બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / Politics / અમદાવાદના સમાચાર / Mother attempted suicide with 3 children in Jamnagar district
Last Updated: 05:51 PM, 7 July 2021
ADVERTISEMENT
જામનગર જિલ્લાના મોરારદાસ ખંભાળિયામાં એક માતાએ પોતાના ત્રણ બાળકો સાથે કૂવામાં ઝંપલાવ્યા બાદ ત્રણેયના મોત થયા છે. ત્રણ બાળકો સાથે આપઘાતની આ ઘટનાથી સમગ્ર પંથકમાં ચકચારી મચી છે. જો કે, ત્રણેય બાળકોના મોતની સાથે માતાનો બચાવ થયો છે. છેલ્લા ત્રણ મહિનાથી વતનમાં ગયેલા પતિની પાછળ એક માતાએ આવું પગલું કેમ ભર્યું તેને લઈ સૌ કોઈ ચર્ચા કરી રહ્યું છે. સમગ્ર ઘટના જામનગરના ધ્રોલ પાસે મોરારદાસ ખંભાળિયા ગામની છે.
ADVERTISEMENT
જે ત્રણેય બાળકોના મોત થયા તેમાં મોટી દીકરી રિયાની ઉંમર માત્ર 4 વર્ષની હતી. તો બીજી દીકરી માધુરી પણ માત્ર અઢી વર્ષની હતી અને સૌથી નાના પુત્રનું નામ કનેશ હતું. જે માત્ર 8 મહિનાનો હતો. આ ત્રણેય માસૂમમાંથી કોઈપણ 5 વર્ષનું પણ નહોતું. અને એક માતાએ પોતાના ત્રણેય બાળકોને મોતના મૂખમાં ધકેલી દીધા છે. ત્રણેય બાળકોને કૂવામાંથી બહાર કાઢવા માટે ફાયર વિભાગની મદદ લેવાઈ હતી. સમગ્ર ગામ એકઠું થયું હતું. બાળકોના મૃતદેહ જોઈને સૌ કોઈનું હ્રદય હચમચી ગયું હતું.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
એક્શન / અમદાવાદ જિલ્લા પ્રાથમિક શિક્ષણ સમિતિની મોટી કાર્યવાહી, 22 શાળાઓને ફટકાર્યો મસમોટો દંડ
Dinesh Chaudhary
જાણી લો / ખરીફ સિઝનમાં કપાસના પાકને બચાવવા જાણી લો આ ઉપાયો, પાકમાં થશે મબલખ ઉત્પાદન
Dinesh Chaudhary
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.