ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની ફરી એક વખત IPLમાં ચેન્નાઇ સુપરકિંગ્સની યેલો કલરની જર્સી પહેરલો જોવા મળશે. 2 વર્ષ સુધી IPLની બહાર રહ્યા પછી ચેન્નાઇ સુપર કિંગ્સે પરત આવવાની તૈયારી કરી દીધી છે. ધોનીને 15 કરોડ રૂપિયામાં CSKએ રિટેન કર્યો છે. આ સિવાય રવિન્દ્ર જાડેજા અને સુરેશ રૈનાને પણ ટીમે રિટેન કર્યા છે.
ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ રૉયલ ચેલેન્જર્સની ટીમમાં જ છે. આ સાથે દુનિયા ટોચના બેટ્સમેનમાં શામેલ એ.બી. ડિવિલયર્સને પણ RCBએ રિટેન કર્યો છે. ખાસ વાત તો એ છે કે વિરાટની રિટેન ફીઝ 17 કરોડ રૂપિયા છે જે સૌથી વધારે છે. ઑસ્ટ્રેલિયાના કેપ્ટન સ્ટીવ સ્મિથને રાજસ્થાન રૉયલ્સને રિટેન કર્યો છે.
સ્ટાર બેટ્સમેન રોહિત શર્મા અને ઑલરાઉન્ડર હાર્દિક પંડ્યાને મુંબઇ ઇન્ડિયન્સે રિટેન કર્યા છે. ઑસ્ટ્રેલિયાના સ્ટાર બેટ્સમેન ડેવિડ વૉર્નર અને સ્ટાર ઇન્ડિયન પેસર ભુવનેશ્વર કુમારને સનરાઇઝર્સ હૈદરાબાદએ રિટેન કર્યો છે.