બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Overspeed dumper hits 2 cousins in Patan, one dies

અકસ્માત / ફરી ડમ્પરના પૈડાં બન્યા યમદૂત: પાટણમાં બે સગી બહેનોને મારી ટક્કર, 24 વર્ષની યુવતીનું કરૂણ નિધન, રોષે ભરાયેલા લોકોએ ચક્કાજામ કર્યું

Priyakant

Last Updated: 12:14 PM, 17 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Patan Accident Latest News: પાટણ શહેરમાં બેફામ દોડતા રેતના ટર્બાઓ એક બાદ એક લઈ રહ્યા છે લોકોનાં જીવ, નવજીવન ચાર રસ્તા પાસે ઓવરસ્પિડ ડમ્પરે 2 સગી બહેનોને મારી ટક્કર, એકનું મોત

  • પાટણમાં ડમ્પરની અડફેટે યુવતીનું મોત 
  • ડમ્પરે 2 સગી બહેનોને મારી ટક્કર 
  • દીપિકા પરમાર નામની યુવતીનું મોત 
  • રેતીના ડમ્પરથી સ્થાનિકો પરેશાન 
  • બેફામ ડમ્પર વિરુદ્ધ કાર્યવાહીની લોકમાગ 

Patan Accident : પાટણ શહેરમાં બેફામ દોડતા રેતીના ટર્બાઓ એક બાદ એક લોકોનાં જીવ લઈ રહ્યા હોવાની સ્થિતિ બની છે. વાત જાણે એમ છે કે, પાટણમાં ડમ્પરની અડફેટે એક યુવતીનું મોત થયાનું સામે આવ્યું છે. પાટણના નવજીવન ચાર રસ્તા પાસે ઓવરસ્પિડમાં આવેલ ડમ્પરે બે સગી બહેનોને અડફેટે લેતા એક યુવતીનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. આ તરફ અન્ય એક યુવતીને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાઇ હતી. 

પાટણ જિલ્લામાં ડમ્પર ચાલકોના બેફામ ડ્રાઇવિંગને કારણે અવાર-નવાર અકસ્માતની ઘટના સામે આવતી હોય છે. આ તરફ આજે પાટણ શહેરના નવજીવન ચાર રસ્તા પાસે બેફામ બનેલ રેતીના ડમ્પરે બે સગી બહેનોને અડફેટે લીધી હતી. આ દરમિયાન દીપિકા પરમાર નામની 24 વર્ષીય યુવતીનું ઘટનાસ્થળે જ દર્દનાક મોત થયું છે. આ તરફ તેની સગી બહેનને પણ ઇજાઓ પહોંચી હોઇ તેને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. મહત્વનું છે કે, પાટણમાં બેરોકટોક ચાલતા રેતીના ડમ્પરથી સ્થાનિકો પરેશાન હોઇ રસ્તાઓ પર બેફામ ચાલતા ડમ્પર વિરુદ્ધ કાર્યવાહી કરવા માગ ઊભી થઈ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ