બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / pf account tips how to withdraw advance money from pf account

તમારા કામનું / ઇમરજન્સીમાં PFના પૈસા ઉપાડવા ફૉલો કરો આ ટિપ્સ, માત્ર 3 દિવસમાં જ રૂપિયા એકાઉન્ટમાં જમા

Manisha Jogi

Last Updated: 12:04 PM, 26 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તમે નોકરી ચાલુ હોય ત્યારે પણ PF એકાઉન્ટમાંથી પૈસા ઉપાડી શકો છો. જો તમે પણ ચાલુ નોકરીએ પૈસા મેળવવા માંગો છો, તો માત્ર ત્રણ દિવસમાં તમારા બેન્ક એકાઉન્ટમાં પૈસા આવી શકે છે.

  • PF એકાઉન્ટમાંથી પૈસા ઉપાડી શકો છો
  • તો માત્ર ત્રણ દિવસમાં તમારા બેન્ક એકાઉન્ટમાં પૈસા આવી શકે છે
  • ફોલો કરો આ આ સ્ટેપ્સ 

આર્થિક જરૂરિયાત પૂર્ણ કરવા માટે લોકો નોકરી કરે છે. નોકરિયાત વર્ગ સવારથી સાંજ કામ કરે ત્યારે મહિના પછી પગાર મળે છે. નોકરી કરતા હોય તેમનો PF પણ કાપવામાં આવે છે. આ એક પ્રકારનું પીએફ એકાઉન્ટ હોય છે, જેના પર વાર્ષિક વ્યાજ આપવામાં આવે છે. નોકરી મુક્યા પછી તમે આ પીએફ મેળવી શકો છો. હવે તમે નોકરી ચાલુ હોય ત્યારે પણ PF એકાઉન્ટમાંથી પૈસા ઉપાડી શકો છો. જો તમે પણ ચાલુ નોકરીએ પૈસા મેળવવા માંગો છો, તો માત્ર ત્રણ દિવસમાં તમારા બેન્ક એકાઉન્ટમાં પૈસા આવી શકે છે. જાણો કઈ રીતે?

તમે ‘કોવિડ ઓપ્શન’ PF એકાઉન્ટમાંથી પૈસા ઉપાડી શકો છો. તમારી જેટલી પણ રકમ જમા થઈ છે, તેમાંથી 75 ટકા રકમ ઉપાડી શકો છો અને ત્રણ દિવસમાં તમારા બેન્ક એકાઉન્ટમાં જમા થઈ જશે.  

શું તમે પણ PF એકાઉન્ટમાંથી પૈસા ઉપાડવા માંગો છો? તો ફોલો કરો આ સ્ટેપ્સ. 

  • સૌથી પહેલા EPFOની અધિકૃત વેબસાઈટ unifiedportal-mem.epfindia.gov.in/memberinterface/ ની મુલાકાત લો. 
  • હવે UAN નંબર, પાસવર્ડ અને કેપ્ચા કોડથી લોગિન કરો. 
  • હવે UAN વાળા વિકલ્પમાં જઈને ‘ઓનલાઈન સર્વિસ’ વિકલ્પ પર ક્લિક કરો. 
  • હવે નીચેની તરફ ક્લેઈમ ઓપ્શન હશે, તેના પર ક્લિક કરો. 
  • હવે બેન્ક એકાઉન્ટ વેરિફાય કરો. 
  • હવે પીએપ એડવાન્સ ફોર્મ પર ક્લિક કરો.
  • હવે પૈસા કાઢવાના ઓપ્શનમાં ‘કોવિડ એડવાન્સ’ વિકલ્પની પસંદગી કરો અને જેટલા પૈસા કાઢવા છે, તે એન્ટર કરો. 
  • હવે કેન્સલ ચેક અથવા પાસબુકની કોપી પીડીએફ ફોર્મેટમાં અપલોડ કરો.
  • હવે મોબાઈલમાં આવેલ OTP એન્ટર કરો અને સબમિટ કરો. 
     
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ