બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / IPL 2023 virat kohali naveen ul haq fight video instagram status

IPL 2023 / મેદાન પર બબાલ બાદ નવીને ઈન્સટા પર જે લખ્યું, લાગે છે કે લડાઈ લાંબી ચાલવાની છે!

Arohi

Last Updated: 03:53 PM, 2 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Virat Kohali Naveen Ul Haq Fight Video:આ સંપૂર્ણ મામલો લખનૌઉની ઈનિંગ માટે 17મી ઓવરમાં શરૂ થયો હતો જ્યારે વિરાટ સ્ટંપના પાછળથી દોડતા આવ્યા અને નવીનને જોઈને કંઈક ઈશારો કર્યો. તેના પર અફગાનિસ્તાનના નવીન પણ તેમની નજીક આવ્યા અને બન્નેમાં બોલાચાલી શરૂ થઈ ગઈ.

  • મેદાન પર થઈ હતી વિરાટ અને નવીનની લડાઈ 
  • ઝગડા બાદ વિરાટે કરી હતી ઈન્સ્ટાસ્ટોરી પોસ્ટ 
  • હવે નવીને ઈન્સ્ટાગ્રામ પર કરી છે સ્ટોરી પોસ્ટ 

RCB Vs LSG IPL 2023ની આ 43મીં મેચ રમાઈ લખનૌઉ અને ઈકાના સ્ટેડિયમમાં. લો સ્કોરિંગ મેચમાં RCBએ લખનૌઉને હરાવી દીધી. મેચથી નવીન ઉલ હક ચર્ચામાં આવી ગયા. આ અફગાન ખેલાડી લખનૌઉ સુપરજાયન્ટ્સની તરફથી IPL રમી રહ્યો છે. આ ખેલાડીએ મેચમાં ત્રણ વિકેટ લીધી. પરંતુ તેની ચર્ચા આ પ્રદર્શનથી વધારે વિરાટ કોહલીની સાથે થયેલી લડાઈને લઈને થઈ રહી છે. મેચના બાદ હેંડશેક કરતી વખતે હાથને ઝટકો આપવાની ઝટના પણ બની. 

12 કલાક બાદ નવીને શેર કરી ઈન્સ્ટાસ્ટોરી 
હાલ વિવાદ પુરો થઈ ગયો છે અને ખેલાડી પોત પોતાના ઘરે જતા રહ્યા છે. પરંતુ હવે મેચના 12 કલાક બાદ નવીન ઉલ હકે ઈન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી મુકી છે. જેને મેચમાં થયેલા વિવાદ સાથે જોડવામાં આવી રહ્યો છે. નવીને લખ્યું, "તમને એજ મળે છે જે તમે ડિઝર્વ કરો છો, અવું જ થવું જોઈએ અને આજ ચાલે છે."

મેચ બાદ કોહલીએ પણ શેર કરી હતી ઈન્સ્ટાગ્રામ સ્ટોરી 
આ મેચ બાદ વિરાટ કોહલીએ ઈન્સ્ટાગ્રામમાં એક સ્ટોરી મુકી છે. જેને તેની સ્પષ્ટતાના રૂપમાં જોવામાં આવી રહી છે. આ સ્ટોરીમાં તેણે લખ્યું છે "આપણે જે પણ સાંભળીએ છીએ. તે તથ્ય નથી એક સલાહ હોય છે. આપણે જે પણ જોઈએ છીએ તે હકીકત નહીં એક નજરીયો હોય છે." 

વિરાટે તેની સાથે જ નીચે માર્કસ ઓરેલિયસનું નામ પણ લખ્યું છે. જેનાથી ખબર પડી રહી છે કે આ વાક્ય પૂર્વ રોમન સમ્રાટ માર્કસ ઓકેલિયસનું છે. આ ઉપરાંત વિરાટે પોતાની ડિપી પણ બદલી નાખી છે. નવા ડિપીમાં તે પત્ની અનુષ્કાના સાથે જોવા મળી રહ્યા છે. 

મેચમાં શું થયું? 
આ સંપૂર્ણ મામલો લખનૌઉની ઈનિંગ માટે 17મી ઓવરમાં શરૂ કરવામાં આવ્યો હતો જ્યારે વિરાટ સ્ટંપના પાછળથી દોડતા આવ્યા અને નવીનને જોઈને કંઈક ઈશારો કર્યો. તેના પર અફગાનિસ્તાનના નવીન પણ તેમની નજીક આવ્યા અને બન્નેમાં બોલાચાલી શરૂ થઈ ગઈ. 

આ બોલાચાલીમાં વિરાટે પોતાના જૂતાની તરફ ઈશારો કર્યો અને તેમાંથી માટી કાઢી. જાણે ઓકાતની વાત કરી રહ્યા હોય. બાકી ખેલાડીઓએ વચ્ચે બચાવનો પ્રયત્ન કર્યો તો કોહલી અને અમિત મિશ્રાની વચ્ચે પણ બોલચાલ થઈ ગઈ. 

લોકેશ રાહુલના વચ્ચે પડ્યા બાદ શાંત થયો મામલો 
બેંગ્લોરની જીત બાદ જ્યારે બન્ને ટીમોના ખેલાડી હાથ મીલાવી રહ્યા હતા તો કોહલીએ નવીનને કંઈક કહ્યું, કોહલીના બોલતા જ નવીન પણ તણાવમાં આવીને કંઈક બોલે છે. ત્યાં જ બન્નેની વચ્ચે બહેસ થઈ જાય છે. ત્યાર બાદ કોહલી જ્યારે બાઉન્ડ્રીના કિનારે ચાલી રહ્યા હોય છે તો લખનૌઉના કાઈલ મેયર્સ સાથે કે વાતચીત કરવા લાગ્યા. 

ત્યારે ગંભીર આવે છે અને મેયર્સને વિકાટથી દૂર લઈ જાય છે અને તે વાતચીત કરવાનો ઈનકાર કરે છે. ત્યાર બાદ ગંભીર કંઈક કહે છે જેના પર કોહલી તેમને પાસે બોલાવે છે અને બન્ને વાતચીત કરતા ખૂબ જ અગ્રેસીવ થઈ જાય છે. અંતમાં કોહલી અને લોકેશ રાહુલની વચ્ચે લાંબી વાતચીત થાય છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ