બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / PM MODI FLAGS OFF THE METRO RAIL IN AHMEDABAD
Parth
Last Updated: 11:55 AM, 30 September 2022
દોડવા લાગી મેટ્રો, PMએ પોતે સવારી કરી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 29 અને 30 સપ્ટેમ્બર એમ બે દિવસ ગુજરાતની મુલાકાતે આવ્યા છે. છેલ્લા ઘણા સમયથી અમદાવાદીઓ જેની રાહ જોતા હતા એવી મેટ્રો ટ્રેનની ભેટ નવરાત્રિમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આપવામાં આવી છે. અમદાવાદમાં સતત દિવસે ને દિવસે ટ્રાફિક ની સમસ્યા વધી રહી છે જેના કારણે એક જગ્યા પર થી બીજી સ્થળે જવા માટે ખાસો સમય ટ્રાવેલિંગ માં વેડફાઈ જતો હતો. પરંતુ હવે આ ટ્રેન શરૂ થઈ ગયા બાદ સામાન્ય નાગરિકો અને નોકરીયાત વર્ગ ને પણ સમયસર પહોંચવામાં તકલીફ નહિ પડે..વસ્ત્રાલ થી થલતેજ ના આ રૂટ ઓર આખું અમદાવાદ આવી જશે
ADVERTISEMENT
મેટ્રોની શરૂઆત થતાં હવે હજારો લોકોને સુવિધા મળી જવાના કારણે સમય અને પેટ્રોલ બંનેની બચત થશે. આટલું જ નહીં રસ્તા પર ધૂળ અને પ્રદૂષણથી શાંતિ મળશે એ તો જુદું જ.
શું હશે ટિકિટના ભાવ
હાલમાં મેટ્રોની ટિકિટ 5થી શરૂ કરીને 25 રૂપિયા સુધીની રહેશે જેમાં રહેશે. જેમાં પ્રથમ 2.5 કિમી માટે 5 રૂપિયા, 2.5 કિમીથી 7.5 કિમી સુધી રૂ.10 , 7.5 કિમીથી 12.5 કિમીના રૂ. 15, 12.5 કિમીથી 17.5 કિમીના રૂ. 20, 17.5 કિમીથી 22.5 કિમી માટે 25 રૂપિયા ભાડું ચૂકવવું પડશે.
ADVERTISEMENT
અંડરગ્રાઉન્ડ રૂટ પણ છે
21 કિલોમીટર લાંબા આ કોરિડોરની ખાસિયત એ છે કે મેટ્રો ટ્રેન નદીની ઉપરથી પસાર થાય છે અને શહેરના નીચેથી પણ પસાર થાય છે. શહેરનો ભરચક ટ્રાફિક વિસ્તારની નીચેથી ટ્રેન પસાર થઈ અને કાંકરિયા પૂર્વમાં બહાર નીકળશે. આ પ્રોજેક્ટની વિશેષ વાત કરીએ તો મેટ્રો ટ્રેન શાહપુર દરવાજાથી કાંકરિયા પૂર્વ સુધી અન્ડરગ્રાઉન્ડ 6.5 કિલોમીટર દોડવાની છે. આ અન્ડરગ્રાઉન્ડ ટનલમાં શાહપુર, ઘી કાંટા, કાલુપુર અને કાંકરિયા પૂર્વ એમ કુલ 4 સ્ટેશન આવશે.વસ્ત્રાલ થી થલતેજ સુધી 18 મેટ્રો સ્ટેશન આવેલા છે. આ ટ્રેન મુસાફરીમાં કરતા લોકોને અંડર ગ્રાઉન્ડ મુસાફરીનો રોમાંચ માણવા મળશે.
મેટ્રો ટ્રેનની શું છે વિશેષતા?
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.