બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / joginder sharma announces retirement from international cricket t20 world cup 2007

BIG NEWS / ઓસ્ટ્રેલિયા સિરીઝ પહેલાં ટીમ ઇન્ડિયાને મોટો ઝટકો: T-20 વર્લ્ડકપ જીતાડનાર આ દિગ્ગજ ક્રિકેટરે લીધો સંન્યાસ

Premal

Last Updated: 02:40 PM, 3 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પાકિસ્તાન સામે ટી20 વર્લ્ડ કપ 2007ની ફાઈનલમાં ભાગ રહેલા જોગિન્દર શર્માએ સંન્યાસ લીધો છે. 39 વર્ષની ઉંમરે જોગિન્દર શર્માએ નિવૃત્તિની જાહેરાત કરી.

  • ભારતને ટી20 વર્લ્ડ કપ જીતાડનારા ખેલાડીએ લીધો સંન્યાસ
  • 39 વર્ષની ઉંમરે જોગિન્દર શર્માએ નિવૃત્તિની જાહેરાત કરી
  • ભારત માટે વન-ડેમાં તેમણે 2004માં ડેબ્યુ કર્યુ હતુ

જોગિન્દર શર્માએ હવે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી

વર્ષ 2007માં ભારતીય ટીમે મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટનશિપમાં ટી20 વર્લ્ડ કપ જીત્યો હતો. આ વર્લ્ડ કપમાં ફાઈનલના હીરો રહેલા જોગિન્દર શર્મા દરેક વ્યક્તિને યાદ છે. જોગિન્દર શર્માએ હવે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી છે. શુક્રવારે ટ્વિટર પર 39 વર્ષના જોગિન્દર શર્માએ નિવૃત્તિની જાહેરાત કરી. 

જોગિન્દર શર્માએ ભારત માટે 4 વનડે અને 4 ટી20 મેચ રમી

હરિયાણાના રોહતકમાંથી આવતા જોગિન્દર શર્માએ ભારત માટે 4 વનડે અને 4 ટી20 મેચ રમી છે. ખાસ વાત એવી છે કે તેમણે પોતાની કારકિર્દીની બધી ટી20 મેચ માત્ર વર્લ્ડ કપમાં જ રમી અને ઈતિહાસ બની ગયો. જ્યારે ભારત માટે વન-ડેમાં તેમણે 2004માં ડેબ્યુ કર્યુ હતુ અને 2007માં છેલ્લી વખત વન-ડે મેચ રમી. જોગિન્દર શર્મા અત્યારે હરિયાણા પોલીસમાં ડીએસપી પદ પર તેનાત છે, તેઓ થોડા સમય પહેલા હરિયાણા માટે રણજી ટ્રોફી પણ રમી રહ્યાં હતા. 

જોગિન્દર શર્માએ ટ્વિટર પર પોતાની આ ચિઠ્ઠીને શેર કરી

જોગિન્દર શર્માએ ટ્વિટર પર પોતાની આ ચિઠ્ઠીને શેર કરી, જે તેમણે બીસીસીઆઈના સેક્રેટરી જય શાહને મોકલી છે અને નિવૃત્તિની જાહેરાત કરી છે. જોગિન્દર શર્માએ લખ્યું છે કે તેઓ બીસીસીઆઈ, હરિયાણા ક્રિકેટ એસોસિએશન, ચેન્નઈ સુપર કિંગ્સ અને હરિયાણા સરકારનો આભાર માને છે. જોગિન્દર શર્માએ પોતાના પ્રશંસકો, પરિવાર, મિત્રોનો પણ આભાર માન્યો. જેમણે કારકિર્દીના ઉતાર-ચઢાવમાં પોતાનો સાથ આપ્યો. જોગિન્દર શર્માએ ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી અને અન્ય ઑપ્શન તપાસવાની વાત કહી.

સંકળાયેલા મુદ્દાઓ

Joginder Sharma Retirement T20 World Cup 2007 joginder sharma જોગિન્દર શર્મા Joginder Sharma Retirement
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ