બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Meteorologist Ambalal Patel predicted another dangerous round of rain in Gujarat

ભારેથી અતિ'ભારે' / બાપ રે! અંબાલાલની બિહામણી આગાહી: ગુજરાતમાં નર્મદા-તાપી ડેમ થશે ઓવરફ્લો, દરિયાકિનારાના વિસ્તારો રહે ઍલર્ટ

Malay

Last Updated: 11:15 AM, 12 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં વરસાદના વધુ એક ખતરનાક રાઉન્ડની હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે. તેમણે જણાવ્યું કે, બંગાળની ખાડીમાં ડીપ ડિપ્રેશન બનશે, જેના કારણે ગુજરાતમાં ભારે વરસાદ થશે.

  • રાજ્યમાં ફરી વરસાદની આગાહી
  • હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી આગાહી
  • 18-19 જુલાઈએ આવશે વરસાદઃ અંબાલાલ પટેલ
  • 'દરિયાકિનારે ભારે વરસાદ થશે, નદીઓ છલકાશે' 

ચોમાસું શરૂ થયા બાદ અત્યાર સુધીમાં ગુજરાતમાં સારો વરસાદ વરસ્યો છે. ચાલુ ચોમાસાની સિઝનમાં મેઘરાજાએ સમગ્ર ગુજરાતમાં ભારે હેત વરસાવ્યું છે. અત્યાર સુધીમાં વરસાદના બે રાઉન્ડમાં રાજ્યમાં 43.77 ટકા જેટલો વરસાદ વરસી ચૂક્યો છે. ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ગુજરાતમાં વરસાદના ત્રીજા રાઉન્ડની આગાહી કરી છે. 

બંગાળની ખાડીમાં વધુ ડીપ ડિપ્રેશન બનશે
રાજ્યમાં ફરી વરસાદની આગાહી આગાહી કરતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, આગામી 18 અને 19 જુલાઈએ બંગાળની ખાડીમાં વધુ ડીપ ડિપ્રેશન બનશે. બંગાળની ખાડીનું ડીપ ડિપ્રેશન ગુજરાતમાં વરસાદ લાવશે. ડીપ ડિપ્રેશનના કારણે દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ થશે. 

ભારેથી અતિભારે વરસાદની આગાહી
અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, 20 જુલાઈથી 25 જુલાઈ સુધી અતિભારે વરસાદ આવવાની શક્યતા છે. જ્યારે 28 જુલાઈથી 8 ઓગસ્ટ સુધીમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા છે. ખાસ કરીને કચ્છ, બનાસકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે. તેમજ મધ્ય ગુજરાતના કેટલાક ભાગો વરસાદથી તરબોળ થશે. 

અરબ સાગરમાં ઊભું થશે ચક્રવાત! અંબાલાલ પટેલે કરી આંધી અને વંટોળની આગાહી, જુઓ  કયા વિસ્તારો માટે ઍલર્ટ | A cyclone will arise in the Arabian Sea! Ambalal  Patel predicted ...

નર્મદા અને તાપી ડેમ છલકાઈ જશેઃ અંબાલાલ પટેલ 
વરસાદના ત્રીજા રાઉન્ડમાં દરિયાકાંઠાના ભાગોમાં અતિભારે વરસાદ થશે. અતિભારે વરસાદના કારણે નર્મદા અને તાપી ડેમ છલકાઈ જશે તેવું અંબાલાલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે. સાથે જ તેઓએ વધુમાં જણાવ્યું છે કે, ડીપ ડિપ્રેશનના કારણે દેશના ઉત્તર પૂર્વિય ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. વરસાદના કારણે ઉત્તર ભારતની નદીઓની જળ સપાટીમાં પણ વધારો થશે. આગામી દિવસોમાં મહારાષ્ટ્ર, છત્તીસગઢ, ઓડિશામાં ભારે વરસાદ થશે.

ગંગા અને યમુના નદીનાં જળસ્તર વધવાની શક્યતા: અંબાલાલ પટેલ
આ બાબતે વધુમાં અંબાલાલ પટેલે જણાવ્યું કે, ભારે વરસાદથી ગંગા અને યમુના નદીના જળસ્તર વધવાની શક્યતા છે. ઉત્તર ભારત અને મધ્ય પ્રદેશમાં ભારે વરસાદની શક્યતા છે. તેમજ રાજસ્થાન, યુપી, બિહાર સહિત પૂર્વ ભારતમાં પણ ભારે વરસાદ રહેશે. 

 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ