બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / ms dhoni was worshiping during the semi finals and india entered the world cup final

માહીની મોહિની / VIDEO : ચમત્કાર કે નહીં? ગામમાં ધોનીની પ્રાર્થના બાદ તરત સેમી ફાઈનલ જીત્યું ભારત, વીડિયો વાયરલ

Hiralal

Last Updated: 06:09 PM, 16 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટીમ ઈન્ડીયા સેમી ફાઈનલ જીતે તેવી ધોનીની પ્રાર્થના સાચી પડી હતી કારણ કે ધોનીની જીતની દુઆની સાથે જ ભારત ન્યૂઝીલેન્ડ સામેની સેમી ફાઈનલ જીતી ગયું હતું.

  • ધોનીએ પોતાના ગામમાં કરી હતી ટીમ ઈન્ડીયાની સેમી ફાઈનલ જીતની દુઆ
  • ધોનીની પ્રાર્થના બાદ થોડા સમયમાં જીત્યું ભારત
  • જોકે ટીમની મહેનત પહેલા નંબરે પણ ધોનીની દુઆ પણ કામ કરી ગઈ 

મહેન્દ્ર સિંહ ધોનીએ ઉત્તરાખંડના અલ્મોડામાં આવેલા પોતાના ગામના મંદિરમાં ટીમ ઈન્ડીયાની સેમી ફાઈનલ જીતની દુઆ કરી હતી જે સાચી પડી હતી. ધોનીની પ્રાર્થના બાદ થોડા સમયમાં ભારત સેમી ફાઈનલ જીતી ગયું હતું. ઘણા ટ્વિટર યૂઝર્સ આ વાતને પણ ચમત્કાર માની રહ્યાં છે. 

પત્ની સાથે ઉત્તરાખંડ પહોંચ્યો 
ટીમ ઈન્ડીયાના પૂર્વ કેપ્ટન ધોનીને પણ હવે વતન યાદ આવ્યું છે અને તે પત્નીને લઈને તેના ગામ ગયો હતો. બરાબર આ જ સમયે ટીમ ઈન્ડીયા વર્લ્ડ કપની સેમી ફાઈનલમાં ન્યૂઝીલેન્ડને ધૂળ ચટાડી રહી હતી. ધોની હાલમાં તેની પત્ની સાક્ષી સાથે ઉત્તરાખંડના પ્રવાસે છે. હાલમાં જ તેનો એક વીડિયો વાયરલ થયો છે, જેમાં તે એક વૃદ્ધ મહિલા સાથે જોવા મળ્યો હતો અને તેની પત્ની સાક્ષીએ પણ તે વૃદ્ધ મહિલાના પગને સ્પર્શ કર્યો હતો. ધોની અને સાક્ષીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ભારત માટે ત્રણ ICC ટ્રોફી જીતનાર ધોની લગભગ 20 વર્ષ બાદ બુધવારે ઉત્તરાખંડના અલમોડા જિલ્લાના પોતાના વતન ગામ લ્વાલી પહોંચ્યો હતો. તેને પોતાના ગામનો રસ્તો પણ ખબર ન હતી, તેથી તેણે ગામના લોકોને રસ્તો પૂછ્યો અને પછી એક કિલોમીટર ચાલીને તેના ગામ પહોંચ્યા. ગામમાં પહોંચ્યા બાદ ધોનીએ પોતાના પ્રિય દેવી-દેવતાઓને યાદ કર્યા. આ પછી ધોનીએ તેની પત્ની સાક્ષી સાથે ગામના મંદિરોમાં દેવી-દેવતાઓની પૂજા કરી અને ODI વર્લ્ડ કપમાં ભારતીય ટીમની જીત માટે પ્રાર્થના પણ કરી. તમને જણાવી દઈએ કે ધોની રાંચીમાં રહે છે. તેનું રાંચીમાં મોટું ફાર્મ હાઉસ છે અને તે તેના પરિવાર સાથે રહે છે.

સેમી ફાઈનલ વખતે ધોની પૂજા કરી રહ્યો હતો 
બુધવારે જ્યાં એક તરફ ભારતીય ટીમ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ન્યૂઝીલેન્ડને હરાવી રહી હતી તો બીજી તરફ ધોની પૂજામાં વ્યસ્ત હતો. ટીમ ઈન્ડિયા વર્લ્ડ કપ 2023ની સેમીફાઈનલમાં ન્યુઝીલેન્ડને 70 રને હરાવીને ચોથી વખત ફાઇનલમાં પહોંચી છે. આ સાથે ભારતીય ટીમે 2019 વર્લ્ડ કપની સેમીફાઈનલમાં કિવી ટીમ દ્વારા મળેલી હારનો બદલો પણ લઈ લીધો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ