સેનાને આજે મળશે નવી તોપો, 38 કિમી સુધી 'વજ્ર' કરશે દુશ્મનનો નાશ

By : krupamehta 12:34 PM, 09 November 2018 | Updated : 12:34 PM, 09 November 2018
નવી દિલ્લી: ભારતીય સીમા પર વધતા પડકારો વચ્ચે ભારતીય સેના પોતાના કિલ્લાને વધુ મજબૂત કરી રહી છે. ત્યારે સેનામાં એવા હથિયારો સામેલ થવા જઈ રહ્યા છે. જેનાથી દુશ્મનો પણ હચમચી જશે.

સેનામાં K9 વજ્ર અને M777 હોવિત્ઝર તોપ શામેલ થવા જઈ રહી છે. આજે આ બન્ને તોપ ભારતીય સેનામાં સામેલ થશે. આ બન્ને ઉપકરણ નાસિકના દેવલાલી તોપખાના કેન્દ્રમાં સામેલ થશે. જેમાં રક્ષામંત્રી નિર્મલા સીતારમણ અને સેના પ્રમુખ બિપીન રાવત હાજર રહેશે.

રક્ષા મંત્રાલય મુજબ k9 વજ્રને 4366 કરોડ રૂપિયાના ખર્ચે સેનામાં સામેલ કરવામાં આવી રહી છે. આ કાર્ય 2020 સુધીમાં પૂર્ણ થશે..કુલ 100 તોપમાંથી પ્રથમ 10 તોપ આ મહિના સામેલ થશે. જ્યારે 40 તોપ નવેમ્બર 2019 સુધીમાં જ્યારે 50 તોપ નવેમ્બર 2020 સુધીમાં આપવામાં આવશે. 

આ પ્રથમ એવી તોપ છે જેને ભારતીય ખાનગી ક્ષેત્રે બનાવવામાં આવી છે. આ તોપની વધુમાં વધુ રેન્જ 28થી 38 કિમીની છે અને 30 સેકન્ડમાં 3 બોંબ છોડી શકે છે અને ત્રણ મિનિટમાં 15  બોંબ છોડી શકે છે.

આ સાથે જ M 777 હોવિત્ઝર તોપ પણ સામેલ કરવામાં આવશે. જે 30 કિમી સુધીની મારક ક્ષમતા રાખે છે. આ તોપને હેલિકોપ્ટર કે વિમાન દ્વારા યુદ્ધ સ્થળે લઈ જઈ શકાય છે.Recent Story

Popular Story