બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / itr filing fy 2022-23 know what happens if you miss filing itr filing by july 31

ITR Filing / ઈન્કમ ટેક્સ રિટર્ન ભરવાનું બાકી હોય તો ઉતાવળ રાખજો, સરકારે બદલી નાંખ્યા છે નિયમ, જો ચૂકી ગયા તો થશે આ નુકસાન

Bijal Vyas

Last Updated: 04:32 PM, 21 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો તમે નાણાકીય વર્ષ 2022-23ની નિયત તારીખ સુધીમાં ITR ફાઇલ નહીં કરો, તો બિલેટેડ રિટર્ન ફાઇલ કરવું પડશે. આ માટેની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર 2023 સુધીની આપવામાં આવી છે.

  • મોડુ ITR ફાઇલ કરવા પર ભરવો પડશે દંડ 
  • ઇનકમ ટેક્સ વિભાગ દ્વારા 31 ડિસેમ્બર 2023 સુધીનો સમય આપવામાં આવ્યો છે
  • ITR ફાઇલ કરવામાં મોડુ થાય તો રિફંડ પણ મોડુ જ મળે છે

Income Tax Return Filing FY 2022-23: જો તમે હજુ સુધી ITR ફાઈલ નથી કર્યું તો 31 જુલાઈ પહેલા કરી લો. સમયસર ITR ફાઇલ કરવું તમારા માટે ઘણી રીતે સારું છે. જો તમે નાણાકીય વર્ષ 2022-23ની નિયત તારીખ સુધીમાં ITR ફાઇલ નહીં કરો, તો મોડું રિટર્ન ફાઇલ કરવું પડશે. આ માટે વિભાગ દ્વારા તમને 31 ડિસેમ્બર 2023 સુધીનો સમય આપવામાં આવી રહ્યો છે. જો તમે પણ કોઈપણ કારણોસર 31 જુલાઈ, 2023 સુધીમાં ITR ફાઈલ કરવામાં અસમર્થ છો, તો નુકસાન થઈ શકે છે. આવો જાણીએ તેના વિશે...

પેનલ્ટી
5 લાખ રૂપિયાથી વધુ આવક ધરાવતી વ્યક્તિઓ માટે મોડુ ITR ફાઇલ કરવા પર 5,000 રૂપિયાનો દંડ લાગે છે. 5 લાખ રૂપિયા સુધીની આવક પર 1000 રૂપિયાનો દંડ છે. ઉપરાંત, સમયસર ITR ફાઇલ ન કરવાને કારણે ચોક્કસ કર કપાત અને મુક્તિ ગુમાવવી પડી શકે છે. આખરે, આ તમારી કર જવાબદારીમાં વધારો કરી શકે છે. જો તમે 31 ડિસેમ્બર, 2023 પછી ITR ફાઇલ કરો છો, તો તમારે 10,000 રૂપિયાનો દંડ ભરવો પડશે.

Tag | VTV Gujarati

લેટ ફાઇલિંગ પર વ્યાજ
જો તમારી ઇનકમ ટેક્સેબલ છે, તો જો તમે 31 જુલાઈ સુધીમાં રિટર્ન ફાઇલ નહીં કરો, તો ITR ફાઇલ ન થાય ત્યાં સુધી તમારી પાસેથી દર મહિને 1% વધારાનું વ્યાજ વસૂલવામાં આવશે. આ હેઠળ, રિટર્ન ફાઇલ કરવાની તારીખ સુધી 1% વ્યાજ વસૂલવામાં આવે છે. 31મી ડિસેમ્બર પછી ટેક્સ લેનાર હોય તેવા કિસ્સામાં જ કરદાતા પાસે અપડેટેડ રિટર્ન ફાઈલ કરવાનો વિકલ્પ હશે પરંતુ 31મી માર્ચ 2024 સુધી અપડેટ કરેલા રિટર્ન માટે ચૂકવણી કરવાની રહેશે.

કાર્યવાહી
આવકના ઓછી બતાવનારા માટે 50% અને આવકની ખોટી રજૂઆત માટે 200% સુધી દંડ લગાવવામાં આવી શકે છે. જાણકારોનું કહેવું છે કે જો રિમાઇન્ડર છતાં ટેક્સ રિટર્ન ફાઈલ કરવામાં નહીં આવે તો અધિકારીઓ બાકી ટેક્સના આધારે કાર્યવાહી શરૂ કરી શકે છે. આમાં ત્રણ મહિનાથી લઈને 7 વર્ષ સુધીની કેદ થઈ શકે છે.

Tax Saving:ઇનકમ ટેક્સ પ્રૂફ નથી જમાં કરાવ્યા તો દરેક કર્મચારીઓ ખાસ ધ્યાન  આપે.! ડેડલાઇન પૂર્ણ થયા બાદ લો આ છૂટનો લાભ save tax when you missed the  income tax proof ...

ન્યૂ ટેક્સ સિસ્ટમનો ફાયદો નહીં
જો તમે 31 માર્ચથી લેટ કરો છો, તો નોકરીયાત કર્મચારીઓ ન્યૂ ટેક્સ સિસ્ટમનો વિકલ્પ પસંદ કરી શકશે નહીં. જો તેઓ એમ્પ્લોયર સાથે આ વિકલ્પ પસંદ કરે છે, તો ITR મોડું ફાઇલ કરવા પર વધારાનો ટેક્સ અને વ્યાજ ચૂકવવું પડશે. ઉલ્લેખનીય છે કે, 1 ફેબ્રુઆરીએ રજૂ કરવામાં આવેલા બજેટમાં નાણામંત્રીએ નવા ટેક્સ સિસ્ટમ હેઠળ 7 લાખ રૂપિયા સુધીની આવકને ટેક્સ ફ્રી રાખી હતી.

રિફંડમાં મોડુ
મોડાથી ITR ફાઈલ કરવાનો બીજુ નુકસાનએ છે કે જો તમને ટેક્સ રિફંડ મળે છે, તો તેમાં મોડુ થઈ શકે છે. આવા વિલંબથી બિનજરૂરી નાણાકીય તણાવ અને અસુવિધા થઈ શકે છે. વધુમાં, ITR મોડું ફાઈલ કરવાથી અધિકારીઓનું ધ્યાન આકર્ષિત થઈ શકે છે. આનાથી તેમની ટેક્સ બાબતોમાં ઓડિટ અને પૂછપરછની શક્યતાઓ વધી જાય છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ