બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / INDIAN PM NARENDRA MODI HAD A TALK WITH PALESTINE PRESIDENT MOHAMAD ABBAS

વિશ્વ / ઈઝરાયલ હમાસના યુદ્ધ વચ્ચે PM મોદીએ પેલેસ્ટાઇનના રાષ્ટ્રપતિ સાથે કરી વાત, ટ્વિટ કરી જણાવ્યું શું થઈ ચર્ચા

Vaidehi

Last Updated: 06:49 PM, 19 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતીય PMએ પેલેસ્ટાઈનનાં રાષ્ટ્રપતિ મહમૂદ અબ્બાસથી વાત કરી છે. વાતચીત દરમિયાન PM મોદીએ ગાઝાનાં અલ અહલી હોસ્પિટલમાં નાગરિકોનાં મૃત્યુ પર પોતાની સંવેદના વ્યક્ત કરી હતી.

  • ભારતીય PMએ પેલેસ્ટાઈનાં રાષ્ટ્રપતિ સાથે વાત કરી
  • ગાઝાનાં નાગરિકોનાં મૃત્યુ પર શોક વ્યક્ત કર્યું
  • કહ્યું ભારત પેલેસ્ટાઈનને મદદ કરવાનું ચાલુ રાખશે

ભારતીય PM નરેન્દ્ર મોદીએ પેલેસ્ટાઈનનાં રાષ્ટ્રપતિ મહમૂદ અબ્બાસની સાથે વાત કરી હતી. આ વાતચીત દરમિયાન PM મોદીએ ગાઝાનાં અલ અહલી હોસ્પિટલમાં નાગરિકોનાં મૃત્યુ પર પોતાની સંવેદના વ્યક્ત કરી હતી.

ભારત પેલેસ્ટાઈનને મદદ કરવાનું ચાલુ રાખશે
પીએમ મોદીએ આ દરમિયાન સ્પષ્ટ કર્યું કે ભારત પેલેસ્ટાઈનનાં લોકોને માનવીય મદદ આપવાનું ચાલુ રાખશે. ક્ષેત્રમાં આતંકવાદ, હિંસા અને બગડતી સુરક્ષાની સ્થિતિમાં પોતાની ચિંતા પણ PM મોદીએ વ્યક્ત કરી હતી. 


ઋષિ સુનક પહોંચ્યા ઈઝરાયલ
ઈઝરાયલ અને હમાસની વચ્ચે શરૂ થયેલા યુદ્ધને 12 દિવસ થઈ ગયાં છે. છેલ્લાં 12 દિવસોમાં આ જંગને લઈને અનેક મોટા અપડેટ્સ સામે આવી રહ્યાં છે. જો બાઈડન જ નહીં પણ બ્રિટનનાં પીએમ ઋષિ સુનક પણ ઈઝરાયલ પહોંચ્યાં હતાં. ગુરુવારે તેલ અવીવ પહોંચેલા સુનકે કહ્યું કે આ મુશ્કેલીનાં સમયમાં બ્રિટન ઈઝરાયલ સાથે ઊભું છે. જો કે ઈરાન, જોર્ડન, લેબનાન સહિત અનેક મુસ્લિમ દેશ ઈઝરાયલનાં વિરોધમાં સતત નિવેદન આપી રહ્યાં છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ