાહેર કરી હતી.

સંકળાયેલા મુદ્દાઓ

Ahmedabad Metro train Vande Bharat Express pm modi gujarat visit પીએમ મોદી ગુજરાત પ્રવાસ વંદે ભારત એક્સપ્રેસ pm modi gujarat visit
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ