બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / india vs new zealand shaheed veer narayan singh international cricket stadium
Premal
Last Updated: 12:45 PM, 21 January 2023
ADVERTISEMENT
બંને ટીમો સીરીઝ અંકે કરવા મથામણ કરશે
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ચાલી રહેલ ત્રણ મેચની વન-ડે સીરીઝની બીજી મેચ 21 જાન્યુઆરીએ રાયપુરના શહીદ વીર નારાયણ સિંહ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. આ રોમાંચક મેચમાં જ્યારે ભારતીય ટીમ મેદાનમાં ઉતરશે તો માત્ર તેનો એક જ ઉદ્દેશ્ય હશે, તે છે જીત પ્રાપ્ત કરી શ્રેણી પર પ્રભુત્વ જમાવવુ. તો મહેમાન ટીમ આ મેચને જીતીને શ્રેણીમાં રહેવાનો પ્રયાસ કરશે. એવામાં બીજી વન-ડે મેચ બંને ટીમો માટે ખૂબ મહત્વપૂર્ણ થઇ છે. તો મેચ પહેલા શહીદ વીર નારાયણ સિંહ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમના ઈતિહાસ અંગે વિગતવાર જાણીએ.
ADVERTISEMENT
શહીદ વીર નારાયણ સિંહ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમનો ઈતિહાસ
શહીદ વીર નારાયણ સિંહ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમ વર્ષ 2008માં બનીને તૈયાર થયુ. પરંતુ અહીં અત્યાર સુધી કોઈ આંતરરાષ્ટ્રીય મેચ રમાઈ નથી. આ દરમ્યાન આઈપીએલની કુલ છ મેચ રમવામાં આવી છે. એટલું જ નહીં, અહીં રોડ સેફ્ટી વર્લ્ડ સીરીઝની ઘણી ઐતિહાસિક મેચનુ આયોજન થઇ ગયુ છે.
બેટરો માટે મદદગાર નથી રાયપુરની પિચ
શહીદ વીર નારાયણ સિંહ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમ ભારતની અન્ય પિચોની જેમ બેટરો માટે વધુ મદદગાર રહી નથી. પરંતુ બોલરોની અહીં બોલબાલા રહી છે. મેચ જેમ-જેમ આગળ વધતી જાય છે પિચ વધુ ધીમી થાય છે. આ દરમ્યાન સ્પિનર્સને ખૂબ મદદ મળે છે. ફાસ્ટ બોલર પણ પોતાની ધીમી અને અન્ય વેરાઈટીના બોલરોથી પ્રતિસ્પર્ધી બેટરોને ગુમરાહ કરી શકે છે.
આઈપીએલમાં આ રીતે રહ્યો પિચનો વર્તાવ
આ સ્ટેડિયમમાં આઈપીએલની અત્યાર સુધી કુલ છ મેચ રમવામાં આવી છે. આ દરમ્યાન ટીમો દ્વારા બનાવવામાં આવેલો સૌથી મોટો સ્કોર 164 રનનો છે. આ દરમ્યાન સરેરાશ સ્કોર 149.6 રહ્યો છે. જો કે, આ આંકડા ટી20 ફોર્મેટના છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.