બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / India's thrilling 3-2 win over Canada in thrilling Hockey World Cup, Captain Savita Poonia becomes savior again

શાબાશ / હોકી વર્લ્ડકપમાં કેનેડા સામે રોમાંચક મેચમાં ભારતનો 3-2 થી શાનદાર વિજય, કેપ્ટન સવિતા પુનિયા ફરી બની તારણહાર

Megha

Last Updated: 12:29 PM, 12 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારત એ મહિલા હોકી વર્લ્ડ કપમાં તેનો પહેલો મેચ જીતી લીધો છે. ફૂલ ટાઈમ પછી સ્કોર 1-1 હતો અને એ પછી મેચ શુટઆઉટમાં પંહોચ્યો હતો.

  • ભારત એ મહિલા હોકી વર્લ્ડ કપમાં તેનો પહેલો મેચ જીતી લીધો
  • ટીમની કેપ્ટન સવિતા પુનિયાએ ઘણા ગોલ બચાવીને ભારતને જીત અપાવી
  • હાફ ટાઈમ સુધી ભારત પાછળ હતું

ભારત એ મહિલા હોકી વર્લ્ડ કપમાં તેનો પહેલો મેચ જીતી લીધો છે. ટીમ ઈન્ડિયાને મંગળવારે કેપ્ટન સવિતા પુનિયાની શાનદાર ગોલ કીપીંગને કારણે કેનેડાને શુટઆઉટમાં 3-2 ના સ્કોરે માત આપીને જીત મેળવી છે. ફૂલ ટાઈમ પછી સ્કોર 1-1 હતો અને એ પછી મેચ શુટઆઉટમાં પંહોચ્યો હતો. ભારતીય હોકી ટીમની કેપ્ટન સવિતા પુનિયાએ ઘણા ગોલ બચાવીને ભારતને જીત અપાવી હતી. 11 જુલાઇએ સવિતાનો જન્મદિવસ હતો અને મેચ જીતીને તેને તેના ચાહકોને ભેટ આપી હતી. 

ફૂલ ટાઈમ પછી સ્કોર 1-1 હતો અને એ પછી મેચ શુટઆઉટમાં પંહોચ્યો હતો. મેચની વાત કરીએતો ભારતીય ટીમ પહેલા ક્વાટરમાં 1-0થી પાછળ હતી. કેનેડાની મેડલીન સેકોએ 11મી મિનિટમાં પેનલ્ટી કોર્નર પર ગોલ કર્યો હતો. હાફ ટાઈમ સુધી ભારત પાછળ હતું. બીજા ક્વાટરમાં ભારતીય ટીમે લગાતાર કાઉન્ટર અટેક કરે રાખ્યું હતું અને તેનો ફાયદો ટીમ ઇન્ડિયાને મળ્યો હતો.

 

58 મી મિનિટે સલીમા ટેટે એ રિબાઉન્ડ પર ગોલ કરીને સ્કોર બરાબરી પર લાવ્યો હતો. ફૂલ ટાઈમ સુધી સ્કોર 1-1 ની બરાબરી પર હતો અને એ પછી એચ શુટઆઉટમાં પંહોચ્યો હતો. જ્યાં ટીમ ઇંડિયન શરૂઆત સારી રહી નહતી. 

શુટ આઉટમાં ભારત 0-2થી પાછળ ચાલી રહ્યું હતું. એ પછી નવનીત કોર અને સોનિકા ટાંડીએ ગોલ કરીને ભારતને બરાબરી પર લાવી દીધો હતો. એ પછી બંને ટીમે ત્રણ ત્રણ પેનલ્ટી ગોલ મિસ કર્યા હતા. એ પછી ભારત તરફથી નેહા ગોયલએ તેનો છેલ્લો પેનલ્ટી શુટ મિસ ન કર્યો અને ભારતને જીત અપાવી હતી. નવનીત કોરને પ્લેયર ઓફ ધ મેચ કહેવામાં આવી છે. 

ભારતીય ટીમ પહેલા જ મેડલની દોડમાંથી બહાર થઈ ગઈ હતી. બાકી બચેલ મેચમાં ટીમ ઈન્ડિયા ઈન્ડિયા રાષ્ટ્રમંડળ ખેલની તૈયારીમાં લાગી ગઈ છે. ભારત સ્પેન સામે ક્રોસઓવરમાં 1-0 થી હારી ગઈ હતી. આ મહિલા હોકી વિશ્વ કપમાં કુલ 16 ટીમએ હિસ્સો લીધો છે. જેમાંથી 5 ટીમ કન્ફેડરેશન નેશનની છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ