બ્રેકિંગ ન્યુઝ
VTV / Manali is cooler than Moscow
Anita Patani
Last Updated: 04:26 PM, 29 December 2020
ADVERTISEMENT
હિમાલયના મેદાની વિસ્તારો તરફ ઠંડી હવાઓ આવવાના કારણે દિલ્હીમાં આગામી ચાર દિવસ હાડ થીજવતી ઠંડીનું અનુમાન છે. આ જાણકારી મોસમ વિભાગે આપી છે. હવામાન વિભાગનું કહેવું છે કે નવા વર્ષની પૂર્વ સંધ્યાએ તાપમાન ત્રણ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે.
ADVERTISEMENT
પશ્વિમી વિક્ષોભના કારણે જમ્મુ કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં સારો એવો બરફ પડ્યો છે. પશ્વિમી હિમાલયથી ચાલતી ઠંડી અને શુષ્ક ઉત્તરી પશ્વિમી હવાઓના કારણે ઉત્તર ભારતમાં તાપમાન ત્રણથી પાંચ ડિગ્રી સેલ્સિયસ ઘટી શકે છે.
આગામી ત્રણ દિવસ દરમિયાન ઉત્તર પશ્વિમી ભારતમાં ન્યૂનતમ તાપમાનમાં ત્રણથી પાંચ ડિગ્રી સેલ્સિયસ સુધીનો ઘટાડો થઇ શકે છે. ત્યારબાદ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો થશે. આ ખતરાને જોતાં મોસમ વિભાગે રાજ્યો માટે ઓરેન્જ એલર્ટ પણ જારી કર્યુ છે. 31 ડિસેમ્બરથી બે જાન્યુઆરી સુધી પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને પશ્વિમ ઉત્તર પ્રદેશના કેટલાક વિસ્તારોમાં સવારે ધુમ્મસ છવાયેલું રહેવાની શક્યતા છે.
હિમાચલપ્રદેશના કાંગડામાં ખૂબ જ બરફ વરસ્યો હતો, પરંતુ અહીં શાહપુર વિધાનસભા ક્ષેત્રની કરેરી ટ્રેકિંગ સાઇટ પર 80 પર્યટકો બરફની વચ્ચે ફસાઇ ગયા હતા.
જેમ આ પર્યટકો ફસાયા હોવાની સુચના નવ કિલોમીટર દૂર ગામવાસીઓને થઇ તો તેમણે પર્યટકોનુ રેસક્યુ કર્યું
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.