બ્રેકિંગ ન્યુઝ
VTV / India and china lac army galwanvalley
Divyesh
Last Updated: 08:21 AM, 30 May 2020
ADVERTISEMENT
એક મળતાં અહેવાલ મુજબ ચીનની સેનાનો હેતુ ભારતિય વિસ્તારમાં ઘૂસણખોરી કરવાનો અને કેમ્પ બનાવાનો હતો, પરંતુ ભારતીય સેનાની આગળે ડ્રેગનની ચાલ ફરી એકવાર નિષ્ફળ ગઇ હતી. ભારતીય સેનાએ પોતાની સંખ્યા વધારીને તૈનાત કરી દીધી અને ચીના સૈનિકોની અવરજવર રોકી દીધી.
સૂત્રો પાસેથી મળતી જાણકારી ચીનના સૈનિકોનો પ્લાન ગાલવાન પોઇન્ટ નજીક રોડ બનાવાનો હતો. આ રોડના કારણે ભારતીય સેના ગાલવાન ઘાટી વિસ્તારમાં આવનજાવન આસાનીથી કરી શકે છે. સૂત્રોના જણાવ્યાં અનુસાર સરહદ નજીક ભારતીય વિસ્તારમાં 2-3 વર્ષથી રોડનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે, જેને લઇને ચીનને ખતરાનો અહેસાસ થઇ રહ્યો છે. ચીનની સેનાના આ ઘૂસણખોરીનો પ્રયાસ તેનું જ પરિણામ છે.
ADVERTISEMENT
સૂત્રોના જણાવ્યાં મુજબ જ્યાં ભારત રોડ નિર્માણ કરી રહ્યું છે, તે વિસ્તારોમાં ચીનના હેલિકોપ્ટર પણ ઉડતા જોવા મળ્યાં છે. સરહદી આ વિસ્તારમાં ભારતના રોડ નિર્માણ પર વિવાદ ઉભો કરવાના હેતુથી ચીન પોતાના હેલિકોપ્ટરને મોકલતું આવ્યું છે. જો કે ચીનના આ પગલાને લઇને ભારત કડક વિરોધ દર્શાવી ચૂક્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.