Method of giving mass promotion to standard 10 students announced
શિક્ષણ વિભાગ /
ગુજરાતમાં માસ પ્રમોશન અપાયેલા ધો.10 બોર્ડના વિદ્યાર્થીઓનું આ રીતે તૈયાર થશે રિઝલ્ટ, સરકારે જાહેર કર્યુ ફોર્મ્યુલા
Team VTV06:01 PM, 03 Jun 21
| Updated: 07:54 PM, 03 Jun 21
ધોરણ-10ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવા માટેની પદ્ધતિ કરાઈ જાહેર, 2 ભાગમાં વિદ્યાર્થીઓને માર્ક્સ આપી પરિણામ જાહેર કરાશે
ધોરણ 10ના પરિણામને લઈ સૌથી મહત્વના સમાચાર
ધોરણ 10ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાની પદ્ધતિ જાહેર
બે ભાગમાં વિદ્યાર્થીઓના માર્ક્સનું કરાશે મુલ્યાંકન
ધોરણ 10ના પરિણામને લઇને મહત્વના સમાચાર જાહેર થયા છે. ધોરણ-10ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન કઈ રીતે આપવું અને તેની પદ્ધતિ માટે શિક્ષણ વિભાગ દ્વારા એક કમિટીની જાહેરાત કરાઈ હતી. આ કમિટી દ્વારા ધોરણ-10ના વિદ્યાર્થીને માર્ક્સ આપવાની પદ્ધતિ જાહેર કરાઈ છે. આ પદ્ધતિ મુજબ ધોરણ 10ના વિદ્યાર્થીઓને પાસ કરવામાં આવશે.
શું છે આ પદ્ધતિ અને કેવી રીતે અપાશે માર્ક્સ
ધોરણ 10ના વિદ્યાર્થીઓને પાસ કરવા માટે જે પદ્ધતિનો ઉપયોગ થશે. તેમાં બે ભાગમાં માર્ક્સ અપાશે. જેમાં પ્રથમ ભાગમાં શાળાકીય આંતરિક મૂલ્યાંકન કરાશે. જે કુલ 20 માર્ક્સનું હશે. તો બીજા ભાગમાં 80 ગુણનું મુલ્યાંકન કરાશે