manek chowk night street food bazaar will close at 11 pm
અમદાવાદ /
અમદાવાદીઓ માટે મોટા સમાચાર, માણેકચોક ખાણી-પીણી બજાર ખુલશે પરંતુ...
Team VTV11:46 PM, 24 Aug 20
| Updated: 11:56 PM, 24 Aug 20
રાજ્યમાં કોરોના વાયરસના કેસનો આંકડો 85 હજારને પાર પહોંચ્યો છે ત્યારે અમદાવાદીઓ માટે એક મહત્વનો નિર્ણય અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. માણેકચોક બજાર હવે રાતે 11 વાગ્યા સુધી ખુલ્લું રાખી શકાશે.
અમદાવાદીઓ માટે મોટા સમાચાર
માણેકચોક બજાર રાત્રે 11.00 વાગ્યા સુધી ખુલ્લુ રહેશે
કોવિડ નિયમોનું ચુસ્તપણે પાલન કરવામાં આવશે
પ્રાપ્ત થતી જાણકારી પ્રમાણે, માણેકચોક બજાર રાત્રે 11.00 વાગ્યા સુધી ખુલ્લુ રહેશે. કોવિડ નિયમોનું ચુસ્તપણે પાલન કરવામાં આવશે. AMCની ટીમ ગમે ત્યારે સરપ્રાઇઝ ચેકિંગ કરશે.
કોરોનાને કારણે કરાયું હતું બંધ
ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં કોરોના વાયરસના વધતા કેસને કારણે બંધ કરવાનો નિર્ણય તંત્ર દ્વારા લેવામાં આવ્યો હતો કારણ કે, અમદાવાદના આ બજારમાં મોડી રાત સુધી ખાણી-પીણી મળતી હોવાથી મોટી સંખ્યામાં અહીં ભીડ એકત્ર થતી હોય છે. ત્યારે આવા કિસ્સામાં કોરોના વધુ ફેલાવાનો ભય રહે છે તે કારણોસર બજાર બંધ કરવામાં આવ્યું હતું.