હાલના દિવસોમાં કોઇને કોઇ બોલીવુડ સેલિબ્રિટીને કેન્સ હોવાની વાત સાંભળીને તમને પણ એવું આશ્ચર્ય થઇ રહ્યું હશે કે આ બિમારી કેટલી ઝડપથી દુનિયાભરમાં ફેલાઇ રહી છે. માત્ર સેલિબ્રિટી જ નહીં આપણી આસપાસ પણ દરરોજ કોઇને કોઇને કેન્સર હોવાની વાત સાંભળવા મળે છે. આ બધા વચ્ચે કેન્સરથી જોડાયેલા એક સારા સમાચાર સાંભળવા મળી રહ્યા છે કે વર્ષ 2020 સુધી એટલે કે એક વર્ષમાં કેન્સર જેવી જીવલેણ બિમારીની 100 ટકા સારવાર શક્ય થઇ જશે અને આ દાવો કર્યો છે ઇઝરાયલની એક બાયોટેક કંપનીએ.
આમ તો મેડિકલની દુનિયામાં કેન્સરની બિમારીની અલગ અલગ પ્રકારે સારવાર મોજૂદ છે. પરંતુ કોઇ પણ આ બિમારીને 100 ટકા ખતમ કરવાનો દાવો કરતો નથી. પરંતુ ઇઝરાયલની કંપની એક્સલેરેટેડ ઇવોલૂશન બાયોટેક્નોલોજી લિમિટેડ (AEBi)જેની સ્થાપના 2000માં ITEK વિજમન ટેકનોલોજી ઇન્ક્યૂબેટરે કરી હતી. એમનો દાવો છે કે કેન્સર જેવી જીવલેણ બિમારીને પૂરી રીતે ઠીક કરી શકાય છે.
AEBiના ચેરમેને જણાવ્યું કે એમના દ્વારા બનાવવામાં આવેલી કેન્સરની દવા પહેલા દિવસથી જ અસરકારક સાબિત થશે. જે થોડાક સપ્તાહ સુધી ચાલશ અને દર્દીને પૂરી રીતે ઠીક કરી દેશે. આટલું જ નહીં કંપની ચેરમેનનો એવો પણ દાવો છે કે આ દવાની બિલકુલ સાઇડ ઇફેક્ટ્સ થશે નહીં. સાથે એમને એવો પણ દાવો કર્યો છે કે કેન્સર માટે એમની કંપની જે સારવાર વિકસિત કરી રહી છે એ માર્કેટમાં મોજૂદ બીજી સારવારની સરખામણીએ ખૂબ જ સસ્તી પણ હશે.
કંપનીનો દાવો છે કે એમની આ દવા અને ટ્રીટમેન્ટનુો ઉંદરો પર સફળ પ્રયોગ કરવામાં આવી ચૂક્યો છે અને હવે એને વ્યક્તિઓ પર પ્રયોગ કરવામાં આવશે. ત્યારબાદ કેન્સરની આ દવા આવતા વર્ષે એટલે કે 2020માં માર્કેટમાં આવી જશે. તમને જાણીને હેરાની થશે કે દુનિયાભરમાં દર વર્ષે કેન્સરના 1 કરોડ 80 લાખ નવા કેસ સામે આવી રહ્યા છે.