બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Meteorologist Ambalal predicted that the monsoon would leave Gujarat after this date
ADVERTISEMENT
ગુજરાતમાં વરસાદની મોસમ ખીલી છે ત્યારે વરસાદને લઈ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વધુ એક આગાહી કરી છે. રાજ્યમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી જેને લઈ નદી,નાળા, ડેમમાં નવા નીર આવ્યા છે, તો આ તરફ ગુજરાતમાં પાણીની અછતનો પ્રશ્ન પણ દૂર થયો છે, જોકે થોડા દિવસથી મેઘરાજાએ ખમૈયા કર્યા છે ત્યાં હજુ પણ રાજ્યમાં સારો એવા વરસાદ પડી શકે છે તેવું હવામાન નિષ્ણાત અનુમાન લગાવી રહ્યા છે.
18થી 24 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યમાં વરસાદ પડશે
હવામાનના જાણકાર અંબાલાલ પટેલા કહ્યું છે કે 18થી 24 સપ્ટેમ્બર દરમિયાન ગુજરાતમાં સારો વરસાદ પડી શકે છે જ્યારે સૌરાષ્ટ્ર સહિતના પથંકમાં પણ વરસાદનું જોર વધી શકે છે. અંબાલાલ પટેલે કહ્યું કે ઉત્તર ગુજરાત સહિત અરવલ્લી, પાટણ, સિદ્વપુર, વિસનગરમાં સારો વરસાદ પડવાની સંભાવનાઓ જોવા મળી રહી છે જ્યારે સમી, હારીજ, બહુચરાજી, કડી સહિત સુરેન્દ્રનગર અને પંચમહાલમાં પણ વરસાદ મધ્યમથી ભારે વરસાદ ખાબકી શકે છે. જો કે અમદાવાદ, વડોદરા, ગાંધીનગર સહિત રાજ્યના મોટા શહેરોમાં 27 સપ્ટેમ્બરથી લઈને 5 ઓક્ટોમ્બર બાદ ગુજરાતમાંથી ચોમાસું વિદાય લેશે ત્યાં સુધી વરસાદ પડે પડતો રહેશે એવી અંબાલાલ પટેલે આગાહી કરી છે.

ADVERTISEMENT
19થી 21 સપ્ટેમ્બર સુધી ભારે વરસાદની હવામાનની આગાહી
જ્યારે આ તરફ હવામાન વિભાગ દ્વારા પણ વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે, રાજ્યના હવામાન વિભાગે 19થી 21 સપ્ટેમ્બર સુધી ભારે વરસાદની આગાહી કરી છે મહત્વનું છે કે ભારે વરસાદના કારણે સૌરાષ્ટ્રમાં તારાજી સર્જાઇ છે ત્યારે રાજ્યમાં હજુ પણ 5 દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ અનુસાર મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરાઇ છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
માછીમારોને 20 અને 21 સપ્ટેબરે દરિયો ન ખેડવાની સુચના
આ તરફ દાહોદ, પંચમહલ, અરવલ્લી, મહીસાગર, મહેસાણા, પાટણ, સહિત હળવાથી ભારે વરસાદનું અનુમાન કરવામાં આવ્યુ છે સર્ક્યુલેશનના કારણે ગુજરાતમાં સારો વરસાદ રહેશે તેવું હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવી રહ્યું છે જ્યારે અમદાવાદ સહિત અનેક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ પડે તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામા આવી છે જો વાત કરવામાં આવે તો રાજ્યમાં હજુ પણ 19 ટકા વરસાદની ઘટ જોવા મળી રહી છે ત્યારે હવામાન વિભાગે ફરી ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે અને માછીમારોને 20 અને 21 સપ્ટેબરે દરિયો ન ખેડવાની સુચના પણ અપાઈ છે.
ADVERTISEMENT
ખેડાના ડાકોરમાં સામાન્ય વરસાદમાં રોડ ધોવાયો
આ તરફ રાજ્યમાં અનેક જિલ્લાઓમાં વરસાદ પડી રહ્યો છે ત્યાર ખેડાના ડાકોર ભારે વરસાદને કારણે ઓવરબ્રીજ વાહનચાલકો માટે મુસીબત બની ગયો છે સામાન્ય વરસાદમાં જ ઓવરબ્રીજના સર્વિસ રોડ ધોવાઈ જતા મુસાફરોને ભારે હાલાકીનો સામોન કરવો પડી રહ્યો છે તો આ તરફ ઉમરેઠ રોડ પર ટ્રક અને કાર ફસાઈ જતા રોડ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા ત્યારે તંત્ર સામે અનેક સવાલ ઉઠી રહ્યા છે કે સામાન્ય વરસાદમાં રોડ ધોવાઈ જતા રોડ વિભાગ અને કોન્ટ્રાક્ટ સામે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.