બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / IPL 2023 Final GT vs CSK ms dhoni last viral moment sakshi dhoni ziva dhoni hardik pandya
Arohi
Last Updated: 12:33 PM, 30 May 2023
ADVERTISEMENT
જાડેજાએ છેલ્લા બે બોલ પર 10 રન બનાવીને CSKને જીત અપાવી દીધી છે. ત્યાર બાદ જે નજારો CSKના કેમ્પનો હતો તેણે ફેન્સનું દિલ જીતી લીધુ. હકીકતે એવું પહેલી વખત જોવામાં આવ્યું કે જ્યારે ધોની જીત બાદ ઈમોશનલ જોવા મળ્યા અને જાડેજાને તેડી લીધો હતો. આટલું જ નહીં મેચ વખતે ધોનીએ બધા ખોલાડીઓને શાબાસી આપી અને સાથે જ વિરોધી કેપ્ટન હાર્દિક પંડ્યાને પણ ભેટ્યા હતા.
We are not crying, you are 🥹
— IndianPremierLeague (@IPL) May 30, 2023
The Legend continues to grow 🫡#TATAIPL | #Final | #CSKvGT | @msdhoni | @ChennaiIPL pic.twitter.com/650x9lr2vH
ADVERTISEMENT
આ ઉપરાંત ફાઈનલ મેચ બાદ ધોનીની દિકરી જીવા પોતાના પિતાને ભેટી પડી હતી. ધોનીની વાઈફ સાક્ષીના ચહેરા પર પણ ઈમોશનલ ભાવ જોવા મળી રહ્યો હતો. સાક્ષી ખૂબ જ ઈમોશનલ જોવા મળી રહી હતી. જણાવી દઈએ કે જ્યારે છેલ્લી ઓવર ચાલી રહી હતી તો ધોની બિલકુલ શાંત ભાવની સાથે બેઠા હતા. એવામાં જ્યારે જાડેજાએ ટીમને જીત અપાવી તો માહીની ખુશી સાતમાં આકાશમાં પહોંચી ગઈ.
M.O.O.D! 🤗
— IndianPremierLeague (@IPL) May 29, 2023
Ravindra Jadeja 🤝 MS Dhoni#TATAIPL | #Final | #CSKvGT | @imjadeja | @msdhoni pic.twitter.com/uggbDA4sFd
વરસાદના કારણે 15 ઓવરની મેચ
વરસાદના કારણે રિઝર્વ દિવસ પર રમાયેલી આ ફાઈનલનો અંત કોઈ ફેરીટેલથી કમ ન હતી. જીત માટે ડકવર્થ લુઈસ પ્રણાલીના આધાર પર ચેન્નાઈને 15 ઓવરમાં 172 રનનો સંશોધિત લક્ષ્ય મળ્યો. નિર્ણય પલટતો રહ્યો અને મોહિત શર્માએ યોર્કટનો વરસાદ કરી ગુજરાતની જીત પર લગભગ થપ્પો લગાવી દીધો હતો પરંતુ જાડેજાએ કંઈક અલગ જ વિચાર્યું હતું. ચેન્નાઈને છેલ્લા બોલ પર દસ રનની જરૂર હતી અને પાંચ બોલ પર જાડેજાએ લાંગ ઓફ પર છગ્ગો માર્યો.
𝙄𝘾𝙊𝙉𝙄𝘾!
— IndianPremierLeague (@IPL) May 29, 2023
A round of applause for the victorious MS Dhoni-led Chennai Super Kings 👏🏻👏🏻#TATAIPL | #Final | #CSKvGT pic.twitter.com/kzi9cGDIcW
છેલ્લા બોલ પર માર્યો ચોગ્ગો
છેલ્લા બોલ પર જેવો તેમણે ચોગ્ગો માર્યો કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને છોડીને ચેન્નાઈની આખી ટીમ મેદાન પર દોડી પડી. સંભવતઃ પોતાની છેલ્લી આઈપીએલ રમી રહેલા ધોનીની આંખો ભીની થઈ ગઈ તેને છુપાવવા માટે તેણે આંખો બંધ કરી લીધી. બાદમાં તે સેલિબ્રેશન કરવા ટીમની વચ્ચે પહોંચી ગયા.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.