ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / ms dhoni named as mentor of team india for t20 worldcup and asiacup

વેલકમ બેક માહી / ટીમ ઈન્ડિયામાં ધોનીની વાપસી! એશિયા કપ અને ટી-20 વર્લ્ડકપમાં મેન્ટોર તરીકે જોડાશે, BCCI એ કરી જાહેરાત

Published By: Mayur

Last Updated: 12:05 PM, 13 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એશિયા કપ અને ટી-20 વર્લ્ડકપમાં ટીમ ઈન્ડિયાના મેન્ટોર તરીકે પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની જોડાશે એવી BCCI એ જાહેરાત કરી છે.

ADVERTISEMENT

  • BCCI ની મોટી જાહેરાત 
  • ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કપ્તાન મહેન્દ્ર સિંહ ધોની ટીમ ઈન્ડિયા સાથે જોડાશે 
  • એશિયા કપ અને ટી-20 વર્લ્ડકપમાં મેન્ટર તરીકે નિભાવશે ફરજ 

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કપ્તાન મહેન્દ્ર સિંહ ધોની એશિયા કપ અને ટી-20 વર્લ્ડકપમાં મેન્ટર તરીકે ટીમ ઈન્ડિયા સાથે જોડાશે એવી BCCI દ્વારા જાહેરાત કરવામાં આવી છે, 

 

ટી-20 વર્લ્ડકપ, વન ડે વર્લ્ડકપ અને ચેમ્પિયન્સ ટ્રોફી વિજેતા કેપ્ટન 

બીસીસીઆઈની આ જાહેરાતથી ધોનીના ચાહકોમાં અનોખો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ચાહકો ધોનીને ક્રિકેટના રણનીતિ બનાવવાના સ્પેશ્યાલિસ્ટ તરીકે જોવે છે કારણ કે ધોનીની આગેવાનીમાં જ ભારત ક્રિકેટનાં ત્રણ ફોર્મેટમાં ટ્રોફી જીત્યું છે. ટી ટ્વેન્ટી વર્લ્ડકપ, 2011 નો ક્રિકેટ વર્લ્ડકપ અને ચેમ્પિયન્સ ટ્રોફી એમ ત્રણેય ધોનીએ ભારતને તેની કેપ્ટનશિપ હેઠળ જિતાડી છે. હવે તેના દિમાગનો લાભ ગ્રાઉન્ડની બહારથી પણ ટીમ ઈન્ડિયાને મળશે કારણ કે હવેની બે મોટી ટુર્નામેંટમાં ટીમ સાથે ધોની જેવો ધુરંધર ખેલાડી મેન્ટર તરીકે જોડાશે. 

ધોનીના અનુભવનો ઉપયોગ કરવા માંગે છે BCCI

મહેન્દ્ર સિંહ ધોની ભારતની પ્રથમ T20  વર્લ્ડકપ ટીમના કેપ્ટન હતા. વર્ષ 2006માં સાઉથ આફ્રિકા વિરુદ્ધ ડૅબ્યુ કર્યુ હતુ. તેના બીજા જ વર્ષે તેની પસંદગી ટી20 વર્લ્ડ કપ માટે કૅપ્ટન તરીકે પસંદગી થઈ હતી. સાઉથ આફ્રિકામાં રમાયેલા તે વર્લ્ડ કપમાં ભારતને જીત અપાવી હતી. માનવામાં આવી રહ્યું છે કે લિમિટેડ ઓવરોના ક્રિકેટ માટે રણનીતિ તૈયાર કરવામાં તેના અનુભવને જોતા આ ભૂમિકા માટે તેની પસંદગી કરાઈ હોઈ શકે. ધોની જાણે છે કે ICCની મહત્વપૂર્ણ ટૂર્નામેન્ટમાં જીત કેવી રીતે મેળવી શકાય છે.

સંકળાયેલા મુદ્દાઓ

MS Dhoni T20 Worldcup 2022 asia cup 2022 mentor dhoni મહેન્દ્ર સિંહ ધોની ms dhoni

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ