...Otherwise PAN card will be deactivated by March 31, how appropriate is the penalty of 1 thousand if there is no PAN-Aadhaar link?
મહામંથન /
...નહી તો 31 માર્ચ સુધીમાં પાનકાર્ડ નિષ્ક્રિય થઈ જશે, પાન-આધાર લિંક ન હોય તો 1 હજારનો દંડ કેટલો યોગ્ય?
Team VTV08:24 PM, 19 Mar 23
| Updated: 08:26 PM, 19 Mar 23
પાનકાર્ડ એક એવો દસ્તાવેજ છે જે સરેરાશ ભારતીય પોતાની પાસે ધરાવતો જ હશે પરંતુ તેની આંટીઘૂંટીમાં ઊંડો નહીં ઉતર્યો હોય. 2012થી અસ્તિત્વમાં આવેલું આધારકાર્ડ પણ આજકાલ ચર્ચામાં છે.
જો તમે હજુ સુધી પાનકાર્ડને આધારકાર્ડ સાથે લિંક ન કરાવ્યું હોય તો 31 માર્ચ સુધીનો તમારી પાસે સમય છે. અને જો 31 માર્ચ સુધીમાં પાન-આધાર લિંક ન થયું તો તમારું પાનકાર્ડ નિષ્ક્રિય થઈ જશે. આ ચર્ચા હાલ સૌકોઈના મુખે છે.. જનજનના મુખે પાનકાર્ડ-આધારકાર્ડ લિંક કરવાની વાતો ચાલી રહી છે. આ સ્થિતિ કેમ ઉભી થઈ અને શા માટે પાન-આધાર લિંક કરવામાં આવી રહ્યા છે એ ચર્ચા તો બાદની છે.. પણ બન્ને કાર્ડને લિંક કરવા માટે હાલ તો લોકો મૂંઝવણમાં મુકાયા છે. સરકાર દ્વારા જેટલા સરળતાથી નિયમોની જાહેરાત કરી દેવામાં આવે છે.. એટલી જ સરળતાથી નિયમોનું અમલીકરણ કરાવવામાં અડચણો કેમ આવે છે તે સમજી નથી શકાતું. લોકોમાં પણ મૂંઝવણ ઉભી થઈ છે કે આખરે તેમનું પાનકાર્ડ આધારકાર્ડ સાથે લિંક છે કે નહીં. એવા લોકો પણ મૂંઝવણમાં છે જેમના પાન-આધાર ઓલરેડી લિંક થઈ ગયેલા છે. ઈન્કમટેક્સ રિટર્ન ભરતા હશો તો તમારું પાનકાર્ડ આધાર સાથે લિંક હશે જ
સીધી અને સરળ બાબત એ છે કે જો તમે ઈન્કમટેક્સ રિટર્ન ભરતા હશો તો તમારું પાનકાર્ડ આધાર સાથે લિંક હશે જ. તેમ છતાં જો લિંક છે કે નહીં તે જાણવું હોય તો તે પણ વેબસાઈટની મદદથી જાણી શકાશે. અને લિંક નહીં હોય તો લિંક પણ કરી શકાશે. જોકે તેના માટે 1 હજાર રૂપિયા ચાર્જ ચૂકવવો પડશે. પાનકાર્ડ અને આધારકાર્ડ લિંક કરાવવાની જે માથાકૂટ હાલ ઉભી થઈ છે. તે સરળ અને સુચારું કઈ રીતે થાય તે પણ સરકારે જોવું જોઈએ.. સવાલ એ છે કે શું પાનકાર્ડ-આધરકાર્ડ લિંકિંગમાં સરકાર કોઈ મદદ ન કરી શકે. બેંકમાં KYC સબમીટ થાય જ છે તો લિંકિંગમાં સમસ્યા કેમ આવી રહી છે..
પાન-આધાર લિંક છે કે નહીં, કેવી રીતે જાણશો?
incometaxindiaefiling.gov.in વેબસાઈટ પર જાઓ. ત્યારે બાદ ડાબી બાજુ `ક્વિક લિંક્સ'નો વિકલ્પ જોવા મળશે. જ્યાં `ક્વિક લિંક્સ'ના વિકલ્પમાં `લિંક આધાર' પર ક્લિક કરો. જો પાન-આધાર જોડવા અરજી આપેલી હોય તો પેજ તપાસો. હવે આ લિંક તમને બીજા પેજ પર લઈ જશે. અહીં પાનકાર્ડ અને આધારકાર્ડ નંબર દાખલ કરો. વ્યૂ લિંક આધાર સ્ટેટસ ઉપર સ્ટેટસ ચેક કરો. માહિતી દાખલ કર્યા બાદ પાનકાર્ડ અને આધારકાર્ડ લિંક અંગેની માહિતી મળશે.
આધાર-પાનને લિંક કરવાની પ્રોસેસ શું છે?
સૌથી પહેલા તો 1 હજાર રૂપિયાની ચુકવણી કરવી પડશે. આ બાદ ઈન્કમટેક્સની વેબસાઈટ પર જાઓ. અહીં ક્વિક લિંકમાં આધાર લિંક પર ક્લિક કરો. પાન અને આધાર નંબર લખીને અને વેલિડેટ પર ક્લિક કરો. પેમેન્ટ માટે NSDL વેબસાઇટની એક લિંક દેખાશે. CHALLAN NO./ITNS 280માં પ્રોસિડ પર ક્લિક કરો. ટેક્સ એપ્લિકેબલ 0021 Income Tax પસંદ કરો. ટાઇમ ઓફ પેમેન્ટમાં 500 Other Receiptsની પસંદગી કરવાની રહેશે. મોડ ઓફ પેમેન્ટમાં બે વિકલ્પ હશે, નેટ બેન્કિંગ અને ડેબિટકાર્ડ. તમે તમારી અનુકૂળતા મુજબ બેમાંથી કોઈ એક વિકલ્પ પસંદ કરી શકો છો. પર્મનન્ટ એકાઉન્ટનંબરમાં તમારો પાનકાર્ડ નંબર દાખલ કરો. આકારણી વર્ષમાં 2023-2024ની પસંદગી કરો. સરનામાના સ્થળે તમારૂં કોઈપણ સરનામું લખો. હવે કેપ્ચા કોડ દાખલ કરો અને પ્રોસિડ પર ક્લિક કરો. પ્રોસિડ પર ક્લિક કર્યા પછી તમે સ્ક્રીન પર તમારી રેકોર્ડ કરેલી માહિતી જોશો. જાણકારી ચેક કર્યા બાદ આઇ એગ્રી ટિક કરો, સબ્મિટ ટુ ધ બેંક પર ક્લિક કરો. જો તમે રેકોર્ડ કરેલી વિગતોમાં કોઈ ગડબડ હોય તો એડિટ પર ક્લિક કરો. હવે તમારે નેટ બેન્કિંગ અથવા ડેબિટકાર્ડનો વિકલ્પ પસંદ કરીને હજાર રૂપિયા ભરવા પડશે. ટ્રાન્ઝેક્શન પૂર્ણ થયા બાદ તમને પીડીએફ મળશે. આ પેમેન્ટ અપડેટ થવામાં 4-5 દિવસનો સમય લાગશે.
પેમેન્ટ કર્યા બાદ શું પ્રોસેસ કરવી?
4-5 દિવસ બાદ તમારે ફરીથી ઇન્કમટેક્સ વેબસાઇટ પર લિંક આધાર પર ક્લિક કરવાનું રહેશે. પાનનંબર અને આધારનંબર ભરો અને વેલિડેટ પર ક્લિક કરો. જો તમારૂં પેમેન્ટ અપડેટ થઈ ગયું છે, તો સ્ક્રીન પર ચાલુ રાખવાનો વિકલ્પ આવશે. ચાલુ રાખવા પર ક્લિક કરો અને આધારકાર્ડ અનુસાર નામ અને મોબાઇલ નંબર દાખલ કરો. આઇ એગ્રી પર ક્લિક કરો અને આગળ વધો. હવે તમને OTP મળશે
OTP દાખલ કરો અને વેલિડેટ પર ક્લિક કરો. હવે એક પોપ અપ વિન્ડો ખૂલશે. પોપ અપમાં લખવામાં આવશે કે આધાર પેન લિંકિંગ માટેની તમારી વિનંતી માન્યતા માટે UIDAIને મોકલવામાં આવી. વેલિડેશન બાદ તમારૂં પાન અને આધાર લિંક થઈ જશે. તમે આવકવેરાની વેબસાઇટ પર એની સ્થિતિ ચકાસી શકો છો.
એક વ્યક્તિને અનેક પાનકાર્ડ ઈશ્યૂ કરવામાં આવ્યા હતા
અનેક લોકોના પાનકાર્ડ નંબર એક સમાન હોવાનું પણ સામે આવ્યું હતું
આ પ્રકારની ક્ષતિઓ સામે આવ્યા બાદ આ નિર્ણય લેવાયો હતો
પાન ડેટાબેસમાં રિપીટેશનને ઘટાડવા માટે આવકવેરા વિભાગે નિર્ણય લીધો છે
પાનકાર્ડને આધાર સાથે લિંક કરવા પાછળનો તર્ક શું?
એક વ્યક્તિને અનેક પાનકાર્ડ ઈશ્યૂ કરવામાં આવ્યા હતા. અને અનેક લોકોના પાનકાર્ડ નંબર એક સમાન હોવાનું પણ સામે આવ્યું હતું. ત્યારે આ પ્રકારની ક્ષતિઓ સામે આવ્યા બાદ આ નિર્ણય લેવાયો હતો. જેમાં પાન ડેટાબેસમાં રિપીટેશનને ઘટાડવા માટે આવકવેરા વિભાગે નિર્ણય લીધો છે.
1 જુલાઈ, 2017 સુધી જે લોકોને પાનકાર્ડ ઈશ્યૂ કરાયા એ લોકોને લિંક કરવાવવું જરૂરી
જો પાનકાર્ડ લિંક ન કરાવ્યું તો નિષ્ક્રિય થઈ જશે
પાન-આધાર લિંક કરવાની જરૂર કોને?
1 જુલાઈ, 2017 સુધી જે લોકોને પાનકાર્ડ ઈશ્યૂ કરાયા એ લોકોને લિંક કરવાવવું જરૂરી છે. જો પાનકાર્ડ લિંક ન કરાવ્યું તો નિષ્ક્રિય થઈ જશે. તેવી ચેતવણી ઈન્કટેક્ષ વિભાગ દ્વારા આપવામાં આવી છે.
80 વર્ષ અને તેનાથી વધુ ઉંમરના વ્યક્તિ
ઈન્કમટેક્સ ન ભરનારાની કેટેગરીમાં આવતા લોકો
ભારતના નાગરિક ન હોય એ લોકો
પાન-આધાર લિંક કરવાની જરૂર કોને નહીં?
ઈન્કમટેક્ષ વિભાગ દ્વારા આધાર કાર્ડ પાનકાર્ડ લિંક કરવાનીં છેલ્લી તારીખ 31 માર્ચ 2023 છે. ત્યારે 80 વર્ષ કે તેનાથી વધુ ઉંમરના વ્યક્તિઓએ પાન-આધાર લિંક કરવાની જરૂર નથી. તેમજ જે લોકો ઈન્કમટેક્ષ ભરતા નથી અને આ કેટેગરીમાં આવતા નથી. તેઓએ પણ પાન-આધાર લિંક કરવાની જરૂર નથી. અને જે ભારતીય નાગરિક ન હોયએ લોકોએ પણ પાન-આધાર લિંક કરવાની જરૂર નથી.
પાનકાર્ડ-આધારકાર્ડ લિંક કરવા કાયદાકીય જરૂરિયાતની પ્રક્રિયા છે
સરકાર અને કરદાતા બંનેને ફાયદો
આધાર નંબરમાં વ્યક્તિના તમામ આર્થિક વ્યવહારની જાણકારી હોય છે
પાનકાર્ડને આધારકાર્ડ સાથે લિંક કરવાથી IT વિભાગને જરૂરી તમામ માહિતી મળી રહે છે
કરદાતાના આર્થિક વ્યવહારને ટ્રેક કરવામાં મદદ મળે છે
પાનકાર્ડ ધરાવનાર વ્યક્તિની ઓળખ કરવામાં મદદરૂપ થશે
આધારકાર્ડમાં બાયોમેટ્રીક વેરિફિકેશન સહિત તમામ જાણકારી હોય છે
આવકવેરા રિટર્ન અને વેરિફિકેશન પ્રક્રિયામાં સરળતા રહેશે
પાનકાર્ડ-આધારકાર્ડ લિંક કરવા કેમ જરૂરી?
પાનકાર્ડ-આધારકાર્ડ લિંક કરવા કાયદાકીય જરૂરિયાતની પ્રક્રિયા છે. સરકાર અને કરદાતા બંનેને ફાયદો છે. આધાર નંબરમાં વ્યક્તિના તમામ આર્થિક વ્યવહારની જાણકારી હોય છે. તેમજ પાનકાર્ડને આધારકાર્ડ સાથે લિંક કરવાથી IT વિભાગને જરૂરી તમામ માહિતી મળી રહે છે. જેથી કરદાતાનાં આર્થિક વ્યવહારને ટ્રેક કરવામાં મદદરૂપ થશે. આધારકાર્ડમાં બાયોમેટ્રીક વેરિફિકેશન સહિત તમામ જાણકારી હોય છે. આવકવેરા રિટર્ન અને વેરિફિકેશન પ્રક્રિયામાં સરળતા રહેશે.
પાન-આધાર લિંક નહીં થાય તો પાનકાર્ડ બંધ થઈ જશે
આધાર-પાનકાર્ડ લિંક નહીં હોય તો આવકવેરા રિટર્ન નહીં ભરી શકાય
બેંકમાં 50 હજારથી વધુ રૂપિયા ભરી કે ઉપાડી નહીં શકાય
5 લાખથી વધુનું સોનું નહીં ખરીદી શકાય
પાન-આધાર લિંક નહીં હોય તો શું થશે?
પાન-આધાર લિંક નહીં થાય તો પાનકાર્ડ બંધ થઈ જશે. ત્યારે આધાર-પાનકાર્ડ લિંક નહીં હોય તો આવકવેરા રિટર્ન ભરી શકાશે નહી. બેંકમાં 50 હજારથી વધુ રૂપિયા ભરી કે ઉપાડી પણ શકાશે નહી. 5 લાખથી વધુનું સોનું નહીં ખરીદી શકાય. તેમજ કોઈ પણ પ્રકારના આર્થિક વ્યવહાર અટકી જશે. અને મ્યુચ્યુઅલ ફંડ કે અન્ય નાણાંકીય યોજનામાં રોકાણ નહીં થઈ શકે. કોઈ સરકારી યોજનાઓનો લાભ લેવામાં પણ મુશ્કેલી પડશે.