છેલ્લા થોડા મહિનાથી તમારા કોલ ફ્રી થયા છે ઇંટરનેટ ડેટા સસ્તો થયો છે એટલે કે તમારું મોબાઈલ બિલ ઘટ્યું છે. માસિક મોબાઈલ બિલમાં 30-40% ઘટાડો થયા બાદ હવે બિલ ઘટવાની કોઈ જ શક્યતા નથી. રેવેન્યૂ લોસ અને માર્જિન પ્રેશરનો સામનો કરતા ટેલિકોમ ઓપરેટર્સ પ્લાન સસ્તા કરવાને બદલે હવે વધુ ડેટા અને આકર્ષક ઓફર્સ આપી શકે છે. છેલ્લા પાંચ ત્રિમાસિક ગાળામાં જિયોની સામે ટકી રહેવા ભારતીય એરટેલ આઈડિયા સેલ્યુલર અને વોડાફોન ઈંડિયાએ સસ્તા ટેરિફનો લાભ યુઝર્સને આપ્યો છે.
કાઉન્ટરપૉઇન્ટ ટેક્નોલૉજી માર્કેટ રિસર્ચ અનુસાર ગત કેટલાક મહિનામાં લોકોના મોબાઇલ બિલમાં 90% જેટલો ઘટાડો થયો છે. ગયા વર્ષની સરખામણીએ યૂઝર્સને વધારે ડેટા મળ્યો છે. ટેરિફ વૉરમાં જૂન 2016થી ડિસેમ્બર 2017ની વચ્ચે એરટેલ વોડાફોને વાર્ષિક રેવન્યૂમાં 9.5 બિલિયન ડૉલર (આશરે 617.5 અબજ રૂપિયા)નું નુકસાન થયું છે. યૂઝર્સને મોબાઇલ કંપનીઓ અને ટેલિકૉમ ઑપરેટરની પાર્ટનરશિપની કેશબેક ઑફર્સમાં ફાયદો થયો છે.
KPMG ઈંડિયાના ટેલિકોમ હેડે જણાવ્યું કે ટેલિકોમ કંપનીઓ માટે હવે વધારે પૈસા ઓછા કરવાનો વિકલ્પ નથી બચ્યો.” જાણકારોનું માનીએ તો આવનારા દિવસોમાં મોબાઈલ યુઝર્સને માસિક બિલમાં વધુમાં વધુ 10-15%નો જ ફાયદો થશે. જો કે વિવિધ ઓફર્સ યુઝર્સને મળતી રહેશે.