અમરનાથ ગુફાથી જોડાયેલા આ રહસ્યો આજ સુધી કોઇ નથી જાણી શક્યું

By : krupamehta 05:19 PM, 14 September 2018 | Updated : 05:19 PM, 14 September 2018
અમરનાથની ગુફાનું હિંદુ ધર્મમાં ખાસ મહત્વ છે. આ ગુફા હિંદુઓના પ્રમુખ તીર્થસ્થળોમાંથી એક છે એવામાં મોટાભાગના લોકો અહીં જઇને દર્શન કરવા ઇચ્છે છે અને આશીર્વાદ લેવા ઇચ્છે છે. પરંતુ શું તમે જાણો છો અમરનાથ ગુફાથી જોડાયેલા કેટલાક એવા રહસ્ય માટે જેને આજ સુધી કોઇ ઉકેલી શક્યું નથી. 
  • બાબા અમરનાથની ગુફામાં બરફથી શિવલિંગ તૈયાર થાય છે. પરંતુ આ બરફ માટે પાણી ક્યાંથી આવે છે એ આજ સુધી કોઇને ખબર નથી. 
  • તમને જણાવી દઇએ કે અમરનાથની ગુફામાં અંદરનો બરફ તો કડક હોય છે પરંતુ બહારનો બરફ  ખૂબ જ મુલાયમ અને કાચો હોય છે. એવું કેમ હોય છે એ આજ સુધી કોઇ જાણી શક્યું નથી. 
  • જે લોકો અહીંયા આવે છે એ લોકો ખૂબ જ થાકેલા હોય છે પરંતુ જેવા એ લોકો બાબાની ગુફામાં પ્રવેશ કરે છે એમનો બધો જ થાક ઊતરી જાય છે. 
  • માન્યતા છે કે ભગવાન શિવે અમરનાથ ગુફામાં જ માં પાર્વતીને અમરતાનો મંત્ર સંભળાવ્યો હતો, એટલા માટે અમરનાથ ગુફાનું મહત્વ ખૂબ વધારે છે. 
  • કહેવામાં આવે છે કે ભગવાન શિવે પાર્વતીને અમરતા નો મંત્ર સંભળાવ્યો હતો એ સમયે ગુફામાં એ બે ઉપરાંત માત્ર એક કબૂતરનું કપલ હતું. કથા સાંભળ્યા બાદ કબૂતરો અમર થઇ ગયા હતા. આજે પણ અમરનાથ ગુફામાં કબૂતરની એ જોડ જોવા મળે છે. 
  • કહેવાય છે કે અમરનાથની ગુફામાં કબૂતરોના આ જોડાએ જેને પણ દર્શન આપી દીધા એને મોક્ષ મળી જાય છે. 
  • કહેવાય છે કે અમરનાથની ગુફા ખૂબ ખાસ છે અને અહીંયા પહોંચ્યા બાદ એક અલગ દુનિયામાં આવવાનો આભાસ થાય છે. 
  • કેટલાક લોકોને અહીંયા આવવા પર દિવ્ય શક્તિઓનો આભાસ થાય છે. આવા આભાસનો જાવો ઘણા લોકો કરી ચૂક્યા છે. Recent Story

Popular Story