બ્રેકિંગ ન્યુઝ
VTV / PM Modi Meets General Rawat, Reviews Preparations by Armed Forces in Fight Against Covid-19
Last Updated: 04:34 PM, 26 April 2021
ADVERTISEMENT
સીડીએસ રાવતે પીએમને જણાવ્યું કે છેલ્લા 2 વર્ષમાં સશસ્ત્ર દળોમાંથી નિવૃત થયેલા કે સમય પહેલા રિટાયરમેન્ટ લેનાર તમામ મેડિકલ કર્મચારીઓને કોવિડ કેન્દ્રોમાં કામ કરવા બોલાવાઈ રહ્યાં છે. કામકાજનું સ્થળ તેમના ઘેરથી દૂર નહીં હોય.
ADVERTISEMENT
નિવૃત સૈનિકોને પાછા બોલાવાશે
જનરલ બિપિન રાવતે પીએમને એવું પણ જણાવ્યું કે અગાઈ રિટાયર થયેલા બીજા મેડિકલ અધિકારીઓને પણ કોવિડ સેવા આપવાની વિનંતી કરાઈ છે. કમાન્ડ મુખ્યાલય, કોર્પ્સ કમાન્ડ, ડિવિઝન મુખ્યાલય તથા નેવી અને એરફોર્સના અધિકારીઓ તથા કર્મચારીઓને હોસ્પિટલોમાં તહેનાત કરવામાં આવશે.
સૈનિકો અને અધિકારીઓ હોસ્પિટલમાં સેવા આપશે
રાવતે પ્રધાનમંત્રીને એવી પણ જાણ કરી કે ડોક્ટરોને મદદ કરવા માટે સેંકડો નર્સિંગ કર્મચારીઓને પણ હોસ્પિટલોમાં મોકલાઈ રહ્યાં છે તથા સશસ્ત્ર દળોના મુખ્યાલયોમાં રહેલા ઓક્સિજન સિલિન્ડર્સને હોસ્પિટલોમાં પહોંચાડવામાં આવી રહ્યાં છે.
સશસ્ત્ર દળો મોટી સંખ્યામાં મેડિકલ સુવિધાઓ ઊભી કરી રહ્યાં છે
રાવતે જણાવ્યું કે સશસ્ત્ર દળો મોટી સંખ્યામાં મેડિકલ સુવિધાઓ ઊભી કરી રહ્યાં છે જ્યાં લોકોને મેડિકલ સુવિધાઓ પૂરી પાડવામાં આવશે. પ્રધાનમંત્રીએ સશસ્ત્ર દળો દ્વારા થઈ રહેલા પ્રયાસો અને તૈયારીની પણ જાણકારી સીડીએસ રાવત પાસેથી મેળવી હતી. દૂરદરાજના વિસ્તારોમાં શક્ય હોય તેટલી વધારે સહાય પહોંચાડવા વિવિધ હેડક્વાર્ટર્સમાં તહેનાત કેન્દ્રીય અને રાજ્ય સૈનિક વેલ્ફેર બોર્ડના અધિકારીઓને દિગ્ગજોની સેવા સાથે કોર્ડિનેટ કરવાનું સૂચના આપવામાં આવી રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
વાયરલ વીડિયો / પાપાની પરીઓએ કુદરત સામે બાથ ભીડી, વાયરલ થઇ ગયો કાંડ
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
વાયરલ વીડિયો / પાપાની પરીઓએ કુદરત સામે બાથ ભીડી, વાયરલ થઇ ગયો કાંડ
ટ્રકનો પણ અકસ્માત / અમદાવાદ પ્લેન ક્રેશનો કાટમાળ લઇ જઇ રહેલા ટ્રકનો પણ અકસ્માત
ADVERTISEMENT