મુખ્ય આર્થિક સલાહકાર તરીકે ડૉ. કૃષ્ણમૂર્તિની કરાઇ નિયુક્તિ, ત્રણ વર્ષનો રહેશે કાર્યકાળ

By : admin 04:29 PM, 07 December 2018 | Updated : 04:29 PM, 07 December 2018
ડૉ. કૃષ્ણમૂર્તિ સુબ્રમણ્યમને નવા મુખ્ય આર્થિક સલાહકાર (સીઇએ) તરીકે નિયુક્ત કરવામાં આવેલ છે. ડૉ. કૃષ્ણમૂર્તિનાં મુખ્ય આર્થિક સલાહકારનાં રૂપમાં કાર્યકાળ ત્રણ વર્ષનો રહેશે. હાલમાં કૃષ્ણમૂર્તિ ઇન્ડિયન સ્કૂલ ઓફ બિઝનેસમાં પ્રોફેસર તરીકે પોતાની સેવાઓ આપી રહેલ છે.

ડૉ. સુબ્રમણ્યમે યુનિવર્સિટી ઓફ શિકાગો બૂથ સ્કૂલ ઓફ બિઝનેસથી પીએચડી કરી છે. ઇન્ડિયન સ્કૂલ ઓફ બિઝનેસની વેબસાઇટ પર આપવામાં આવેલ જાણકારી અનુસાર, તે બેંકિંગ, કોર્પોરેટ અને અભિશાસન અને આર્થિક નીતિઓનાં તજજ્ઞ છે.

એક સરકારી અધિસૂચના અનુસાર,'નિયુક્તિ મામલાઓની મંત્રીમંડળીય સમિતિએ ડૉ. કૃષ્ણમૂર્તિ સુબ્રમણ્યમનાં મુખ્ય આર્થિક સલાહકાર તરીકે નિયુક્તિને મંજૂરી પ્રદાન કરવામાં આવી.' ઉલ્લેખનીય છે કે આ વર્ષની શરૂઆતમાં અરવિંદ સુબ્રમણ્યમની નજીક સાડા ચાર વર્ષ બાદ નાણાંકીય મંત્રાલયને છોડ્યાં બાદથી મુખ્ય આર્થિક સલાહકારનું પદ ખાલી પડ્યું હતું.
 Recent Story

Popular Story