ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / વિશ્વ / IPL broadcasts banned in Afghanistan

મોટા સમાચાર / તાલિબાને IPLના પ્રસારણ પર અફઘાનિસ્તાનમાં રોક લગાવી, કારણ જે આપ્યું તે જાણીને તમે ચોંકી જશો.

Published By: Ronak

Last Updated: 07:22 PM, 20 September 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તિલાબાને અફઘાનિસ્તાનમાં IPLના પ્રસારણ પર રોક લગાવી દીધી છે. જેમા તેમણે એવું કારણ આપ્યું છે કે આઈપીએલ ઈસ્લામ ઘર્મની વિરુદ્ધમાં જેથી તેના પર રોક લગાવામાં આવી છે.

ADVERTISEMENT

  • અફઘાનિસ્તાનમાં IPLના પ્રસારણ પર રોક લગાવામાં આવી 
  • તાલિબાને પ્રસારણ પર લગાવી રોક 
  • IPLને ઈસ્લામ વિરોધી ગણાવી રોક લગાવી 

IPL 2021ની ફરી શરૂઆત થઈ ગઈ છે. ગત રવિવારે ચેન્નઈ અને મુંબઈ ઈન્ડિયનની મેચ થઈ હતી. આઈપીએલની દરેક મેચો વિશ્વના દરેક દેશો જોઈ શકે છે. પરંતુ હવે અફઘાનિસ્તાનના લોકો નહી જોઈ શકે. તાલીબાન દ્વારા આઈપીએલ લીગનું પ્રસારણ રોકવામાં આવ્યું છે. જેના કારણે આ મુ્દ્દો ભારત માટે ચર્ચાનો વિષય બન્યો છે. 

IPLને ઈસ્લામની વિરુદ્ધ ગણાવ્યું 

જાણીને આપને નવાઈ લાગશે કે તાલિબાને આઈપીએલને ઈસ્લામ વિરુદ્ધ જણાવીને પ્રસારણ પર રોક લગાવી છે. તેમનું માનવું છે કે આઈપીએલમાં ચીયર લીડક અને સ્ટેડિયમમાં મોઢુ ઢાક્યા વગરની મહિલાઓ આપત્તિ રૂપ છે. જેથી તેમણે આઈપીએલના પ્રસારણ પણ રોક લગાવી છે. 

અફઘાનિસ્તાનના પત્રકારે આપી માહિતી 

અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડના પૂર્વ મીડિયા મેનેજર અને પત્રકાર ઈબ્રાહિમ મોહમ્મદે રવિવારે ટ્વીટર પર ટ્વીટ કરીને આ મુદ્દે જાણકારી આપી. જેમા તેમણે કહ્યું કે અફઘાનિસ્તાનમાં આઈપીએલ પર એટલે પ્રતિબંધ લગાવામાં આવ્યો કારણેકે તાલિબાન તેને ઈસ્લામ વિરોધી કન્ટેન્ટ માને છે. 

રેડિયો અને ટીવ પર પ્રસારણ રદ 

વધુમાં ઈબ્રાહિમે કહ્યું કે આઈપીએલને ઈસ્લામ વિરોધી તાલિબાન એટલે માને છે કારણકે મેચમાં ચીયર્સ લીડર ડાન્સ કરે છે. સાથેજ મહિલાઓ પણ સ્ટેડિયમમાં મોઢુ ઢાક્યા વગર બેઠી હોય છે. જેથી તેમણે રેડિયો તેમજ ટીવી પર આઈપીએલનું પ્રસારણ રદ કરી દીધું છે. 

અફઘાનિસ્તાનમાં મહિલા ક્રિકેટ પર પ્રતિબંઘ 

ઉલ્લેખનીય છે કે આઈપીએલમાં આ વખતે અફઘાનિસ્તાનના ખેલાડીઓ પણ રમી રહ્યા છે. જેમા રાશિદ ખાન અને મોહમ્મદ નબી જેના સ્ટાર ખેલાડીઓ પણ શામેલ છે. તાલિબાને જ્યારે અફઘાનિસ્તાન પર કબ્જો કર્યો ત્યારે બંને પ્લેયર તે વખતે દેશની બહાર હતા. જોકે  હાલ તેઓ યુએઈમાં છે. આપને જણાવી દઈએ કે અફઘાનિસ્તાનમાં હવે મહિલા ક્રિકેટ ઉપર પણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. 

સંકળાયેલા મુદ્દાઓ

IPL banned Taliban afghanistan અફઘાનિસ્તાન આઈપીએલ પર રોક તાલિબાન Big News

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ