બ્રેકિંગ ન્યુઝ
VTV / nirbhaya case nirbhayas mother wept during the hearing
Bhushita
Last Updated: 05:58 PM, 12 February 2020
ADVERTISEMENT
નિર્ભયાના ગુનેગારોને નવા ડેથ વોરંટ જાહેર કરવાની માંગને લઈને ટ્રાયલ કોર્ટમાં સુનાવણી થઈ. અદાલતમાં દોષી પવન ગુપ્તાએ કહ્યું કે તેની પાસે કોઈ વકીલ નથી. આ માટે કોર્ટે તેને કાયદાકીય મદદ આપવાની રજૂઆત કરી. દોષીઓને મદદ કરવાની વાતને લઈને નિર્ભયાની માતાએ કોર્ટમાં કહ્યું કે કેસને 7 વર્ષ થઈ ચૂક્યા છે. હું પણ માણસ છું. મારા અધિકારોનું શું થશે? હું તમારી સામે હાથ જોડું છું, કૃપા કરીને દોષીઓને ડેથ વોરંટ જાહેર કરો. નિર્ભયાની માતા કોર્ટમાં આ બાબતને લઈને રડી પડી. બંને પક્ષની દલીલ સાંભળીને કોર્ટે કેસની સુનાવણી ગુરુવાર સુધી સ્થગિત કરી છે.
ADVERTISEMENT
મારો ભરોસો અને આશા તૂટી રહ્યા છેઃ નિર્ભયાની માતા
સુનાવણી સ્થગિત થવાની વાત સાંભળીને નિર્ભયાની માતા ફરી એકવાર રડી પડી. જ્યારે કોર્ટ રૂમમાંથી બહાર આવી ત્યારે તેણે કહ્યું કે હવે મારો ભરોસો અને આશા તૂટી રહ્યા છે. કોર્ટે દોષીઓની તરફથી મોડું કરવાની રણનીતિ સમજી છે. જો હવે દોષી પવનને નવો વકીલ આપવામાં આવે તો કેસની ફાઈલો જોવા અને સમજવામાં સમય લાગે. તેઓએ કહ્યું કે મારી દીકરીને ન્યાય અપાવવા માટે હું ભટકી રહી છું. દોષી સજામાં વિલંબ માટે નુસખા અપનાવી રહ્યા છે. મને ખબર નથી પડતી કે કોર્ટ આ વાતને કેમ સમજતી નથી.
દોષી છેલ્લા શ્વાસ સુધી કાયદાકીય મદદનો હકદારઃ કોર્ટ
કોર્ટે કહ્યું કે કોઈ પણ દોષી પોતાના છેલ્લા શ્વાસ સુધી કાયદાકીય મદદ મેળવવાનો હકદાર છે. કોર્ટે તિહાર જેલના અધિકારીને વકીલોનું લિસ્ટ દોષી પવનને આપવાનો આદેશ કર્યો છે. જ્યારે પવનને પોતાની પસંદનો વકીલ રાખવાની પરમિશન પણ છે. ત્યારબાદ દિલ્હીના ડીએલએસએ દ્વારા પવનના પિતાને વકીલોનું લિસ્ટ સોંપીને પવન માટે નવા વકીલની પસંદગી કરવાના આદેશ આપવામાં આવ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.