બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / રાજકોટ / સુરત / Operation Jail: Not only Harsh Sanghvi, CM Bhupendra Patel is also leading the mega search operation, 1700 employees in 17 jails joined the Red
Vishal Khamar
Last Updated: 11:59 PM, 24 March 2023
ગુજરાતમાં શાંતિ અને સલામતી જળવાઇ રહે તે ગુજરાત પોલીસનું પ્રથમ ધ્યેય છે. સુરાને લગતી વિશેષ બાબતોને કારણે ગુજરાત વધુને વધુ શાંત અને સુરક્ષીત બન્યું છે અને દેશમાં ગુજરાત રાજ્ય શાંતિ અને સમૃદ્ધિનું દ્રષ્ટાંત બન્યુ છે. જે અંગે માન. રાજય કક્ષાના ગૃહમંત્રીના સીધા સુપરવિઝન હેઠળ રાજય પોલીસ વડા વિકાસ સહાયના આદેશથી રાજયમાં આવેલ તમામ જીલ્લા જેલ, મધ્યસ્થ જેલ તથા ખાસ જેલમાં સઘન ચેકીંગ ડ્રાઇવ રાખવામાં આવેલ છે. જેમાં તમામ જેલ તેમજ શહેર/જીલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે કુલ-૧૭૦૦ પોલીસ સ્ટાફ દ્વારા સઘન ચેકીંગ હાથ ધરવામાં આવેલ છે અને દરેક જેલમાંથી જેલ પ્રતિબંધિત વસ્તુઓની બદી નેસ્ત નાબુદ કરવાની કાર્યવાહી કરવામાં આવી રહેલ છે.
ADVERTISEMENT
વધુમાં આજરોજ માન. રાજયકક્ષાના અધ્યક્ષ સ્થાને ઉચ્ચ પોલીસ અધિકારીઓની હાજરીમાં પોલીસ ભવન ખાતે વિડીયો કોન્ફરન્સનું આયોજન કરી તમામ પોલીસ અધિકારીઓને જે પ્રતિબંધિત વસ્તુઓની બદી નેસ્ત નાબુદ કરવાની કાર્યવાહી કરવા અસરકારક અને પરીણામલક્ષી કાર્યવાહી કરવા જણાવવામાં આવેલ હતું.
તેમજ હાલમાં ગુજરાત પોલીસ દ્વારા રાજયની તમામ જેલોમાં થઇ રહેલ ચેકીંગ અંગેની કાર્યવાહી ગૃહમંત્રી દ્વારા ગૃહ ખાતાના ઉચ્ચ અધિકારી તેમજ ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે પોલીસ ભવન ખાતે ત્રિનેત્ર દ્વારા આ તમામ સઘન ચેકીંગ કાર્યવાહીનું જાત નિરીક્ષણ કરેલ હતું.
ADVERTISEMENT
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ હાલ સી.એમ ડેશબોર્ડ પરથી સમગ્ર રાજ્યની તમામ જેલોની સરપ્રાઈઝ ચેકીંગ લાઈવ જોઈને, ગૃહમંત્રી અને રાજ્યના પોલીસ વડા સાથે ચર્ચા કરીને પળ પળની ખબરો પર રાખી રહ્યા છે નજર#jailraid #GujaratJailRaid #cmbhupendrapatel #vtvgujarati pic.twitter.com/JAviv44QLC
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) March 24, 2023
તેમજ મુખ્યમંત્રી ગુજરાત સરકાર નાઓ દ્વારા રાજયની તમામ જેલોમાં માનવ અધિકાર ભંગની કોઇ કાર્યવાહી ન થાય તે રીતે સઘન ચેકીંગ કરવા સુચના આપવામાં આવેલ તેમજ સી.એમ. ડૅશબોર્ડના માધ્યમથી રાજયની તમામ જેલોમાં થઇ રહેલ સઘન ચેકીંગ અંગેની કાર્યવાહી ગતિવિધિ ઉપર સીધી નજર રાખવામાં આવી રહેલ છે.
હાલમાં ગુજરાત પોલીસ દ્વારા રાજયની તમામ જેલોમાં થઇ રહેલ ચેકીંગ અંગેની કાર્યવાહી ગૃહમંત્રી દ્વારા ગૃહ ખાતાના ઉચ્ચ અધિકારી તેમજ ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે પોલીસ ભવન ખાતે ત્રિનેત્ર દ્વારા આ તમામ સઘન ચેકીંગ કાર્યવાહીનું નિરીક્ષણ હાલમાં ચાલી રહેલ છે.
રા.ક.મંત્રી ગૃહ નાઓના સીધા નીરીક્ષણ હેઠળ રાજય પોલીસ દ્વારા રાજ્યની તમામ કુલ-૧૭ જેલમાં (જીલ્લા જેલ, સબ જેલ ખાસ જેલ,) કુલ-૧૭૦૦ પોલીસ અધિકારી/ કર્મચારીના કાફલા સાથે હાલમાં રાજ્યની તમામ જેલોમાં સધન ચેકીંગની કાર્યવાહી ચાલુમાં છે. આ ચેકીંગ દરમ્યાન અસરકારક અને પરિણામલક્ષી કાર્યવાહી કરી જેલ પ્રતિબંધિત વસ્તુઓની બદી નેસ્તનાબુદ કરવાની કાર્યવાહી ગુજરાત પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલ છે.
ગૃહમંત્રી તેમજ મુખ્યમંત્રી પણ મેગા સર્ચ ઓપરેશનનું સતત અપડેટ લઈ રહ્યા છે
ગુજરાતની સબજેલમાં ધરવામાં આવેલ મેગા સર્ચ ઓપરેશનનાં કારણે પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે. ત્યારે ગૃહમંત્રી હર્ષ સંઘવી સહિત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ જેલમાં ચાલી રહેલા સર્ચ ઓપરેશન પર નજર રાખી રહ્યાં છે. તેમજ પળે પળની માહિતી મુખ્યમંત્રી અધિકારીઓ પાસેથી સતત મેળવી રહ્યાં છે. ત્યારે હજુ પણ રાજ્યભરની જેલોમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.
રાજકોટ, અમદાવાદની જેલમાંથી અનેક પ્રતિબંધિત ચીજ વસ્તુઓ મળી આવીઃ સુત્રો
રાજ્યની સબજેલોમાં ચાલી રહેલી અસામાજીક પ્રવૃતિને લઈને ગૃહમંત્રી દ્વારા મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. ત્યારે સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ રાજકોટ, અમદાવાદ તેમજ નડિયાદની જેલમાં કેદીઓ પાસેથી મોબાઈલ સહિતની અનેક પ્રતિબંધિત ચીજ વસ્તુ મળી આવી છે. ત્યારે આ મેગા સર્ચે ઓપરેશને રાજ્યનાં પોલીસ બેડામાં ખળભળાટ મચાવી દીધો છે.
અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. ત્યારે પોલીસનાં ઉચ્ચ અધિકારીઓએ સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરી હતી. જેલમાં મોબાઈલ અને અન્ય પ્રતિબંધિત વસ્તુઓને લઈ જેલમાં ચેકિંગ કરી શકે છે. ગૃહરાજ્યમંત્રીની બેઠક બાદ જુદી જુદી જેલમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. થોડા દિવસ અગાઉ ગૃહરાજ્યમંત્રીએ જેલની મુલાકાત લીધી હતી.
ગૃહરાજ્યમંત્રીને બેઠક બાદ રાજ્યભરની જેલો પર કાર્યવાહિ ચાલી રહી છે. ત્યારે વડોદરાની જેલ પર પણ 30 મિનિટથી કાર્યવાહિ ચાલી રહી છે. જેલનાં મુખ્ય ગેટ પર અવર જવર બંધ કરવામાં આવી છે. તેમજ 100 થી વધુ પોલીસકર્મી સ્ટાફ જેલની અંદર છે. તેમજ ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં તપાસ હાલ ચાલી રહી છે. વડોદરાની જેલમાં 1000 જેટલા કેદીઓ છે. ત્યારે મહિલા પોલીસકર્મી પણ તપાસમાં જોડાઈ છે.
ગૃહરાજ્યમંત્રીની બેઠક બાદ રાજ્યભરની જેલો પર કાર્યવાહિ હાથ ધરવામાં આવી છે. રાજ્યભરની સેન્ટ્રલ જેલોમાં એક સાથે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. ત્યારે ભાવનગરની જેલમાં પણ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. ત્યારે તપાસમાં ઉચ્ચ અધિકારીઓ પણ જોડાયા છે.
ગૃહરાજ્યમંત્રીની બેઠક બાદ રાજ્યભરની જેલો પર કાર્યવાહિ કરવામાં આવી રહી છે. સુરતની લાજપોર મધ્યસ્થ જેલમાં પણ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. સ્થાનિક પોલીસ અધિકારીઓએ જેલમાં તપાસ કરી રહ્યા છે. ત્યારે ગાંધીનગર નેત્રમ સેન્ટર પરથી હર્ષ સંઘવી ચેકિંગ પર નજર રાખી રહ્યા છે.
રાજકોટ જેલમાં પણ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. જેલનો મુખ્ય ગેટ બંધ કરવામાં આવ્યો છે. ત્યારે રાજકોટ ક્રાઈમ, એસઓજી અને તમામ પોલીસ સ્ટેશનનાં અધિકારીઓ તપાસમાં જોડાયા છે. જેલનાં એસપી પણ સબજેલ પહોચ્યા હોવાની માહિતી મળી રહી છે. રાજકોટ જેલમાં અંદર ખૂંખાર આરોપીઓ છે. રાજકોટ પોલીસે જેલમાં ડોગ સ્કવોર્ડની પણ મદદ લીધી છે. ત્યારે રાજકોટ જેલમાંથી મોબાઈલ સહિતની સામગ્રીઓ મળી આવતા અધિકારીઓ ચોંકી ઉઢ્યા હતા.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.