બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / મુંબઈ / Lalbaugcha raja ganeshotsav celebrations cancelled

ફેંસલો / મુંબઇના લાલબાગ ચા રાજા ગણેશોત્સવ મંડળે કોરોનાની અસરને લઇને લીધો મહત્વનો નિર્ણય

Published By: Divyesh

Last Updated: 10:45 AM, 1 July 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોના વાયરસની મહામારીની અસર આ વર્ષે ગણપતિ ઉત્સવ પર પડતી જોવા મળી રહી છે. મહારાષ્ટ્રના સૌથી વધુ પ્રસિદ્ધ ગણતપિત મંડળોમાં આગળ લાલબાગ ચા આ વખતે ગણપતિ વિસર્જનનો ઉત્સવ મનાવશે નહીં. લાલબાગ ગણપતિ મંડળે કોરોના વાયરસના ભયના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

  • ગણપતિ વિસર્જન પર કોરોનાની અસર
  • લાલબાગ મંડળી નહીં કરે વિસર્જન
  • કોરોના વાયરસને લઇને લેવામાં આવ્યો નિર્ણય

ખરેખર, દેશમાં મુંબઇમાં સૌથી વધારે કોરોના પ્રભાવિત શહેરોમાં છે. કોરોનાને ધ્યાનમાં લઇને મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ બધા મંડળોને આદેશ કર્યો હતો કે આ વર્ષે ગણપતિ ઉત્સવ દર વર્ષની જેમ મનાવામાં ન આવે, કારણ કે આ ઉત્સવમાં મોટી સંખ્યામાં લોકો ભેગ થાય છે. આ સાથે સીએમ ઉદ્ધવ ઠાકરે કહ્યું છે કે ગણપતિની મૂર્તિની ઉંચાઇ 4 ફૂટ સુધી રાખવામાં આવે. 

આ વર્ષે લાલબાગચા રાજાના દર્શન થશે નહીં. મુંબઇના લાલબાગચા રાજા ગણેશોત્સવ મંડળે ગણેશોત્સવ ન મનાવવા નિર્ણય કર્યો છે. સ્થાપનાના સ્થળે બ્લડ ડોનેશન કેમ્પ યોજાશે. દરવર્ષે ગણેશોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવે છે. પરંતુ આ વર્ષે કોરોના મહામારીને ધ્યાને રાખી ગણેશોત્સવ ન મનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
 

સંકળાયેલા મુદ્દાઓ

Ganeshhotsav Lalbaugcha Raja Mumbai ગણેશોત્સવ મુંબઇ લાલબાગ ચા રાજા Ganeshotsav

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ