બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / NOW YOU CAN GET DRIVING LICENSE WITHOUT TEST

નવા નિયમ / RTOમાં આ લોકો ટેસ્ટ આપ્યા વગર પણ મેળવી શકશે ડ્રાઇવિંગ લાયસન્સ, જાણો કઈ રીતે?

Published By: ParthB

Last Updated: 07:15 PM, 11 June 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

RTOમાં આપવામાં આવતા ડ્રાઇવિંગ ટેસ્ટથી બચવા માંગતા હોવ તો તમારા માટે આ ખબર ખજાનાથી ઓછી નથી.

  • મંત્રાલય તરફથી માન્યતા પ્રાપ્ત કરેલ ડ્રાઇવિંગ ટેસ્ટ સેન્ટર તરફથી ટ્રેનિંગ લેવી પડશે
  • સર્ટિફિકેટના આધારે RTOમાં ડ્રાઇવિંગ લાયસન્સ આપવામાં આવશે
  • ટ્રેનિંગ સેન્ટરો માટે શું શું છે શરતો ?


મંત્રાલય તરફથી માન્યતા પ્રાપ્ત કરેલ ડ્રાઇવિંગ ટેસ્ટ સેન્ટર તરફથી ટ્રેનિંગ લેવી પડશે
જો તમે ડ્રાઇવિંગ લાયસન્સ કઢાવવા માંગતા હોવ પણ RTOમાં આપવામાં આવતા ડ્રાઇવિંગ ટેસ્ટથી બચવા માંગતા હોવ તો તમારા માટે આ ખબર ખજાનાથી ઓછી નથી. કદાચ તમારા માનવામાં નહીં આવે પણ તમે ઘણી જલ્દી જ RTOમાં ડ્રાઇવિંગ ટેસ્ટ આપ્યા વિના પણ લાયસન્સ મેળવી શકશો. આ માટે રોડ ટ્રાન્સપોર્ટ મંત્રાલય તરફથી માન્યતા પ્રાપ્ત કરેલ ડ્રાઇવિંગ ટેસ્ટ સેન્ટર તરફથી ટ્રેનિંગ લેવી પડશે, આ બાદ તમને એક સર્ટિફિકેટ આપવામાં આવશે અને જો આ સર્ટિફિકેટ તમે RTOમાં બતાવશો તો તમારે ડ્રાઇવિંગ ટેસ્ટ આપવાની જરૂર નહીં પડે. આવા ટ્રેનિંગ સેન્ટર 1 જુલાઇ 2021માં શરૂ થઈ જશે. રોડ ટ્રાન્સપોર્ટ મંત્રાલયે આ સંબંધમાં આદેશ આપી દીધા છે. 

સર્ટિફિકેટના આધારે RTOમાં ડ્રાઇવિંગ લાયસન્સ આપવામાં આવશે
રોડ ટ્રાન્સપોર્ટ મંત્રાલય અનુસાર, ભારતમાં થતાં અકસ્માતો થવા પાછળનું એક કારણ પણ એ છે કે ભારતમાં ટ્રકના ડ્રાઈવરો અનુભવી ઓછા છે. મંત્રાલયે આપેલ રિપોર્ટ અનુસાર ભારતમાં હાલ 22 લાખ ડ્રાઈવરોની અછત છે. આ અછતને પૂરી કરવામાં અને રોડ પર થઈ રહેલા આ અકસ્માતોને રોકવા માટે મંત્રાલયે દેશભરમાં ડ્રાઇવિંગ સેન્ટર ખોલવા માટેના આદેશ બહાર પાડી દીધા છે. લોકો મંત્રાલયના આદેશ અનુસાર સેન્ટરો ખોલી શકે છે, જેમાં ડ્રાઈવરોને ટ્રેનિંગ આપવામાં આવશે. આ સેન્ટરમાં ટેસ્ટ પાસ કરનારને સર્ટિફિકેટ આપવામાં આવશે, જેના આધારે RTOમાં ડ્રાઇવિંગન લાયસન્સ આપવામાં આવશે. 

ટ્રેનિંગ સેન્ટરો માટે શું શું છે શરતો ?
ટ્રેનિંગ સેન્ટર માટે કોઈ પણ ખુલ્લા વિસ્તારોમાં કે પછી પહાડી વિસ્તારોમાં  એક એકર જમીનની આવશ્યકતા રહેશે. LMV અને HMV બંને પ્રકારના વાહનો માટેની ટ્રેનિંગ લેવા માટેની સુવિધા પૂરી પાડવામાં આવશે. અહિયાં બાયોમેટ્રિક રીતે હાજરી અને ઇન્ટરનેટ માટે બ્રોડબેન્ડની આવશ્યકતા પણ હશે. આ સેન્ટરમાં પાર્કિંગ, રિવર્સ ડ્રાઇવિંગ, ઢાળ જેવી ટ્રેનિંગ આપવામાં આવશે. જેમાં વિવિધ પ્રકારના કોર્સ પણ હશે. જેમાં ડ્રાઇવરોને ગામડામાં, રાત્રીમાં, વરસાદમાં, ભીડભાડમાં અને હાઇવે પર કઈ રીતે ટ્રક ચલાવવો તે બધી જ ટ્રેનિંગ આપવામાં આવશે. 

સંકળાયેલા મુદ્દાઓ

Driving Licence RTO license આરટીઓ RTO

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ