ફ્રાંસની રાજધાની પેરિસમાં આતંકી હુમલો કરાયો છે. એક બંદુકધારીએ પોલીસ પર ફાયરિંગ કરી દીધું છે. જેમાં પોલીસ અધિકારીનું મોત થઇ ગયું છે. જયારે અન્ય 2 જવાનને ઇજા પહોંચી છે. આ આતંકવાદી હુમલાની જવાબદારી આતંકી સંગઠન ISISએ લીધી છે.
જો કે આતંકી હુમલા સામે પોલીસે પણ વળતો પ્રહાર કર્યો હતો. જેમાં હુમલાખોર શખ્સ ઠાર મરાયો છે. આ હુમલો પેરિસના ચેમ્પસ એલીસીસી શોશપગ ડીસ્ટ્રીક્ટમાં થયો હતો.
ઉલ્લેખનિય છે ફ્રાંસમાં રાષ્ટ્રપતિ ચૂંટણીની તૈયારીઓ ચાલી રહી છે. રવિવારે પ્રથમ તબક્કાનું મતદાન છે. તેવામાં આ પ્રકારના હુમલાથી ફ્રાંસની ચિંતા વધારી દીધી છે. જોકે આ ઘટના બાદ દેશભરમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. આ હુમલા બાદ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે કહ્યું હતું કે આ ગોળીબાર આતંકી હુમલો લાગી રહ્યો છે.