બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / men are seeking vasectomies or nasbandi after us court abortion decision

લ્યો બોલો ! / અમેરિકામાં નસબંધી કરાવવા માટે પુરુષોની 'પડાપડી', જાણો શું છે કારણ

Premal

Last Updated: 12:31 PM, 2 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમેરિકામાં પુરૂષોમાં નસબંધી કરાવવા માટે ઈચ્છા ધરાવનારા પુરૂષોની સંખ્યા ઝડપથી વધી રહી છે. જેની પાછળ ગર્ભપાત કાયદાને લઇને સુપ્રીમ કોર્ટ દ્વારા હાલમાં આપવામાં આવેલો નિર્ણય જણાવવામાં આવ્યો છે. તેથી પુરૂષ ક્લીનિક અને અન્ય જરૂરી જગ્યાએથી જાણકારી એકત્રિત કરવામાં લાગ્યો છે.

  • અમેરિકામાં નસબંધી કરાવનારા પુરૂષોની સંખ્યા વધી રહી છે
  • ગર્ભપાત કાયદાને લઇને સુપ્રીમ કોર્ટે આપેલો નિર્ણય જવાબદાર
  • પુરૂષો ક્લીનિક અને અન્ય જગ્યાએથી જાણકારી કરી રહ્યાં છે એકત્રિત

નસબંધી કરાવવા માટે પુરૂષોની સંખ્યામાં થઇ રહ્યો છે વધારો

અમેરિકામાં ગર્ભપાત કાયદાને પલટાવવાના સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ દેશમાં એવા પુરૂષોની સંખ્યા ઝડપથી વધી રહી છે, જે નસબંધી કરાવવા માંગે છે. ઓહાયોના ક્લીવલેન્ડ ક્લીનિકે ગુરૂવારે જણાવ્યું કે નસબંધી માટે તેમની પાસે આવતી રિકવેસ્ટમાં ઝડપથી વધારો થયો છે. ક્લીવલેન્ડ ક્લિનિકના પ્રવક્તાએ જણાવ્યું કે સામાન્ય રીતે નસબંધી માટે તેમની પાસે એક દિવસમાં ચાર રિકવેસ્ટ આવતી હતી. પરંતુ ગત શુક્રવારથી લઇને બુધવાર સુધી તેની પાસે આવી 90 રિકવેસ્ટ આવી ગઇ છે.

એક યુરોલૉજીસ્ટનો દાવો, નસબંધીના ઘણા ફોન કૉલ્સ આવી રહ્યાં છે

ઓહાયોની યુનિવર્સિટી હોસ્પિટલ્સ ઑફ ક્લીવલેન્ડનું કહેવુ છે કે ગર્ભપાત પર સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ નસબંધીથી લઇને પુરૂષ વધુ જાણકારી લેવામાં જોડાયા છે. ફ્લોરિડાના નૉર્થ મિયામીના એક યુરોલૉજીસ્ટ ડૉ. ડેવિડ રૉબિન્સનું કહેવુ છે કે તેની પાસે નસબંધીના ઘણા ફોન કૉલ્સ આવી રહ્યાં છે. તો કન્સાસ સિટીના એક યુરોલૉજીસ્ટ ડૉ. ક્રિશ્ચિન હેટિંગર જણાવે છે કે તેમની ઑફિસમાં પણ નસબંધીને લઇને સતત ફોન આવી રહ્યાં છે. પુરૂષ નસબંધીની પ્રક્રિયા અંગે જાણવા માંગે છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ