Friday, May 24, 2019

શોધ / નાસા બનાવી રહ્યું છે ઇલેક્ટ્રિક વિમાન, જે નહીં કરે ગ્રીન હાઉસ ગેસનું ઉત્સર્જન

નાસા બનાવી રહ્યું છે  ઇલેક્ટ્રિક વિમાન, જે નહીં કરે ગ્રીન હાઉસ ગેસનું ઉત્સર્જન

નાસા એવા ઇલેક્ટ્રિક વિમાનને વિકસિત કરવાની સંભાવનાઓ શોધી રહ્યું છે. જે ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જનનું ઉત્પાદન કરતા ન હોય. આ રિસર્ચ માટે નાસા ફન્ડિંગ કરશે.  ઇલિનોઇસ યૂનિવર્સિટીમાં વૈજ્ઞાનિકોના નેતૃત્વમાં આ પરિયોજના બનાવવામાં આવી રહી છે. 

આ પ્રોજેક્ટમાં પર્યાવરણના અનુકૂળ શક્તિ સ્ત્રોતના રૂપે પ્રવાહી હાઇડ્રોજન ઇંધણ કોશિકાઓની ક્ષમતા જોવામાં આવશે. તેમા હાઇડ્રોજન ગેસની જગ્યાએ ઠંડા, પ્રવાહી હાઇડ્રોજનનો ઉપયોગ કરી ભારે દબાણ વાળા ટેન્કોની જરૂર વિના સ્વચ્છ શક્તિ પેદા કરવામાં આવશે. આ બદલાવ પહેલી વાર મોટા વિમાનો માટે વ્યવહારમાં હાઇડ્રોજન પાવર લાવી શકે છે. જેનાથી કોમર્શિયલ વિમાન ઉદ્યોગમાં ક્રાંતિ આવશે. 

ઇલિનોઇસ યૂનિનોઇસ યૂનિવર્સિટીના ઉરબાના શેમ્પેનમાં નાસાના આ પ્રોજેક્ટ પર એયરોસ્પેસ એન્જિનિયર ફિલિપ અંસલ, ઇલેક્ટ્રિકલ એન્જિનિયર કિરૂબા હરન અને સહયોગિઓ દ્વારા કામ કરવામાં આવી રહ્યું છે. વિકાસ કાર્યક્રમને સેન્ટર ફોર ક્રાયોજેનિક હાઇ એફિશિએન્સી ઇલેક્ટ્રિક ટેક્નોલોજી ફોર એયરક્રાફટ અથવા ચીતા (CHEETA) નામ આપવામાં આવ્યું છે. નાસા આ પ્રોજેક્ટ માટે ત્રણ વર્ષ માટે છ મિલિયન ડોલર અથવા 4.6 મિલિયન પાઉન્ડ આપશે. 

પ્રોફેસર અંસલના જણાવ્યા મુજબ આ પ્રોજેક્ટલ પૂર્ણ રીતે ઇલેક્ટ્રિક એરક્રાફ્ટ પ્લેટફોર્મના ડેવલપમેન્ટ પર કેન્દ્રીત છે. જે ઉર્જા ભંડારણ વિધિના રૂપે ક્રાયોજેનિક લિક્વિડ હાઇડ્રોજનનો ઉપયોગ કરે છે. પહેલા હાઇડ્રોજન સેલનો ઉપયોગ કાર અને ટ્રેનોમાં ઇલેક્ટ્રિસિટી માટે કરવામાં આવ્યો હતો. પરંતુ એક વિમાનમાં વિજળી આપવા માટે પર્યાપ્ત પ્રેશર વાળા હાઇડ્રોજન ગેસને રાખવા માટે આવશ્યક ભારે ટેન્કોએ મોટા વિમાનને તેની વ્યવહારિકતાથી પ્રતિબંધિત કરી દીધા હતા. જોકે લિક્વિડ હાઇડ્રોજનનો ઉપયોગ કરી ચીતા (CHEETA)ના સંશોધન કર્તાએ તેની કમીને દૂર કરવાની યોજના બનાવી છે. 
 

Nasa Electric Airliner Green house Gas World News
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ