ભડકો / પેટ્રોલ-ડીઝલમાં ભાવવધારો અટકવાનું નામ નથી લેતા, સતત 11માં દિવસે વધીને ભાવ થયો આટલો

petrol diesel price hike for the eleven day

પેટ્રોલ-ડીઝલની કિંમતમાં થઇ રહેલો વધારો અટકવાનું નામ લઇ રહ્યો નથી. સરકારી ઓઇલ માર્કેટિંગ કંપની (HPCL, BPCL, IOC) એ સતત 11માં દિવસે પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં વધારો કર્યો છે. દેશની રાજધાની દિલ્હીમાં બુધવારે એક લીટર પેટ્રોલની કિંમત વધીને 77.28 રૂપિયા થઇ ગયેલી જોવા મળી. જ્યારે ડીઝલની કિંમત 75.79 રૂપિયા પ્રતિ લીટર પર પહોંચી ગઇ છે. આમ પેટ્રોલની કિંમતમાં 55 પૈસા અને ડીઝલની કિંમતમાં 69 પૈસાનો વધારો જોવા મળ્યો છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા 11 દિવસમાં પેટ્રોલમાં 6 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલમાં 6.40 પ્રતિ લીટર મોંઘુ થયું છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x