આ કારણથી લગ્નનાં થોડા વર્ષો બાદ Love Life થઇ જાય છે બોરિંગ

By : krupamehta 05:50 PM, 07 December 2018 | Updated : 05:51 PM, 07 December 2018
રિલેશનશીપમાં પહેલા તો બધું બરોબર ચાલતું હોય છે પરંતુ સમય પસાર થવા પર અંતર આવવા લાગે છે. એવી ઘણી બાબતો સામે આવી છે જ્યાં પ્રેમ કરનાર લોકો કેટલાક કારણોને લીધે અલગ થઇ જાય છે. કેટલાક રિલેશનશીપ ઘણા વર્ષોથી ચાલ્યા આવે છે પરંતુ બાદમાં તે લોકાને પોતાની લાઇફ બોરિંગ લાગવા લાગે છે પરંતુ એ પાછળનું કારણ શું છે? શા માટે કેટલાક સમય બાદ લોકોની લવ લાઇફ બોરિંગ થઇ જાય છે? ચલો જાણીએ એ પાછળનું કારણ...

તાજેતરમાં જ એક સંશોધનમાં જાણવા મળ્યું છે કે એનું કારણ સાત વર્ષ બાદ થનારી બેચેની છે. સાત વર્ષ બાદ ખુશીઓમાં ખામી આવવા લાગે છે અને લવ લાઇફ બોર થઇ જાય છે. મહિલાઓમાં ધીરે ધીરે સંબંધ બનાવવાની ઇચ્છા ખતમ થઇ જાય છે જેના કારણે એના સંબંધમાં અંતર આવવા લાગે છે. 

સંશોધનકર્તા મુજબ જે મહિલાઓ સાત વર્ષથી વધારે એખ જ રિલેશનમાં રહી હોય તેવી મહિલાઓની સંબંધ બાંધવાની ઇચ્છા પહેલાની સરખામણીમાં 53 ટકા ઓછી થઇ જાય છે. તો હીજી બાજુ જે મહિલાઓ અલગ અલગ રિલેશનમાં અથવા એકલી રહેતી હોય, એવી મહિલાઓમાં ઇચ્છા વધારે જોવા મળે છે. Recent Story

Popular Story