બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / Inflation will also come down after the reduction in duty on petrol and diesel, which could lead to a reduction in the price of these items

તમારા કામનું / પેટ્રોલ ડીઝલમાં ડ્યૂટી ઘટયા પછી મોંઘવારી પણ ઘટશે, આ વસ્તુઓની કિંમતમાં થઈ શકે છે ઘટાડો

Arohi

Last Updated: 02:47 PM, 24 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એપ્રિલમાં જથ્થા બંધ મોંઘવારી 15.1% પર પહોંચી ગઈ. માર્ચમાં આ 14.5% પર જ હતી. રિટેલ મોંઘવારી એપ્રિલમાં આઠ વર્ષના હાઈ 7.79% પર પહોંચી ગઈ છે. સરકારે મોંઘવારી પર એક્શન પહેલા રિઝર્વ બેન્કના અચાનક રેપો રેટમાં વધારો કર્યો છે.

  • પેટ્રોલ-ડીઝલ પર એક્સાઈઝ ડ્યુટી ઘટી 
  • તેનાથી કેટલી ઓછી થઈ મોંઘવારી? 
  • કઈ વસ્તુઓના ભાવ થશે ઓછા?

પેટ્રોલ પર એક્સાઈઝ ડ્યુટીમાં 8 રૂપિયા લીટર અને ડીઝલ પર 6 રૂપિયા લીટરનો ઘટાડો કરવામાં આવ્યો છે. ઉજ્જવલા સ્કીમ વાળા સિલિન્ડરો પર 200 રૂપિયા પ્રતિ સિલિન્ડરની સબ્સિડી મળશે. દેશમાં ઉજ્જલવા યોજનાના 9 કરોડથી વધારે લાભાર્થીઓ છે. સરકારે 1.10 લાખ કરોડ રૂપિયાથી વધારે સબ્સિડી ફર્ટિલાઈઝર્સ પર આપી. આ સબ્સિડી પહેલાથી મળી રહેલી 1.05 લાખ કરોડ રૂપિયાની સબ્સિડીથી અલગ હશે. 

આયર્ન ઓર પર એક્સપોર્ટ ડ્યુટીને 50ટકા સુધી વધારવામાં આવી છે. અમુક સ્ટીલ ઈન્ટરમીડિયેરીઝ પર તેને વધારીને 15 ટકા કરી દેવામાં આવી છે. આયર્ન, સ્ટીલ, કોલ અને પ્લાસ્ટિક્સ પર ઈમ્પોર્ટ ડ્યુટીમાં મોટા ઘટાડાનું એલાન કરવામાં આવ્યું છે. 

એપ્રિલમાં જથ્થાબંધ મોંઘવારી 15.1 ટકા પર પહોંચી ગઈ છે. માર્ચમાં આ 14.5 ટકા પર હતી. રિટેલ મોંઘવારી આઠ વર્ષના હાઈ 7.79% પર પહોંચી ગઈ છે. અર્થશાસ્ત્રીઓના જણાવ્યા અનુસાર, મોંઘવારીમાં અડધા ટકાનો ઘટાડો આવી શકે છે. 

સરકારે આપી મોટી રાહત 
પેટ્રોલ પર એક્સાઈઝ ડ્યુટીમાં 8 રૂપિયા લીટર અને ડીઝલ પર 6 રૂપિયા લીટરનો ઘટાડો કરવામાં આવ્યો. એટલે કે સામાન્ય લોકોને સૌથી વધારે મુશ્કેલી આપતા ઈંધણની મોંઘવારીથી રાત સરકારે આપી છે. ગરીબોને સરકારે ઉજ્જલા યોજવા હેઠળ સિલિન્ડરો પર 200 રૂપિયા પ્રતિ સિલિન્ડર ની સબ્સિડી પણ આપવાની જાહેરાત કરી છે. આ સબ્સિડી 12 સિલિન્ડરો પર મળે છે. 

સબ્સિડીનું એલાન 
દેશમાં ઉદ્યોગ-ધંધા, રિયાલીટા સેક્ટર અને બીજી વેલ્ફેર સ્કીમોમાં મોંઘવારીથી બચવા માટે સરકારે આયર્ન, સ્ટીલ, કોલ અને પ્લાસ્ટિક્સ પર ઈંપોર્ટ ડ્યુટીમાં મોટો ઘટાડો કર્યો છે. સરકારે યુક્રેનની જંગથી ખેડૂતો પર પડી રહેલી ખરાબ અસર જોતા ફર્ટિલાઈઝર સબ્સિડી પણ વધારવાની જાહેરાત કરી છે. એટલે કે સરકાર 1.10 લાખ કરોડ રૂપિયાથી વધારેની સબ્સિડી ફર્ટિલાઈઝર્સ પર આપશે. 

કિંમતોને નિયંત્રણ કરવાનો પ્રયત્ન 
આ સબ્સિડી પહેલાથી મળી રહેલી 1.05 લાખ કોરડ રૂપિયાની સબ્સિડીથી અલગ હશે. તેની સાથે જ સીમેન્ટની કિંમતોને કાબૂ કરવા અને તેની ઉપલબ્ધતા વધારવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. આયર્ન અને પેલેટ્સ અને ઘણા અન્ય સ્ટીલ પ્રોડક્ટ્સને દેશથી બહાર એક્સપોર્ટ પર અવરોધ લગાવવાને લઈને સરકારે તેના પર એક્સપોર્ટ ડ્યુટીને વધારી દીધી છે. 

આયર્ન અને એક્સપોર્ટ ડ્યુટીને 50 ટકા સુધી વધારવામાં આવી છે. અમુક સ્ટીલ ઈન્ટરમીડિયરીઝ પર તેને વધારીને 15 ટકા કરી દેવામાં આવી છે. તેનાથી દેશમાં અલગ અલગ ઈન્ડસ્ટ્રીઝને મળતું આયર્ન અને સ્ટીલ પ્રોડક્ટ્સના ભાવ ઘટશે. 

ઘઉં અને લોટનો વધશે ભાવ 
હાલમાં જ ગરમીના કારણે ઘઉંના ઉત્પાદનના ઘટવાની ખબરોની સાથે જ દેશમાં ઘઉં અને લોટના ભાવ ઝડપથી વધી રહ્યા છે. 

લોન મોંઘી થશે 
RBIએ મેની શરૂઆતમાં રેપો રેટને 0.4 ટકા વધારીને 4.4 ટકા કરી દીધા છે. આ પગલાનો હેતુ બજારમાં રહેલી વધુ લિક્વિડિટીને ઓછી કરવાનો હતો. જોકે આ હેતુથી લોન પણ મોંઘી થશે. મોંઘું ઈંધણ અને ભોજનની વસ્તુઓના ભાવમાં આવેલી તેજી હતી. 

સંકળાયેલા મુદ્દાઓ

Inflation Petrol And Diesel Price reduction એક્સાઈઝ ડ્યૂટી જથ્થાબંધ મોંઘવારી પેટ્રોલ ડીઝલ રેપો રેટ excise duty
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ